ભજન,સત્સંગ તેમજ ગૌસેવાના માધ્યમથી પ્રેરણાદાયી કામગીરી કરતું ધાનેરાનું શ્રી જલારામ સત્સંગ મંડળ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વર્તમાન સમયમાં પૂજ્ય જલારામ બાપામાં આસ્થા,શ્રધ્ધા અને વિશ્ર્વાસ રાખવાવાળો એક મોટો વર્ગ છે.સમગ્ર ર્વિશ્વમાં એક માત્ર વીરપુર જલીયાણ ધામ એવું છે કે જ્યાં છેલ્લા ૨૩ વર્ષથી કોઈનોય એક પણ રૂપિયો સહર્ષ સ્વીકારવામાં આવતો નથી.તારીખ ૨૬-૭-૨૦૧૮ ના રોજ ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનો વાજતેગાજતે શુભારંભ કરવામાં આવેલ.તારીખ ૯-૨-૨૦૨૩ ના રોજ શ્રી બલરામભાઈ હુકમારામજી ચૌધરી ડીસાના નિવાસસ્થાને બસો આડત્રીસમા ગુરૂવારનાં ભજન હતાં.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા,પાલનપુર,ભીલડી,દિયોદર ખાતે ભજન શરૂ કરાવવામાં આવેલ છે.

તારીખ ૩૦-૧-૨૦૨૨ રવિવારે શ્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિયના નેતૃત્વમાં ડીસાથી અંદાજે ૩૦ જેટલા જલારામ ભકતો ડીસા જલારામ મંદિરથી ધાનેરા જલારામ મંદિર સુધી પગપાળા ચાલીને દર્શન માટે ગયેલ.આ સમયે ધાનેરાના જલારામ ભકતોએ તમામ પદયાત્રીઓનું ઢોલ-શરણાઈના સૂર સાથે અભૂતપૂર્વ સ્વાગત-સન્માન કર્યું હતું.આ દિવસે ધાનેરામાં જાણે કે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમાં જોરદાર આનંદ તેમજ ઉત્સાહ હતો.

તારીખ ૩૦-૧-૨૦૨૨ રવિવારે ડીસા અને ધાનેરાના તમામ જલારામ ભકતોની પાવન ઉપસ્થિતિમાં ધાનેરા ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે શરૂ થાય તેવો અતિ મહત્વનો ર્નિણય લેવાયો હતો.પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ મા ની અસીમ,અનરાધાર,અખૂટ,અતૂટ,અમાપ,અભૂતપૂર્વ,અદ્રિતિય,અકલ્પનીય કૃપા અને આશીર્વાદથી તારીખ ૩-૨-૨૦૨૨ ગુરૂવારે પરમ જલારામ ભકત તેમજ ખૂબ જ ભાગ્યશાળી,પૂન્યશાળી અને નસીબદાર એવાં માનનીય શ્રીમતી વીણાબેન ઈર્શ્વરલાલ બારોટના નિવાસસ્થાનેથી પૂજ્ય જલારામ બાપાના ભજનની શુભ શરૂઆત થઈ જે આજદિન સુધી અવિરત દર ગુરૂવારે ચાલુ જ છે.

તારીખ ૩-૩-૨૦૨૨ પરમ પવિત્ર પાંમમા ગુરૂવારે શ્રીમતી ગીતાબેન પ્રવિણકુમાર મોરૂમલ કારિયાના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હતાં ત્યારે શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાના ૭૫ જલારામ ભકતોએ ધાનેરા ખાતે ભજનમાં ખાસ હાજરી આપી નિજાનંદ કર્યો હતો તેમજ શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરાની ધર્મલક્ષી તેમજ ગૌમાતાલક્ષી કામગીરીને બિરદાવી સૌને અભિનંદન-શાબાશી આપી તેમના ઉત્સાહમાં અતિશયવધારો કર્યો હતો.

પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરબાઈ મા ની ભજન સ્વરૂપે શ્રીમતી વીણાબેન ઈર્શ્વરભાઈ બારોટને ત્યાં સૌપ્રથમવાર પધરામણી થયા બાદ સમગ્ર વર્ષ દરમિયાન ૫૩ જેટલા યજમાનોને ત્યાં ભજન સ્વરૂપે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ મા પધારી ચૂકયાં છે.આ તમામ પરિવારોમાં સુખ,શાંતિ,આનંદ,સમૃધ્ધિમાં વધારો થયો છે અને કોઈને કોઈ પ્રકારે વિશેષ ફાયદો પણ થયો છે.અત્યાર સુધીમાં સમગ્ર વર્ષ દરમિયાન વીણાબેન ઈર્શ્વરભાઈ બારોટ, મીનાક્ષીબેન વસંતલાલ ઠકકર, ગોવિંદભાઈ બબલદાસ ઠકકર,સ્વાતિબેન દશરથભાઈ પૂજારા, ગીતાબેન પ્રવિણકુમાર કારિયા, મહેન્દ્રકુમાર છગનલાલ અનડા, અરવિંદભાઈ હીરાલાલ કારિયા, મધુબેન જગદીશભાઈ જોબનપુત્રા,નીતીનકુમાર છગનલાલ પટેલ,ચેતનકુમાર નારણલાલ દક્ષિણી,કુરશીભાઈ ભાયચંદભાઈ ઓડ,અલ્પેશકુમાર કંવરલાલ ઠકકર,હીનાબેન વિપુલભાઈ હાલાણી,ભરતકુમાર શંકરલાલ આચાર્ય,શ્રી જલારામ મંદિર ધાનેરા,સંત શ્રી રામાબાઈ સાહેબ આશ્રમ,શ્રી લીલાશાહ ગુરૂ મંદિર,અમુલખભાઈ હરજીવનદાસ કોટક,રક્ષાબેન ભાવેશભાઈ કોટક,નવીનકુમાર રઘુરામભાઈ ઠકકર,હરેશકુમાર મઘારામભાઈ દક્ષિણી,ભરતકુમાર છગનલાલ પૂજારા,કરનસીંગ સમરતાજી રાજપૂત,મધુબેન જગદીશભાઈ જોબનપુત્રા,શ્રી પારકર લોહાણા સમાજ ધાનેરા,શ્રી લાધુરામજી મહારાજનો ડેરો,શ્રી જલારામ મંદિર ધાનેરા,દીપચંદભાઈ રામજીભાઈ અનડા,સંત શ્રી રામાબાઈ સાહેબ આશ્રમ,ગીતાબેન અનીલકુમાર બડિયા,દીનેશકુમાર ચમનલાલ ત્રિવેદી,ખેમચંદભાઈ લાડકરામ કેશરાણી,હાર્દિકકુમાર રમેશભાઈ કોટક,નારણલાલ સગાળચંદ જોબનપુત્રા,દશરથભાઈ મહાદેવભાઈ કારિયા,શ્રી સમૃધ્ધિ ગૌશાળા ધાનેરા,નારણલાલ હરજીવનદાસ દક્ષિણી,મહેશકુમાર પરષોતમલાલ મોદી,વસંતલાલ મનસુખલાલ ઠકકર,મધુબેન જગદીશભાઈ જોબનપુત્રા,અલ્પાબેન મહેન્દ્રકુમાર અનડા,મણીલાલ મોહનલાલ કારિયા,મુકેશભાઈ પ્રાગજીભાઈ જોબનપુત્રા,અશોકભાઈ ત્રિવેદી,શ્રી જલારામ મંદિર ધાનેરા,રાજેશકુમાર સગાળચંદ દક્ષિણી,શ્રી બ્રહ્માકુમારી ઈર્શ્વરીય ર્વિશ્વ વિદ્યાલય ધાનેરા,વસંતલાલ મનસુખરામ ઠકકર,શાંતિભાઈ શંકરલાલ ગૌસ્વામી,ખુશાલદાસ આશનદાસ ઠકકર,શ્રી તુલસીનગર મિત્ર મંડળ ધાનેરા,સંત શ્રી રામાબાઈ સાહેબ આશ્રમ ધાનેરા,મધુબેન જગદીશભાઈ જોબનપુત્રા એમ મળી કુલ ૫૩ જેટલાં અતિ પવિત્ર,નસીબદાર અને ભાગ્યશાળી સ્થળો તેમજ પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થઈ ચૂક્યાં છે.આગામી દસ વર્ષ સુધી અને એ પછી પણ અવિરતપણે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ધાનેરા મહાનગરમાં ચાલુ રહે તેવી જલારામ ભકતોની મજબૂત તૈયારી તેમજ મક્કમ નિર્ધાર છે.