આધ્યાત્મિકતા, નૈતિકતા અને પ્રમાણિકતાના સહારે નિજાનંદી જીંદગી જીવતા ડીસાના વડીલ જીવરામભાઈ પોપટ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ખુમારી અને નીડરતાથી જીવવા માટે જીવનમાં નૈતિકતા અને પ્રમાણિકતા જેવા સદગુણો જરૂરી છે.રઘુવંશી લોહાણા સમાજમાં વિવિધ ગોળ અને નુખ છે અને મોટા ભાગે બધા જ મહેનતુ અને ઉત્સાહી છે.પારકર લોહાણા સમાજ પરોપકારિતા, ધાર્મિકતા, જીવદયા, પરિશ્રમ,પ્રમાણિકતા અને આગવી દ્રષ્ટી ધરાવતો સમાજ છે.૧-૧-૧૯૪૬ ના રોજ પિતા ભીમજીભાઈ અવચળભાઈ પોપટ અને માતા કાસુબેનના પરિવારમાં નગરપારકરના નગર ખાતે જન્મેલા જીવરામભાઈ પોપટે નગરની પ્રા.શાળામાં ધો.૬ સુધી અભ્યાસ કરેલો છે.૧૯પ૬ માં પાકિસ્તાનથી તેઓ હિંદુસ્તાન ખાતે માબાપ સાથે આવ્યા અને ભાભર ખાતે સ્થાયી થયા. ૧૯૮૧ માં તેઓ ડીસા આવ્યા.હરજીવનભાઈ, મેનાંબેન, શાંતાબેન, જીવરામભાઈ, રાયચંદભાઈ એમ પાંચેય ભાઈ-બહેનોનાં પરિવારજનો સમગ્ર ગુજરાતમાં સારી રીતે સેટ થયેલ છે.કટલેરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીવરામભાઈએ ભાભર અને ડીસા એમ બેઉ સ્થળોએ તેમના વ્યવસાયને મહામહેનતે વિકસાવ્યો,લોકપ્રેમ મેળવ્યો અને અનેક વ્યાપારિક સંબંધો પણ ઉભા કર્યા.પૈસા કરતાં પ્રાર્થના અને પરોપકારને વધારે મહત્વ આપતા જીવરામભાઈએ પ૦ વર્ષની ઉંમર પછી સમગ્ર જીવન બદલી નાખ્યું અને આધ્યાત્મિકતાનો માર્ગ પકડયો.

માનનીય દશરથભાઈ આચાર્ય અને હરેશભાઈ જાેષીના માધ્યમથી તેઓ ડીસા ખાતે ૧૯૯૧ માં ગાયત્રી પરિવારમાં જાેડાયા. અમૃતભાઈ આચાર્ય જેવા ગાયત્રી પરિજન સાથે પણ ગાઢ મિત્રતા થઈ તેનું સ્મરણ તેઓ આજે પણ હરખભેર કરે છે. તેમનાં ધર્મપત્ની સાવિત્રીબેન પણ ખુબ જ ભક્તિભાવવાળાં ગાયત્રી પરિજન અને પરમ જલારામ ભકત હતાં પણ તેઓ પ્રભુના પ્યારાં થઈ ગયાં છે. સારૂં સારૂં વાંચવું,લખવું,સારૂં સાહિત્ય વહેંચવું, સારૂં સાહિત્ય શોધવું એ જ જીવરામભાઈના જીવનનો ક્રમ બની ગયો. સ્વામી તદ્‌ રૂપાનંદજીની અષ્ટવક્રગીતા તેમણે ત્રણ વાર ખુબ જ ધ્યાનથી વાંચી છે અને તેની અસર તેમના જીવન ઉપર પણ થઈ છે. ૧૯૯૧ માં ડીસા ખાતેના એમના મહેશ જનરલ કટલેરી સ્ટોરમાં પણ આગ લાગેલી એ પછી પણ એમનું જીવન બદલાયું અને તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા. હરિદ્વાર અને ઋષિકેશ જવાનું ઘણીવાર થયું.નાદુરસ્ત તબિયતને લીધે છેલ્લા બે વર્ષથી હરિદ્વાર જઈ શકતા નથી. ગાયત્રી પરિવાર ડીસાના એક સમર્પિત પરિજન તરીકે તેમણે ઘણું સારૂં કામ કર્યું.તેમને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૪૦૯૧૪૩પ૯૦ છે.દ્વારકા, જુનાગઢ, પોરબંદર મોટા ભાગનું સૌરાષ્ટ્ર, અંબાજી એમ અનેક સ્થળોએ ફર્યા છે પણ હરિદ્વાર તેમને ખુબ જ ગમ્યું છે.અંબાજી ગાયત્રી મંદિર ખાતે તેમણે અનુષ્ઠાન પણ કરેલ છે. જલારામ મંદિર આબુરોડ, ડીસા, ધાનેરા, થરામાં તેમના પરિવારનો સહયોગ રહ્યો છે સાથેસાથે ભાભર-ડીસા ગૌશાળાઓ સહિત વિવિધ ગૌશાળાઓમાં પણ તેમણે યોગદાન આપ્યું છે.

