એન્જીનિયર બનવા જતાં જતાં એક સફળ, કર્મઠ અને પ્રેરણાદાયી શિક્ષક બનેલા ડીસાના પ્રવિણભાઈ સાધુ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

તમામ પ્રકારના વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વોત્તમ છે.શાસ્ત્રોમાં તો શિક્ષક કે ગુરૂજીને અવ્વલ દરજ્જાનું સ્થાન અપાયું છે.સમયની થપાટોએ જેમ દરેક ક્ષેત્રને અસર કરી છે એમ શિક્ષણ ક્ષેત્રને પણ ચોક્કસ લુણો લાગ્યો છે; છતાં પણ આજે હળાહળ કળિયુગમાં અનેક પ્રેરણાદાયી શિક્ષકો છે જેને સલામ કરવાની અવશ્ય ઈચ્છા થાય.તા.૧-૬-૧૯૬૩ ના રોજ પિતા મફતલાલ બેચરદાસ સાધુ અને માતા ચંચળબેનના પરિવારમાં પાટણ જિલ્લાના રણુંજ ખાતે જન્મેલા પ્રવિણભાઈ સાધુએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રણુંજ ખાતે પૂર્ણ કર્યું.૧૯૭૯ માં પાટણની કે.ડી. પોલી ટેકનીક કોલેજમાં સિવીલ ડિપ્લોમા માટે પ્રવેશ લીધો.છ માસ અભ્યાસ કર્યો પરંતુ તે વર્ષે જ પી.ટી.સી.માં એડમીશન મળતાં ફર્સ્ટ કલાસ સાથે પી.ટી.સી.પૂર્ણ કર્યું.રાત્રે જાેયેલાં સ્વપ્નો પૂરાં કરવા માટે દિવસે સખત મહેનત કરવી પડે તેમ પ્રવિણભાઈએ પણ પોતાનાં સ્વપ્નો પુર્ણ કરવા માટે ચાલુ નોકરીએ જ ધો.૧ર, બી.એ.,એમ.એ.,બી.એડ., સી.સી. સી.ડી.વિગેરે પૂર્ણ કરેલ.શિક્ષક તરીકની તેમની મંજિલ ૧૬-૧-૧૯૮૪ થી સાંતલપુર તાલુકાની ચડીયાણા પ્રા.શાળાથી શરૂ થઈ.પ-૪-ર૦૦ર થી ૩૧-૭-ર૦૧૭ સુધી તેઓ ડીસા બી.આર.સી.કો.ઓર્ડીનેટર રહ્યા. ૩-૧-ર૦૧૮ થી એચ. ટાટ (હેડ ટીચર) તરીકે ચી.હં.દોશી પે.કેન્દ્ર શાળા ખાતે ફરજ બજાવે છે અને તા.૩૦-૬-ર૦ર૧ ના રોજ સેવા નિવૃત્ત થશે.
અનેક એવોર્ડથી તેમણે જીવનને સફળ બનાવ્યું છે. આંબેડકર ફેલોશીપ એવોર્ડ દિલ્હી, મહાત્મા જયોતિબા ફૂલે એવોર્ડ દિલ્હી,શ્રેષ્ઠ બી.આર.સી.કો.ઓ.એવોર્ડ, ક્રિયાત્મક સંશોધન એવોર્ડ, ધો.પથી ૭ ના હિંદી વિષયના લેખકનો એવોર્ડ,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનો શિક્ષક સન્માન એવોર્ડ,પી.ડી.પી.વર્કશોપ નોબલ ટીચર એવોર્ડ એમ અનેક એવોર્ડથી તેઓ સન્માનીત થયા છે.‘કાલે સવારે ફરી સૂરજ ઉગશે તો નિષ્ઠાપૂર્વક બાળકોને ભણાવવામાં ધગશ રાખીશ’ એ મુદ્રાલેખ સાથે જીવતા પ્રવિણભાઈ શાંત, સરળ, નિયમિત, નિષ્ઠાવાન, કર્મઠ, જાગૃત, વિદ્યાપ્રેમી, બાળપ્રેમી અને શાળાપ્રેમી છે.પોતાના પરિવારના બે મોટા ભાઈ દિલીપભાઈ, જયંતિભાઈ અને બે મોટી બહેનો જશોદાબેન, કમળાબેન તેમજ તેઓ સૌથી નાના છે.સૌથી મોટાભાઈ ૧૯૭૧ માં લશ્કરમાં જાેડાયા અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પ્રવિણભાઈએ શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરી. તેમનાં ધર્મપત્ની મધુબેન અને બાળકો તુષાર,ચિરાગ, પુત્રવધુઓ ભૂમિકા,ફાલ્ગુની પણ પ્રવિણભાઈના જીવનકાર્યથી રાજીપો વ્યકત કરે છે. પ્રવિણભાઈને અભિનંદન આપવા તેમનો મો.નં.૯૪ર૬પ૪૧૪૧૩ છે.પ્રાથમિક શિક્ષક તરીકે જાેડાયા બાદ તેમણે આજીવન વિદ્યાર્થી જ રહેવાનું નક્કી કર્યું અને તેથી રોજ શિક્ષણક્ષેત્રે કંઈક નવું કરતા રહેવાની તેમની ધગશ કાબીલેદાદ છે.