જે ઈચ્છે સુખિયોં રહે, રહે સહુ ઘરમાં ખુશહાલ ! મનથી,તનથી,વચનથી, કોરોનાના નિયમ તું પાળ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નોવેલ કોરોના કોવિડ-૧૯ નો કહેર એક વર્ષથી બીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂકયો છે.સજાગતા, માસ્ક, સોશીયલ અંતર, સેનેટાઈઝીંગને વારંવાર હાથ ધોવાથી તેમજ બીનજરૂરી રખડપટ્ટી બંધ કરવાથી કંઈક અંશે તેનો સામનો થઈ રહ્યો છેત્યારે આવા રોગચાળાને મોકળું મેદાન મળી જાય છે.અતિ ઝેરીલા બિયારણો, દવા, ખાતરને કારણે જમીનની સાથે હવામાનમાં પણ અસર થઈ છે.ફાગણ માસની પૂનમ પુરી થતાં જ વૃક્ષો પર જે તાજગી આવવી જાેઈએ તે હજુ જાેવા મળતી નથી. જંગલોનો સતત નાશ કરી સીમેન્ટ ક્રોકીંટના જંગલો ઉભા કરીને ધનાઢય થવા મથામણ કરતાં મનુષ્ય જીવે હવે જાગૃત બનવાનો સમય પાકી ગયો છે.નદી,નાળાં બંધ થયા શુદ્ધ ઘી તેલ,દુધ ને ભેળસેળ નામનો રાક્ષસ ગળી ગયો છે.કોણ સાચું ? ચિંતન કરે સામાન્ય ધનાઢય બનવાની લાલસામાં આપણે સાચો માનવધર્મ ભૂલી ગયા છીએ.જે પૃથ્વીલોકના રખેવાળ તરીકે આપણે ફરજ નિભાવવાની છે તેના બદલે આપણે સંહારક વિનાશકની ભૂમિકા ભજવી રહ્યા છીએ.આજે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જે કોઈ હોય એકાંતમાં બેસીને ચિંતન કરશો કે છેવટે આ ભેળસેળયુકત ખાદ્ય ખોરાક આપણાને આપણા સ્વજનના પેટ, શરીરમાં જવાના જ છે ને ? મહેનતની યોગ્ય દિશા, દશાની કમાણી કરીને ધનાઢય બનોને ? કુદરત રાજી રહેશે ને પૃથ્વીલોકની જીવસૃષ્ટી પણ આપણા સામાન્ય સ્વાર્થ માટે આખી જીવસૃષ્ટી માટે ઘાતક બનીએ છીએ તે કેટલું યોગ્ય છે ? શું આ ધનાઢયતા ખરા અર્થમાં તમને સુખ,શાંતિ આપી રહી છે ખરૂં ? તમારો રોજીંદો ખર્ચ, ખોરાકને જરૂરીયાત કેટલી છે ? નીજી સ્વાર્થ છોડો સરકાર તંત્ર, વેપારી અને ઉપભોકતા બધું છેવટે તો આપણે જ છીએ. પૃથ્વીલોક પર જે કોઈ પાત્રમાં આપણા ભાગે કર્મ આવતું હોય ત્યાં ભેળસેળ તો અટકાવો.એવોર્ડ, સન્માન ના મળે તે ચિંતા ના કરતા આજે કહેવાતા મહંતો, સાધુ, સંતોને એવોર્ડ, સન્માન, ધનની લાલસા એટલી બધી પ્રબળ બની છે કે બિચારા ધર્મની સાચી વાત કરી શકતા નથી ને આવી વાત કરવા જશે તો બીજીવાર કોઈ પોતાના પ્રસંગમાં બોલાવશે નહીં એવી ગર્ભિત ભયની સત્ય હંમેશા કડવું હોય પણ ઔષધ સમાન બની રહે છે.આજે એ ન સમજાય તો કંઈ નહીં પરંતુ જયારે સમજાય ત્યારે અફસોસ ચોક્કસ થાય કે પેલા મારા મિત્ર કે વડીલ કહેતા હતા તે સાચું હતું.પૃથ્વીલોકના પર્યાવરણ સાથે આપણે સતત ચેડા કરતાં આવ્યા છીએ.નેશનલ આંશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમીનીસ્ટ્રેશન (નોઆ)એ જાહેર કર્યું કે ૩૬૦ લાખ વર્ષમાં સૌથી વધુ કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ પૃથ્વીલોક પર અત્યારે છે. નોવેલ કોરોના કોવીડ-૧૯ ની સ્થિતિ ગત સાલ કરતાં ભારતના કેટલાક રાજયોમાં ભયંકર બની છે. મહાનગરો નગરોને છોડીને હવે ગામડાં સુધી કોરોનાની હવા ફેલાઈ છે.માસ્ક, સોશીયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝીંગ,હાથ ધોવાની બાબતમાં સતત સજાગતા કેળવીએ.સરકારી તંત્ર દંડ ઉપાડે કે ન ઉપાડે પણ આપણે સમાજ, પરિવાર, રાજય-રાષ્ટ્રના હીતમાં ચુસ્તપણે પાલન કરવું જ જાેઈએ.રાજકીય કાવાદાવામાં ભીડ ભેગી થાય તેનો ભાગ કયાં આપણે ન બનીએ.ગત વર્ષે સામાન્ય કોરોના કેસમાં સજ્જડ લોકડાઉન ચાલ્યું પણ આજે ભારે દહેશત વચ્ચે ગુજરાત સહિત કેટલાક રાજયોમાં ચૂંટણીઓ હોવાથી લોકડાઉન શકય નથી.સ્વયંભૂ લોકડાઉનની નવી ચળવળ શરૂ કરી છે.હાઈકોર્ટ ગુજરાતે લોકડાઉન બાબતે સુચન કર્યું ત્યારે રાત્રી લોકડાઉન આઠ મહાનગરોમાં શરૂ થયું છે.રાજકીય મેળાવડા બંધ કરવાની જરૂર છે.એક બે વર્ષ સમારંભો, ઉત્સવો ન થાય તો શું ફેર પડશે ? પણ ના ટુંક સમયમાં શીખોના નવમા ધર્મગુરૂ તેગ બહાદુરજીની ૪૦૦ મી જન્મજયંતિ વર્ષની શાનદાર ઉજવણી કરવા માટે તડામાર તૈયારી થઈ રહી છે.બીજી તરફ પશ્ચિમ બંગાળની ચૂંટણીની સભાઓમાં લાખોની ભીડ ઉમટી રહી છે.બધું થવાનું આપણે સજાગતા કેળવવાની છે.ખણખોદ નહીં રાષ્ટ્રહીતમાં ને પરિવાર, સમાજ માટે જાગૃત બની બીજા માટે પ્રેરણારૂપ બનીએ.
વાચક મિત્રો સોમવતી અમાસની ઉજવણી બાદ આજે શક્તિ-આરાધના-ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્ર શરૂ થયું છે.માં શક્તિની આરાધના ઘરે જ રહીને કરી માં શક્તિની કૃપા શક્તિ મેળવીએ તેવી આશા સહ સર્વદા સૌ સુખી થાઓ, કોરોનાનો કહેર ઓછો થાય તેવી પ્રાર્થના સહ અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.