જાણે સમજે ધર્મને, પણ ન કરે વ્યવહાર ! વૃથા બોજ લઈને ફરે કેવા મૂઢ ગમાર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

દેશમાંથી હવે કોરોના ભાગી જશે તેવો હાશકારો ગયા શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવતાં જ અનુભવ્યો.હવે સુઆરોગ્યની અનુભૂતિનો અહેસાસ આઠ મહીના બાદ સત્તર પ્રોજેકટોનું લોકાર્પણ કરતાં જ લોકોનો ઉત્સાહ વધ્યો છે. ૩૦ મી ઓકટો.દશમા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન અને ગુજરાતી ફિલ્મી સંગીતના મહારથી મહેશ કનોડીયા અને મોટા સુપરસ્ટાર નરેશ કનોડીયાના દુઃખદ અવસાનથી વ્યથિત થયેલા વડાપ્રધાન બંને પરિવારને સાંત્વના આપવા સીધા જ ગાંધીનગર પહોંચ્યા હતા ને તે પછી આરોગ્ય ઔષધિય વનથી માંડીને સી પ્લેનમાં અનેક પ્રોજેકટની ભેટ ગુજરાતને સમર્પિત કરી છે. ગુજરાતમાંથી કોરોના કોવિડ-૧૯ નો દાનવ હળવો થશે એટલે લાભપાંચમથી શાળાઓ શરૂ થશે તો વાલીઓની ઈંતજારીનો અંત આવશે કે પોતાના બાળકો ઘરે નવરાં બેઠાં કંઈક આડા રવાડે ચડી રહ્યાં છે તે થોડા કલાકનો અભ્યાસમય બનશે. ખરેખર બાળમાનસ માટે ભયંકર પરીસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.આ રોગચાળા વાયરસે જાે સીધી આડકતરી ભયંકર અસર કરી હોય તો યુવાધન ઉપર છે. નોકરી ધંધા રોજગારની સાથો સાથ અભ્યાસ ઠપ્પ છે.ચૂંટણીઓ યોજાય તેમાં ગમે તેટલા લોકો ભેગા થાય તેમને કોઈ જ નીતિ નિયમ લાગુ પડતા નથી ને સામાન્ય જન આજે દંડાઈ રહ્યા છે. આ લોકશાહી કયાંની ? પ્રજા આજે ર૦ર૦ માં મૌન બની ગઈ છે.તેમને બોલવાની કે ટીકા કરવાની આઝાદી રહી નથી. હમણાં સુપ્રિમ કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, દેશને અભિવ્યક્તિ માટે તો મુકત રહેવા દો. સરકારની ટીકા કરનારા સામાન્ય લોકોની સતામણી બંધ કરો.આ પ્રકારનું નિવેદન કરનારા સામાન્ય લોકોની સતામણી બંધ કરો.આ પ્રકારનું નિવેદન ચુકાદો કે ટકોર સુપ્રિમ કોર્ટ કયારે કરી હશે તમે જ એક બુધ્ધિશાળી જીવ તરીકે વિચાર કરો ને આજે ઝડપભેર દેશ હીટલરશાહી તરફ આગળ વધી રહ્યો છે જે બાબતે કોણ બોેલે ?હમણાં અમારા કાંકરેજ તાલુકામાં રૂવેલ ગામના સરપંચના પતિએ મામલતદારને બાતમી આપી કે તમારા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ર૦ બોરી ભરીને એક ટેમ્પો થરા માર્કેટયાર્ડમાં આ જગ્યાએ વેચાણાર્થે આવી રહ્યો છે.કાંકરેજ મામલતદાર પુરવઠા મામલતદાર ટીમે વોચ ગોઠવી બાતમી મુજબ સસ્તા અનાજની ર૦ બોરી ભરેલ ટેમ્પો પકડાયો જેની અસર જિલ્લા સુધી થઈને જિલ્લા પુરવઠાના નિરીક્ષકો રૂવેલ ગામે જઈને તપાસ કરી ત્યાં રાજકીય સમર્થકો જેવું થયું કહેવાય.