મીનીમમ લેવલ ઓફ લર્નીંગ, જી.સી.ઈ. આર.ટી.તેમજ ડી.પી.ઈ.પી.દ્વારા યોજાતી નાવીન્યપૂર્ણ તાલીમના તજજ્ઞ તેમજ સંચાલક તરીકેની તેમની ભૂમિકા મહત્વની રહી છે.શિક્ષક તાલીમ, અધવચ્ચે ઉઠી જતાં બાળકોને શાળા પ્રવેશ, કન્યા કેળવણી, વિકલાંગ બાળકોનું શિક્ષણ એ ચાર બાબતોમાં તેમની કામગીરી પ્રેરણાદાયી રહી છે.એસ.આર.જી.(સ્ટેટ રીસોર્સ ગ્રુપ), સેતુ, પ્રાથમિક શિક્ષણ સરવાણી, ભાર વિનાનું ભણતર જેવી બાબતોમાં પણ તેમણે સરાહનીય કામગીરી કરી છે.જૂન ર૦૧૪ માં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન અંતર્ગત ધો.૬ થી ૧ર સુધી મોડેલ સ્કૂલ ડીસાની સ્થાપના અને તેના નવીન બિલ્ડીંગ નિર્માણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.જુલાઈ ર૦૧પ માં ધો.૯ થી ૧ર સુધીની કન્યાઓ માટે તેમણે ‘ગર્લ્સ હોસ્ટેલ’ નો પ્રારંભ કરાવ્યો.ચાઈલ્ડ વીથ સ્પેશ્યલ નીડ હેતુ હેઠળ વિકલાંગ બાળકો માટે ર૦૦ર થી ર૦૧૭ દરમ્યાન તેમણે ખુબ સારી કામગીરી કરી અને આ માટે વિકલાંગો માટે કામ કરતી મુંબઈની રત્નનિધિ ચેરીટેબલ ટ્રસ્ટની મદદ પણ ઉપયોગી નીવડી.
રાષ્ટ્રીય કામગીરી જેવી કે ચૂંટણી, વસતી ગણતરી, આર્થિક મોજણી,વૃક્ષારોપણ, પોલીયો રસીકરણ, વ્યસન મુક્તિ અભિયાન,સાક્ષરદીપ કાર્યક્રમ,પર્યાવરણીય સમતુલા, સ્વચ્છતા,વસ્તી શિક્ષણ,શાળા સ્વચ્છતા જેવા અનેક કાર્યક્રમોમાં તેમણે સાચા દિલથી કામગીરી કરી સંતોષ અને સફળતા પ્રાપ્ત કરેલ છે.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ‘લોક કલ્યાણમેળા’ શરૂ કરેલ તે વખતે પણ બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન ઉત્સાહી કલેકટર આર.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ‘મારે ગરીબ રહેવું નથી’ નાટીકાના બનાસકાંઠા જિલ્લામાં ૧૧ સ્થળો ઉપર ડીસાની ટીમ દ્વારા શો કરી પાંચ લાખ લોકો સુધી જનજાગૃતિ ફેલાવવા અંતર્ગત આ ટીમના કન્વીનર તરીકે પ્રવિણભાઈએ સરસ કામ કર્યું હતું અને આ માટે ૧પ ઓગષ્ટ ર૦૧૧ ના રોજ શિહોરી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન વખતે આરોગ્ય મંત્રી નીતીનભાઈ પટેલના વરદહસ્તે તેમનું દબદબાભેર સન્માન કરાયું હતું.વાંચન, પ્રવાસ, સાહિત્યસર્જન,સારા માણસોનો સંપર્ક એ એમના મુખ્ય વિષયો છે.બે વાર તેઓ નેપાળ ગયેલા છે અને ભારતના અનેક સ્થળોએ પણ પ્રવાસ કરેલ છે.ચી.હં.દોશી પે કે.શાળામાં જાેડાયા બાદ રોટરી કલબ, ડીસા દ્વારા રૂપિયા અગિયાર લાખના અનુદાનથી તેમજ દાતાઓ અને સરકારના સહયોગથી શાળામાં ભૌતિક સુવિધાઓ વધારવા માટે તેમણે પ્રશંસનીય કામગીરી કરી છે.શાળાનો તમામ સ્ટાફ,વાલીગણ, દાતાશ્રીઓ, અધિકારીઓ વિગેરે પ્રવિણભાઈના સુચારૂ કાર્ય અને સંચાલનથી રાજીપો અનુભવે છે અને તેમને પણ સારૂં કાર્ય કર્યાનો સંતોષ છે. શિક્ષક બનવું સહેલું છે પણ સારા શિક્ષક બનવા માટે નિઃસ્વાર્થ મહેનત કરવી પડે છે.ડીસા-બનાસકાંઠાને એક સારા,સફળ, સરળ,સાહજીક,સમજુ શિક્ષક પ્રવિણભાઈ સ્વરૂપે મળ્યા છે એ બદલ પ્રવિણભાઈને કોટિ કોટિ વંદન,અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.