ત્રણ વાતે કોરોના આવે, ભીડ, ગંદકી, ભાગમભાગ ! ત્રણ વાતે કોરોના ભાગે, માસ્ક, અંતર, સેનેટાઈઝીંગ!!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

 

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર નોવેલ કોરોના કોવીડ ર૦૧૯ વાયરસને હજુ સુધી કોઈ દેશનું આરોગ્ય તંત્ર ઓળખી શકયું નથી. છતાં વિશશ્વના અન્ય દેશોમાં તેની અસર ઓછી થવા લાગી છે. ભારતના મોટા ભાગના પ્રદેશમાં ગરમીના પ્રકોપ વચ્ચે નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ હળવા વરસાદી ઝાપટાથી થોડીક રાહત સાથે ચોમાસાના પગરણ થઈ રહ્યાં હોય તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. ગુજરાતમાં બીજા રાજયોની સરખામણીમાં કોરોના દર વધુ હોવાના રીપોર્ટ વચ્ચે એક વાત તો સ્વીકારવી રહી કે કોરોના જે હોય તે પણ માનવજાતને કેટલીક સારી બાબતો ચોક્કસ શિખવાડી રહ્યો છે. તેનો અમલ પચાસથી સાઈઠ ટકા લોકો કરે તોય દેશ માટે જ નહીં સ્વાસ્થ્ય કલ્યાણમાં એક સારી પહેલ કહેવાય. પહેલાં તો કામ સિવાય બીનજરૂરી કયાંય રખડવું નહીં જેનાથી અનેક દુષણો બંધ થાય છે. બહાર જવાનું થાય તો નાક, મોઢા પર માસ્ક પહેરવો હાથને સાબુથી બરાબર સાફ કરી સેનેટાઈઝીંગ કરવાને જ્યાં જાઓ ત્યાં અડોઅડ નહીં પણ સોશ્યલ ડીસ્ટીંગ રાખીને કામ લેવડ દેવડ કરો. આ બાબત સિવાય લગ્ન-મરણ સમારંભો, સભામાં કેટલાક કડક નિયમોનો અમલ કરવામાં આવ્યો. જેમાં ઘણી સારી હકીકત જાવા મળીને જે પ્રત્યે દરેક સંપ્રદાય, સમાજે નોંધ લઈ કાયમી અમલમાં મુકવા જેવું છે. લગ્ન-મરણ કે ખુશાલીના અન્ય પ્રસંગો પરિવાર સાથે ઉજવો પણ બહુ અતિશયોક્ત ન કરો.તમારો પૈસો પરિવાર તમારો જ છે જેમાં એક ધનાઢય પરિવાર સામાન્ય પ્રસંગમાં લાખોનો ખર્ચ કરે ત્યારે એ જ સમાજમાં કેટલાક પરિવાર એવા હોય કે તે આવા ખર્ચા ન કરી શકે પરંતુ એકે કર્યો તે રીતરીવાજ બની જાય ને ના છૂટકે અસમર્થ હોય તેવા પરિવારે દેવું કરીને પણ એવું જ કરવું પડે છે. આ સત્ય હકીકત કોઈ એક સમાજની નથી પણ દરેકમાં આવો પ્રભાવ જાવા મળે છે એટલે નોવેલ કોરોના કોવિડ વાયરસે મરણમાં વીસને પરણમાં પચાસની મર્યાદા બાંધી સભા સમારંભો બંધ કર્યા પરંતુ ખાનગીમાં કહું તો આ નેતાએ મોટા લાગવગીયા પરિવારને લાગુ ન પડે તેમને તો એક જ છે. અમને કયાં કંઈ નડે છે ? તો કોરોના નડશે આ તમે ને મેં હરતા ફરતા નજરે જાયેલી હળવી મજાક છે. બાકી સાચં આ લોકશાહીમાં બોલી શકાય ખરૂં ?કોઈ ચમચો દોડીને સાહેબને ભેટીને અર્થનો અનર્થ કરી મુકે ને અત્યારે ‘સાહેબો’ બહુ ફુટી નીકળ્યા છે છતાં કોરોના કોવીડ વાયરસ ભારતીય પ્રાચીન પરંપરાને ઉજાગર કરતો એક સ્વાસ્થ્ય વાયરસ છે જેમાં ભારતીય રસોડાના હળદર, હીંગ,અજમો, આદુ, તુલસી,જીરૂ, ધાણા, લીમડો,તજ, લવીંગ,મરી, સુવા, મેથી, સીંધાલુણ, ફટકડી, મીઠું, ઈલાયચી, તમાલપત્ર, ગળો, અરડુસી જેવી ઔષધીય વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે બનાવેલી જ વસ્તુઓનો ઉપયોગ કરો.બહારના ખુલ્લા, વાસી એક જ તેલમાં વારંવાર તળવામાં આવતા ફાસ્ટફુડનો ઉપયોગ ટાળો ને સ્વસ્થ રહો. કોરોના કયાં ? ફકત બહાર અને બહારના ખાદ્ય ખોરાક ખાતા લોકો જ સંક્રમીત બને છે ને ત્યાંથી જ કોરોના આવે છે. એ વાત સૌ સ્વીકાર્ય છે.
વાચક મિત્રો ચાર લોકડાઉન પછીના પહેલા અનલોક ડાઉનમાં આપણે અચાનક જ બહુ ખુલ્લા થઈ ગયા છીએ ત્યારે એક બાબત અવશ્ય ધ્યાનમાં રાખવાની કે કોરોના કોવીડ વાયરસ હજુ ગયો નથી. આગળ થોડા દિવસોમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે. આપણે આપણી સલામતી રાખવી જરૂરી છે.કેન્દ્ર, રાજય સરકાર બહારના હવામાનને ધ્યાનમાં રાખીને નીતિ નિયમો ઘડે છે ત્યારે તેનું પાલન કરી તેમાં સહયોગ આપવો જ જાઈએ.વાયરસ એ વાયરસ છે કોને કયાં ભીડાઈ જાય તે કહી ન શકાય તેના માટે સ્વચ્છતા એક જ ઉમદા ઔષધ છે.કોરોનાની કોઈ દવા કે રસી શોધાઈ નથી. કારણ કે કોરોના શું છે તેની હજુ કોઈને ખબર પડતી નથી. એટલે તો આપણે અર્થ વ્યવસ્થાને સાચવવા અન લોકડાઉન તરફ વળ્યા છીએ.શીતળા માતા, બળીયાદેવ બનાવવા નથી પણ એક વાત તો ચોક્કસ ધ્યાનમાં રાખો કે થોડા મહીના મહેમાનગતિ મેળાવડા બીનજરૂરી રખડપટ્ટી અને બહારના ખોરાકને ટાળો, ઘરમાં જ રહો સ્વસ્થ રહો એ જ ઉમદા દ્રષ્ટીકોણ કેળવો.તમે સલામત હશો તો પરિવાર, પાડોશીને સમાજ સાથે સૌ કોઈ સુરક્ષિત રહેશે. આ ઉમદા પહેલને પકડી રાખો, સદા ખુશ રહો. જરૂરીયાત મુજબ હરો ફરો એસટીબસ, રેલ્વે એ તમારી માલિકીની ગાડી રોડ પર ફરતી થઈ છે પણ બહાર કોરોના છે જ એ ભુલતા નહીં. અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.