નથી આસાન તોયે માણવાની છે જીંદગી… બધું ધાર્યું થતું નથી તોયે ખુશી શોધવાની છે જીંદગી..

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સામાન્ય માનવીને રાહત સમાચાર ગત શુક્રવારના અખબારમાં વાંચવા મળ્યા કે બે દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા ને હળવેકથી એલપીજીનો ભાવ રૂા.રપ વધીને રૂા.૭૯૪ થયો.મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સફાયો થવા વચ્ચે સુરતમાં આમઆદમી પાર્ટીએ પગરણ કર્યા છે. ભારતની પ્રજાને મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સટ્ટાખોરી, સંગ્રાહખોરી અંગે કોઈ જ વાંધો નથી. ખેડૂતોને વેપારીઓ વિદ્યાર્થી સંગઠનો,બેંકોનો સ્ટાફ, વિવિધ કર્મચારી સંગઠનો કોઈના હાથા બનીને ખોટા દેખાવ કરીને શાસક પક્ષને બદનામ કરવા કોશીશ થઈ રહી છે.પેટ્રોલ,ડીઝલના વધારો, ઘટાડો કયાં સરકારના હાથમાં છે ? એલપીજી કે સીએનજીમાં વધારો થઈ શકે તે તેલ,ખાંડને ચોખા દાળની તો વાત જ કયાંથી કરવી ? કુદકે ને ભુસકે વધતી મોંઘવારી માટે છેવટે તો વસ્તી વિસ્ફોટ જ જવાબદાર છે.એટલે સુશાસનમાં સહનશક્તિ તો કેળવવી જ પડશે.મહાનગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ ગત રવિવારોમાં પૂર્ણ થઈ.હવે બસ ટુંક સમયમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ લોકડાઉન એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં પ્રવેશ કરવા થનગની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજયોમાં કોરોનાનો આતંક વધવાની શરૂઆત થઈ છે.ધો.૯થી કોલેજ કક્ષા બાદ ધો.૧૦ થી આઠની શાળાઓ પણ શરૂ કરી છે ને આવતા સપ્તાહ, પખવાડીયામાં ધો.ત્રણથી પાંચ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે.આ બધા વચ્ચે લોકોને કોરોના કોવીડ-૧૯ના સંક્રમણથી બચાવવા એ સૌથી પહેલી પ્રાથમિકતા શાસક સરકારની બની જ રહે છે.એટલે ભવિષ્યમાં કોરોના લોકડાઉનની પ્રથમ વર્ષગાંઠ પહેલાં હળવા અખતરા જેવો લોકડાઉન નાખીને ઉજવણી થાય તોય નવાઈ નહીં.આવી ભીતી સૌ કોઈ જાેઈ રહ્યા છે. તેથી જ કોઈએ આવા વાવાઝોડા વચ્ચે હૃદયનો ઉભરો કંઈક આવી રીતે ઠાલવી નાખ્યો.
નથી આસાન થોયે માણવાની છે જીંદગી
બધું ધાર્યું આપણું થતું નથી તોય ખુશી શોધવાની છે જીંદગી.અઘરી છતાં મેં જાણી છે જીંદગી અનામી નામી વચ્ચે નનામી થઈને ભટકે છે.જીંદગી તોય માણસને માણસ થઈને કયાં આવડે છે ? જીંદગી નથી આસાન તોયે માણવાની છે.જીંદગી ચૂંટણી મોંઘવારી, ભેળસેળ ને ભ્રષ્ટાચાર બધા જ ચાલ્યા કરશે તેમાં જ જીવવાની છે જીંદગી. અનામી-નામી વચ્ચે નનામી થઈને ભટકે છે.જીંદગી અનામી-નામી વચ્ચે કંઈક ગડમથલમાં વિતતી આ જીંદગી, પાછળ નનામી સતત દોડતી જ રહે છે.કયાં કેવા સંજાેગોમાં ભેટો થઈ જાય એ કોઈ જાણતું જ નથી.ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ? રાજયાભિષેકના સ્થાને વનવાસ મળશે એ જગતનો નાથ પણ જાણી શકયો નહોતો.ચીનના વુહાનથી શરૂ થયેલ નોવેલ કોરોના કોવિડ-૧૯ ભારતમાં પણ વિકરાળ રહ્યો.સરકારને પ્રજાની સજાગના કારણે જાનહાની ટાળી શકયા.સરકારની તિજાેરીઓને તંદુરસ્ત બનાવી લોકોને પાયમાલ કરી ગયો છે ને ભવિષ્યમાં હજુ શું થશે એ બાબતે કંઈ જ કહેવાય નહીં.ગત રવિવાર પાલીકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પુરી થઈને રીઝલ્ટ ને શાસનની સ્થાપના પછી કેન્દ્ર,રાજય સરકાર શું ઘોષણા કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે.કેટલાક તો ચોક્કસ માની રહ્યા છે કે હળવા લોકડાઉનથી લોકોને ખંખેરવાની શરૂઆત થશે.
વાચક મિત્રો દિવ્યજયોતની પૂર્તિ લોકડાઉનથી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.એટલે ચિંતન રત્નકણીકાના અક્ષરો વાંચવા બહુ મથામણ કરવી પડતી હશે પરંતુ કોરોના કોવિડ- ૧૯ નો કહેર ઘટયો છે હવે વળી પાછી પૂર્તિઓ પોતાના સ્થાને જ આશે તેવી આશા રાખીએ. ચિંતન રત્નકણીકા તો આપણા હૃદયની જ અક્ષર વંચાઈ જાય ને તોય બધું સમજાઈ જાય છે.કલમ શું કહેવા માગે છે તમારા સાચા હૃદયના આશીર્વાદથી જ આ કોલમને સતત પ્રોત્સાહન મળતું રહે છે. વર્ષોના સંબંધોની ઘટમાળને દિન-પ્રતિદિન હૃદયની ગડમથલને સાંકળીને એક નાનકડી ચિંતનની ચિનગારી દિવ્યજયોત પ્રગટાવવા મથામણ કરે છે ને બીજા શબ્દોમાં કહીએ તો એકમેકના હૃદયનો ભાર તો હળવો કરીને પ્રકાશ પુંજ પ્રફુલ્લતારૂપે પ્રગટાવે છે.ગત માર્ચ ર૦ર૦ ની એકવીસ તારીખ સુધી તો ભારતમાં બધું જ રાબેતા મુજબ ચાલતું હતું પરંતુ બાવીસમી માર્ચ પછી જે શરૂ થયું તેની આંટીઘુંટી હજુ ચાલી રહી છે.વેકસીન આપવાની ચાલુ છે છતાં કોરોના ચૂંટણી ટાણે ગરીબ ગાય થઈને રહ્યો હવે ચૂંટણી પત્યા પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા વચ્ચે આપણે સોશિયલ ડીસ્ટન્સ,માસ્ક, સેનેટાઈઝીંગ, હાથ સફાઈ બાબતે સજાગતા રાખી જીંદગીનો આનંદ માણીએ અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.