ભાડુઆતી લોકો દોડી આવ્યા ને કહેવા લાગ્યા કે અમારા ગામના દુકાનદાર તો ગામમાં સારા છે ને પુરવઠો બધાને પૂરતો આપે છે ત્યારે જિલ્લા પુરવઠા નિરીક્ષકો માટે મોટું કૌભાંડ પકડવાનો માર્ગ ખુલ્લો થયો તેમ કહેવાય.જાે રૂવેલ ગામમાં બધાને સસ્તા અનાજ, ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો મળતો હોય તો આ ઘઉંનો જથ્થો આવ્યો કયાંથી ?શું પુરવઠા ગોડાઉનમાં દુકાનદારો કહે છે તેમ ત્યાં જ કટીંગને ઘર બધું થઈ બારોબાર નીકળે છેે ? ને રૂવેલ ગામની બાતમી આપનાર સરપંચના પતિ તો સાચા પડયા પણ સસ્તા અનાજની દુકાનના દુકાનદારની તરફેણ કરવા આવેલ ટોળાની પોલીસે મામલતદારે ઉલટ તપાસ કરી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી જાેઈએ કે નહીં ? આમાં કંઈ નહીં થાય.આજની ચિંતન રત્નકણીકામાં આ તાજાે કિસ્સો એટલા માટે લીધો છે કે કોરોના કોવીડ-૧૯ માં કેન્દ્ર રાજય સરકારે ગરીબો જ નહીં તમામ વર્ગને ઘણું બધું સસ્તા અનાજની દુકાનેથી મફતમાં આપ્યું આ બધું બારોબાર કાળા બજારમાં ધુમ વેચાયું જેની કોઈ તપાસ બપાસ થતી નથી એટલે બહુ ગંભીર ના બનતા. ગુજરાતમાં કડક દારૂબંધી છે.બોલો કયાંય એક બાટલીએ દારૂ મળે છે ખરો ? (ખોખાને પેટીઓ જાેવે એટલી મળે હો પણ કોઈને ખબર નથી) બસ આવી વાત છે.સસ્તા અનાજનો પુરવઠો ગરીબો કરતાં મોટા પેટવાળા ઝડપભેર ખાઈ જાય છે. સાચું બોલવું નહીં અત્યારે મૌનને પણ કાન ઉગી નીકળ્યા છે. હા એટલે સજાગ રહેજાે.
વાચક મિત્રો દિવાળી,નૂતન વર્ષના તહેવારો આડે હવે ગણ્યા ગાંઠયા દિવસો જ બાકી રહ્યા છે. બજારમાં ખરીદી સાથે ભાવ વધારો બેફામ થઈ રહ્યો છે.કોઈ અંકુશ નથી.મગફળીની સીઝનના તેલીયારાજાઓ મગ ખાંડને ચોખા,ચા, બટાકા, ડુંગળીને લસણ શાકભાજી બધું જ ભડકે બળે છે પણ તેનો લાભ ખેડૂતોને કે પશુપાલકોને કયાંય નથી હોં.સંગ્રાહખોરો અત્યારે મૌન છે ડીસા નગરવાસીઓને સારી રીતે ખબર છે નહીંતર કયારના ય સડેલા બટાટા રોડ પર નાખીને ખોટી કાગારોળ કરી હોત ને નિર્દોષ લોકોને બદબુને રખડતાં પશુઓને ખેર જવા દો..બધું ચાલે છે, દિવાળી છે એટલે અત્યારે ભેળસેળ નકલખોરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ બહુ સક્રિય છે.શેમાં એ તો કંઈ ચોખવટ કરવાની જરૂર નથી ને જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ બધા ખાતા થઈ જશે. બોણી માતા કી જય બોલાવવામાં બસ વધુ ચિંતન નથી કરવું, નહીંતર સસ્તા અનાજનો સો ટકા માલ કાળા બજારમાં જતો હશે તોય ગ્રામજનોને પુરતો પુરવઠો મળે છે તેવું કહેનાર ટોળી મળી રહેશે. અસ્તુ ચિંતન કરશો…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.