અંધભક્ત ન ધર્મ છે નહીં અંધવિશ્વાસ ! શ્રદ્ધા વિણ વિવેકની કરે ધર્મનો નાશ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

મગનકાકા ઓમ હવાર હવારમાં ચ્યાં હેડયાં ? શું કાકી હરદ્વારથી આવે છે કે શું ? અલ્યા છગનીયા હમણાથી ચ્યો મરી જયો તો તે હવે દેખાણો અને મુ જ્યારે નેકળું ત્યારે પાછળથી બુમો પાડીને હેબતાઈ નાખે શે.. બોલ તારે શું કોમ શે ? અરે, મગનકાકા હવાર હવારમાં ઓમ ચ્યમ ખીજાઈ જાઓ છો ? આ તો તમને ઘણા દા’ડે જાયા એટલે હરખપદુડો થઈ જયોને બુમ પાડી. હાચું કવ.. મગનકાકા તમને જાઉં તારે બવ આનંદ થાય હો.. મગનકાકા હેપી ન્યુ ઈયર.. અલ્યા છગનીયા આ અંગ્રેચી ચ્યાંથી શીખી આયો. આપણે તો રોમરોમ કે જેશ્રીકૃષ્ણ કરવાનું હોવા આ અંગ્રેચીવાળા ચ્યારે રોમ રોમ બોલે છે ખરા ? તો આપણે ચ્યમનું કરવાનું આ તો હિંદુઓનું હળાહળ અપમાન છે બેટા.. આપણી દિવાળી બેહતા વરહે આપણને એ બધા રોમ રોમ કરશે તારે જ આપણે હવે પેલું તું બોલ્યો, તો ઈ કેશું ? મગનકાકા આટલા વરહમાં હવે ચ્યમ ઓમ બોલ્યા, આપણે તો પેલું ભજન ગાતાં તા ઈશ્વર અલ્લા તારૂં નામ સબ કો સનમતી દે ભગવાન..!! અને અતારે નેતાઓ સર્વધર્મ સમભાવની જાહેરાત કરે છે ને ઓમેય આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે એટલે આવા બધા ગતકડા કર્યા વગર એમ નથી લાગતું કે આ ખેડૂતોને ખાતર, દવા, બિયારણ,પશુપાલકોને ઘાસચારો, મધ્યમવર્ગને કુરિવાજા,વ્યસનો બીજી બદીઓથી બચાવીને દેશમાં સારૂં હવામાન થાય તેવા કામો કરવા જાઈએ.અલ્યા છગનીયા તું તો હિંદુ વિરોધી છે તારામાં સુદ્ધિ બુદ્ધિ એ કે નઈ આ પાકિસ્તાનીઓ બવ મજબુત થતા જાય છે. હવે આપણે હોમેથી તું અંગ્રેચીમાં બોલ્યો તે નવા વરહનું કેવાનું.. આપણાને મોંઘવારી,ભ્રષ્ટાચાર, ભેળસેળ, સટ્ટાખોરી, સંગ્રાહખોરી, ચ્યો નડે સે અને તું કાન ખુલ્લા કરીને હાંભળી લે. ભુલેચુકેય મોંઘવારી, ભ્રષ્ટાચાર એવી બાબતોમાં ચ્યો બોલતો નઈ..નહીંતર તારૂં આવી બનશે.. દેશનો વિકાસ કરવો હશે તો સહનશક્ત રાખવી પડશે તારા જેવા દેશદ્રોહીઓ જ છે જે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી બાબતે બોલશે. બાકી આખો દેશ ભારત માતા કી જય વંદેમાતરમ બોલીને ભેળસેળયુકત ખાદ્ય ખોરાકો ખાઈને મોંઘવારી પચાવી રહ્યા શે.. આપણા બનાહકાંઠામાં ચેટલાક વિસ્તારમાં તીડડાં આયાંને નેતાઓએ થાળી દોડીયાં વગાડીને ભગાડી મૂચ્યાં. બીજી બાજુ ઉંદરોએ નર્મદાની નેરમાં પોલાણ કરતાં ચ્યાંક