જે ઈચ્છે સુખીયો રહે, રહે સૌ ખુશહાલ ! મનથી,તનથી, વચનથી,શુદ્ધ ધર્મ તું પાળ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ.. સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ…નોવેલ કોરોના કોવીડ ૧૯ વચ્ચે અચાનકે આ કયાંથી આવી ગયું ? અત્યારે તો ગાંધીજી બહુ ગમતા નથી જાે હોત તો નથુરામ ગોડસે જ ચલણીનોટ પર અંકીત હોત. પરંતુ જે હોય તે આપણે મૂળ વાત પર આવીએ. કોરોનાની બીજી લહેરમાં ભયંકરતા બાદ શાંત પડી રહી છે ત્યાં ગુજરાતમાં ‘સાબરમતી નદી’નાં પાણીમાં કોરોના સંક્રમણના વાયરસ મળી આવતાં આરોગ્યતંત્ર અને સરકાર હચમચી ગઈ છે કે આગામી સમયમાં પ્રજા પર કેવા પ્રકારનાં કડક પગલાં ભવાં જેથી કોરોના સંક્રમણ થાય નહીં.લોકડાઉન, સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝીંગ અને વારંવાર હાથ ધોવાની જે શીખામણ આપતા હતા તેને તો સાબરમતીના પાણીએ ધોઈ નાખી. હવે સાબરમતીના પાણીનો નાશ કઈ રીતે કરવો શું બનાસ નદીની જેમ ઠેર ઠેર બીનકાયાદેસર લીઝોને દબાણો ચાલુ કરાવી રીવરફન્ટને સાબરમતીને સુકવી નાખવી ? કોરોના સંક્રમણ હવે પાણીથી થશે એ હકીકતથી પ્રજામાં એક જાતની ભયની લાગણી ફેલાઈ રહી છે.જળ એ જ જીવન છે ને જાે જળ સંક્રમણનું માધ્યમ બનશે તો પછી લોકોના જીવન પર જ નહીં, અન્ય જીવોમાં પણ સંક્રમણ વધવાનું ને છેવટે તેની સીધી આડકતરી અસર ગામડાથી માંડીને નગરો મહા નગરની પ્રજા પર જ થવાની છે સરકારી તંત્ર કરે પણ શું ? પાણીને રોકવા જાય તો તો જીવનધોરણને વ્યવસ્થા તંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય.જળથી જ બધું શકય છે અને જળ પાણી વગર બધું ઠપ્પ. પેટ્રોલ, ડીઝલ સતત ભડકે બળી રહ્યું છે.કોરોના કોવિડ-૧૯ ની છેલ્લા દોઢ વર્ષથી પ્રજા ત્રાહીમામ છે.માસ્ક વગર એક હજારના દંડમાં લૂંટાઈ આ બધું સહન કરીને સંક્રમણથી બચવા પ્રયત્ન કર્યો પરંતુ હવે પાણીને હાથ નહીં અડાડવાનો કે નજીક નહીં જવાનું આવી સ્થિતિ ઉભી થાય તો શું કરવું તે બાબતે પણ આરોગ્યતંત્ર અને સરકારની સાથે પ્રજાએ વિચારવું પડશે.જૈન ધર્મની કયાંક અસર ગરમ પાણીને એકબીજાથી સ્પર્શ કર્યા વગર અંતર રાખીને રાખવું પડશે.બહુ ભયંકર સમાચાર છે એટલે જ સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ એ જમાનામાં ગાંધીજીએ સાબરમતીના પાણી પાસેથી શ્રેષ્ઠ સંસ્કાર થકી અહિંસા પરમોધર્મને નજર સમક્ષ સતત રાખીને અંગ્રેજાેને ભગાડયા.વીર શહીદોના બલીદાનને ભુલી ન શકાય પરંતુ લીડરશીપ મહત્વની સાબીત થાય છે.આજે એ સાબરમતીનું પાણી કોરોના વાયરસથી સંક્રમીત હોવાના પુરાવાઓ મળ્યા છે.જે બાબતે થોડી પણ બેકાળજી રાખી ન શકાય.હવા પાણીનું સંક્રમણ કઈ સ્થિતિ સર્જી શકે છે તે કલ્પવું મુશ્કેલ છે.પ્રલયકારી હવામાન બનશે કે શું ? આ બધા વચ્ચે દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે.ર૦૧૬ માં નોટબંધી પછી કાળા નાણાંની ઝપટમાં બેતાજ બાદશાહો આવ્યા નહીં પણ ભારતીયોએ સ્વીસ બંેકોમાં જમા કરેલી રકમ ૧૩ વર્ષની ટોચે ર૦,૦૦૦ કરોડને પાર પહોંચી તેવા અહેવાલ છતાં સરકાર તો કઈ દિશામાં છે બીજી તરફ રામ જન્મભૂમિ વિવાદ હિંદુ મુસ્લિમ વચ્ચે સમાપ્ત થયો પરંતુ ભૂમિ ખરીદમાં વ્યાપક કૌભાંડ હિંદુ હૃદય સમ્રાટના નિવાસસ્થાન માટે થયાની બૂમરાડ જાણકાર લોકો કરી રહ્યા છે.જેનો અવાજ દાબવા સોશીયલ મીડીયા અને અન્ય માધ્યમો બહુ સક્રીય બન્યા છે.ભગવાન શ્રીરામ મર્યાદા પુરૂષોત્તમ હતા એટલે હંમેશા ‘મર્યાદા’ માં જ રહેશે તેમની વિવાદાસ્પદ ભૂમિકામાં કયારેય નહીં હોય.રાજકીય સ્ટંટ ભલે ગમે તે કહે.. ‘જયશ્રીરામ..’ રામ જન્મભુમિ વિવાદ ઉભો કરવો એ પણ ભગવાન શ્રીરામનો અપરાધ જ છે.માંડ વિવાદનો વંટોળમાંથી છૂટયા હતા ભારતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે.જેને કોઈ રોકી શકે તેમ નથી.સુરેન્દ્રનગરમાં નર્મદા પાઈપલાઈસનનું ૧ર૮ કરોડનું કૌભાંડ ખુલ્લેઆમ થયું.ખેડૂતોનો આક્રોશ છતાં કંઈ નહીં થાય તો જયશ્રીરામ.. વાચક મિત્રો દિવ્ય જયોતની ચિંતન રત્નકણીકા આપણા હૃદયનો ભાર હળવો કરવા જ છે.બાકી આપણે કયાં ભાજપ, કોંગ્રેસ કે આપ સાથે કંઈ લેવાદેવા છે ? ખુશ રહો.. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનંુ છે ? આપણા હૃદય-મનને ખુશ રાખો તેવી ભાવના સહ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.