સત્ય ન બીજું થઈ શકે, સત્ય સનાતન એક ! વિણ દર્શન વિણ જ્ઞાનના કલ્પિત થયા અનેક !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જીવનમાં સત્યનો સ્વીકાર કરવો ઘણો જ કઠીન સાબિત થાય છે.ગત સપ્તાહે જ માનવીની ભવાઈ જેવી નવલકથાઓના લેખક પન્નાલાલ પટેલનો જન્મદિવસ ઉજવાઈ ગયો.ગામઠી ભાષામાં સત્યનું દર્શન કરાવતી રચનાઓ લખવી એ ઘણીવાર લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થાય અને એમાંય જયારે અણધડ વચ્ચે રહીને આ કાર્ય કરવું પડે ત્યારે હાલના ફોર ફાઈલ જીના યુગમાં સાચા લેખકોને કલમ ચલાવતાં તકલીફ પડતી હોય તો ત્યારે તો શું હશે ? દેશભરમાં કોવિડ કોરોના ૧૯ ની બીજી ત્રીજી લહેર આતંક મચાવી રહી છે ત્યારે આવા કપરા કાળમાં માનવીય ભૂખ લાલસા, ભેળસેળ, ડુપ્લીકેટીંગના ધંધામાં ધકેલીને ધનાઢય બનાવવા દોડાદોડ કરાવે તેનાથી બીજું અધમ કૃત્ય કયું હોઈ શકે ? પન્નાલાલ પટેલની માનવીની ભવાઈએ ભૂખ્યોજન પોતાનો જઠરાગ્નિ ઠારવા માટે જે કૃત્ય કરે છે ને તેને જાેઈ લેખક વિહવળ થઈ ઉઠે છે ત્યારે અત્યારના માનવી નોવેલ કોરોના કોવિડ ૧૯ જેવી માનવીય ઘાતક બિમારીમાં દવાઓના ડુપ્લીકેશન કરીને ધનાઢય બનવા મથામણ કરે આ બંને દ્રશ્યમાં આજના માનવીને જાહેરમાં મોતની સજા કરવી જાેઈએ તેવો મારો મત છે.માનવી તું સામાન્ય લાલચમાં બીજા જીવ સાથે રમત રમે કેટલું યોગ્ય છે ? આવા કપરા સમયમાં ઘણી માનવતાની ઉમદા જયોત પ્રગટતી જાેવા મળે છે.તેમને લાખ લાખ વંદન આવા કપરા સમયમાં ધર્મગુરૂઓએ આગળ આવવું જાેઈએ ને આવા અધમ કૃત્યો કરનારને કંઈક બોધપાઠ મળે તેવા પ્રયત્નો કરવા જાેઈએ.માનવી ભીતરની પ્રજ્ઞા જગાવી રાખીએ અને એ માટે સમાધિ દ્વારા પોતાના ચિત્તની એકાગ્રતા પુષ્ટ રાખીએ તથા કાયિક, વાચિક દુષ્કર્મોથી બચતા રહી પોતાના શીલને અખંડિત રાખીએ.શીલ સમાધિ અને પ્રજ્ઞાનો આ વિશુદ્ધ જેટલો સુરક્ષિત રાખીશું એટલે ધર્મ જેટલો સુરક્ષિત રાખીશું એટલે તેટલું જ તેટલું જ સ્વયં પાલન કરી ધારણ કરેલા. સ્વયં સુરક્ષિત કરેલા ધર્મ દ્વારા પોતાનું સુરક્ષણ, સંરક્ષણ પામીશું સાચે જ ધર્મ એ જ સાચી જીવન જીવવાની કળા છે.આજ આપણે જાેઈએ છીએ કે આવી મહામારીમાં માનવી અધમ કૃત્ય કરતાં અચકાતો નથી ત્યારે એવું લાગે કે પોતાના ભવિષ્યની સુરક્ષા માટે ચિંતિત રહેવું એ મનુષ્ય મનનો સ્વભાવ બની ગયો છે.આવનારી ક્ષણો સુખદ હોય, યોગક્ષેમથી પરિપૂર્ણ હેલ્પ એ માટે સલામત શરણ શોધે છે એવા સમય તે તમામ શુદ્ધ બુદ્ધ ગુમાવે છે.આપણે સાંભળ્યું છે કે પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ પરંતુ આ ભટકેલા માનવે સમજવાની જરૂર છે કે શુદ્ધ ધર્મને છોડીને બીજે હવાતીયા મારે છે એ જ તેના કષ્ટ દુઃખનું કારણ બને છે ને બીજાને પણ દુઃખી કરે છે તેણે આ સમયે વિચારવું જાેઈએ કે ધર્મ શરણ જ એકમાત્ર સાચું શરણ છે.ધર્મ એ આપણા હૃદયના અંતરપટમાં જાગે તે સત્ય કાર્ય તરફ દોરી જાય.
વાચક મિત્રો ચૈત્ર માસની પૂર્ણાહુતિને વૈશાખી વાયરાની શરૂઆત થઈ જશે.ભારત કૃષિપ્રધાન બિન સંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્ર છે તેના વૈશાખ માસનું આગવું મહત્વ છે.શાળા કોલેજાે છેલ્લા બે વર્ષથી તાળાબંધીમાં છે.આગળ સમય કેવો હશે તે કહેવું મુશ્કેલ છે.ભણતર, ગણતર, ચણતર ભુલાવી રહ્યું છે. સૌ અવઢવમાં છે ત્યારે ઈશ્વર, પરમાત્મા, પરવરદિગાર પ્રાર્થના કરીએ કે પૃથ્વીલોકને ફરી પ્રફુલ્લિત કરે સર્વત્ર સુખ શાંતિની લહેર પ્રગટે તેવી આશા સહ દિવ્યજયોતની નાનકડી ચિંતન રત્નકણીકાના મણકામાં એકમેકના હૃદય હળવા કરવા જેવી થોડી વાત કરી ફરી મળીશું. આવતા મંગળવાર ત્યાં સુધી યોગ્ય ચિંતન, મનન, મંથન કરશો તેવી આશા સહ અખાત્રીજ, ગણેશચતુર્થીની શુભકામના સહ અસ્તુ…
યશપાલસીહ ટી.વાઘેલા (થરા)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.