ચ્યાંક તુટી હવે ઉંદરો નેર ખાઈ જાય એમાં બચારી સરકાર શું કરે તું જ કે ? મગનકાકા હરદારથી કાકી આઈને તમને હવાર હવારમાં હુઠ વાળી રાબ પાઈને મોકલ્યા શે કે શું ? અરે છગનીયા તાર કાચી તો કાલ રાતે અમદાવાદ ટેશને ઉતરશે. આ તો સુરીયાની વહુ રાંધવા બેહતી ત્યાં ઘરમાં બટાટું એક પડયું તું મને કે બાપા બટાટા લઈ આવો ને એટલે બટાટા લેવા જતો તો લોહણ અને ડુંગળીએ લાવવી શે..મગનકાકા લોહણ ડુંગળી થોડા વધુ લાવજા.. હો કે વળતા બેચાર ડુંગળીને લોહણના દડા મારા ઘરે મુકતા જાજા.. અલ્યા છગનીયા સુરીયાની વહુએ પચાસ રૂપિયા આલ્યા શે ?એમાંથી કીલો બટાટા, ટામેટાને કોથમરી લાવવાની શે એમાંથી લોહણ ડુંગળી મગનકાકા હાચું કેજા પેલા પચાસ રૂપિયાનું એટલું લાવતા તા હવે બટાટા, ડુંગળી, લોહણ ચેટલું આવશે ? છગનીયા આ મોંઘવારીએ તો મારી નાખ્યા શે.. ચમ કાકા અતાર હુધી બોલતા ને હવે ચ્યાંથી મોંઘવારી નડી ? છગનીયા ડીહા સાબરકાંઠાને કાઠીયાવાડમાં બટાટા ડુંગળીના ગંંજ ખડકાયેલા છે. પેલા કોલ્ડ સ્ટોરેજામાંં લાખો ટન પડયાં શે પણ કુણ કઢાવે ? બધાને રાષ્ટ્ર પ્રેમ છે ફકત હીંદુ, મુસ્લમ હુધીનો હાચું કોઈને બોલવું નથ ને મારા જેવા ધૈઈડા હાચું બોલે તો સુરીયાને સુરીયાની વહુ જેવા દબાઈ દે હવે શોના માના બેહો. તમને દેશમાં શું થાય છેએની ખબર નથી મુસ્લમોને પાકિસ્તાન ડોળા કાઢી ચ્યું શે ચીન બધી મગફળી ખરીદીને જતું રયું. બિચારી સરકાર શું કરે ? લોહણ ડુંગળી, બટાટા, તેલ ચ્યાં રોજ ખાવા જાઈએ છે ? મગનકાકા તમારી વાત હાવે હાચી આજે કોઈને કોય બોલવાનો અધિકાર જ નથી. બટાટા, ડુંગળી, લોહણ, સીંગતેલ, ગોળ, ખાંડ, દાળ ચોખા અને દુધ, દહીં હાચવી હાચવીને ખાવા જેવા શે.. સરકાર બચારી બધાને રાહત ચ્યાંથી આપી શકે ?સરકાર મુસ્લીમો નહીં પાકિસ્તાન સામે સફળતા પુર્વક લડી રહ્યું શે રોજ સરહદ પર છમકલાં પાકિસ્તાની સૈનિકો કરે શે એનો જવાબ તો આલવાનો અને આમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી જેવી સામાન્ય બાબતો કયાંથી આપણા ચૂંટાયેલા કર્તવ્યનિષ્ઠ સેવાભાવી લોકસેવકોને યાદ રહે. હાચું કેજા.. વાચક મિત્રો મગનકાકા છગનીયાની વાતમાં કયાંક ગડમથલ તો છે જે તમારા હૃદય મનને ય હચમચાવે છે પણ બોલવા દેતી નથી ?એટલે ચુપ છીએ ને કારણ કે બહુમતી બોલે છે. કળીયુગ છે ને..આવું તો રહેવાનું..ને આપણે આવું હૃદય મનને હળવું કરવા લખવાનું..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.