જીવરામભાઈ પોપટે જીવદયા, ગૌસેવા અને સમાજ સેવા માટે હરહંમેશાં તૈયારી બતાવી છે અને એ માટે જરૂરી આર્થિક યોગદાન પણ આપ્યું છે.તેમના પરિવારના સભ્યો ચંદ્રિકાબેન,મહેશભાઈ, હંસાબેન,સંતોકબેન,ભરતભાઈ, હરેશભાઈ અને પુત્રવધુઓ અલકાબેન, રેખાબેન, નયનાબેન, પૌત્રો-પૌત્રીઓ સહિતના સમગ્ર પરિવારને જીવરામભાઈ અને સાવિત્રીબેનના પુરતા આશીર્વાદ, સંસ્કાર અને માર્ગદર્શન મળેલ છે.

આબુરોડ જલારામ મંદિરના નિર્માણ વખતે પણ જીવરામભાઈના સુપુત્ર મહેશભાઈએ પુરતો સમય અને સહયોગ આપ્યો હતો અને તેથી જ સાથે કામ કરનારા સહયોગીઓ પ્રવિણભાઈ એસ.હાલાણી, બળદેવભાઈ ગટ્ટા, પ્રભુદાસભાઈ ઠક્કર, સુરેશભાઈ કારિયા, મહેશભાઈ ઉદેચા,તુલસીભાઈ પલણ, ભગવાનભાઈ બંધુ સહિતના સૌ કોઈએ મહેશભાઈની કામગીરીથી ખુબ જ રાજીપો વ્યકત કર્યો હતો.તા.ર૩-૧ર-ર૦ર૦ ને બુધવારે સાંજે ૭ વાગે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાભાઈ ખત્રી, મહેશભાઈ ઉદેચા સહિતના જલારામ ભકતોએ જીવરામભાઈના નિવાસસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત લઈ ચર્ચા કરી ત્યારે તેઓ જીવન, પરિવાર અને પરમાત્માથી પૂરતા સંતુષ્ઠ હતા.

ભાભરના મોહનલાલ લવજીભાઈ તન્ના તેમના સસરા થાય અને તેમના કાકા સસરા એવા કાનજીભાઈ લવજીભાઈ તન્ના આર્ય સમાજનું ખુબ જ મોટું કામ કરી રહેલ છે. વાત વાતમાં જીવરામભાઈએ એક સરસ વાત કરી કે, ‘જીવનમાં મેં જે કંઈ કર્યું છે તેનો મને પુરતો આનંદ છે’ વધારે પડતી કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી.કોરોના કાળમાં ૩૩૦ જેટલા માણસોને ફોન કરીને તેમની ખબર અંતર પુછનાર જીવરામભાઈએ દિવાળી ઉપર પણ ૭૦ જેટલા સેવાભાવી વ્યક્તિઓને ફોન કરી સમાચાર લીધા હતા. સારા માણસો જાેડે વાત કરવાની મને ખુબ જ મજા અને આનંદ આવે છે તેવું જણાવતાં જીવરામભાઈ ખુબ જ રાજી થાય છે. જીવરામભાઈ પોપટ પરિવારના કુળદેવતા ક્ષેત્રપાળ દાદાનું મંદિર આડેસર ખાતે છે તો તેમની કુળદેવી માતા બુટ ભવાની માતાનું મંદિર આધોઈ ખાતે છે ત્યાં પણ તેમને વારંવાર જવાનું થયું છે.નિઃસ્વાર્થ, નિખાલસ, નિરાભિમાની, નીડર એવા જીવરામભાઈ કોઈની પણ ખટપટ કરવામાં માનતા નથી અને સત્કાર્યો કરતા સારા માણસોને હંમેશાં પ્રોત્સાહન આપે છે.૭પ વર્ષની ઉંમર ધરાવતા જીવરામભાઈ આજે પણ તેમના ભવ્ય ભુતકાળ અને કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરીને આનંદ તેમજ ગૌરવ અનુભવે છે. જગત પિતા પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી તેમની તંદુરસ્તી ખુબ જ સારી રહે તેવી સદભાવના સાથે તેમનાં જીવનકાર્યોને કોટિ કોટિ વંદન…અભિનંદન…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.