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં થતી તમામ આવક ગૌસેવામાં જ અર્પણ કરવામાં આવે છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરાનું સૌના સાથ અને સહકારથી અતિ સુચારૂ સંકલન-સંચાલન પ્રવિણકુમાર કારિયા,કનુભાઈ ઠકકર,અલ્પાબેન અનડા,મધુબેન જોબનપુત્રા સહિત સૌ જલારામ ભકતો કરી રહેલ છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરા ખાતે ભજન નોંધાવવા,ગૌસેવા આપવા,સરસ કાર્ય થવા બદલ અભિનંદન આપવા તેમજ વિશેષ માહિતી હેતુ માટે પ્રવિણકુમાર મોરૂમલ કારિયાનો મોબાઇલ નંબર ૯૪૨૭૦૪૩૪૯૮ છે.ધાનેરાના પ્રવેશદ્રારે જ જલારામ સોસાયટીના અગ્રભાગે પૂજ્ય જલારામ બાપાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય મંદિર નિર્માણ પામેલ છે.આ મંદિરે અનેક ઉત્સવો થાય છે તેમજ ભોજનસેવા,ગૌસેવા અને શ્ર્વાન સેવા અવિરત ચાલુ હોય છે.આ પૃથ્વી ઉપર અનેક સેવાકામો છે.આર્થિક દાન આપનારા અસંખ્ય માણસો છે પણ સાચા હ્‌દયથી શ્રમદાન અને સમયદાન કરે તેવા સાચા માણસોની ખોટ છે.દરેક સંસ્થામાં પારદર્શક વહીવટ ખૂબ જ જરૂરી છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરાનો વહીવટ ખૂબ જ પારદર્શક છે અને તેથી દાતાઓનો પણ અવિરત સહકાર મળતો જ રહે છે.ધાનેરામાં ગૌભકતો,ગૌસેવકો અને ગૌરક્ષકો મોટા પ્રમાણમાં હોઈ ગૌસેવાનું અતિ સર્વોતમ કાર્ય થાય છે. શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરામાં ખૂબ જ સારા ગાયકો તેમજ વાદકો છે.ભાઈઓ તેમજ બહેનો ખૂબ જ સરસ રાગમાં કણર્પ્રિય ભજનો ગાય છે અને પૂજ્ય જલારામ બાપાના દરબારમાં રમીને/નૃત્ય કરીને અતિ આનંદમય ભકિત કરે છે.કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું અને તેને સતત ટકાવી રાખવું એ ખૂબ જ અઘરી બાબત છે.શ્રી પ્રવિણભાઈ મોરૂમલ કારિયા,શ્રી કનુભાઈ ઠકકર અને બીજા તમામ જલારામ ભકતોની સતત મહેનત,માર્ગદર્શન,સંપર્ક અને નિયમિત નિસ્વાર્થ ફોલોઅપને લીધે એક વર્ષનાં એટલે કે ૫૩ ગુરૂવારનાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન ખૂબ જ ધામધૂમપૂર્વક પૂર્ણ થતાં સમગ્ર ધાનેરા નગર અને ધાનેરા તાલુકામાં અતિ ખુશી,ઉત્સાહ અને આનંદનો માહોલ છે.આગામી વર્ષોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે સુચારૂ રીતે ચાલુ જ રહે તે માટે ધાનેરાના સમગ્ર સનાતન હિંદુ સમાજમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય અને આ માધ્યમથી સર્વશ્રેષ્ઠ ગૌસેવા થાય તેવું આયોજન પણ ગોઠવાઈ ચૂક્યું છે.પ્રત્યેક સારા કામમાં નાનાંમોટાં વિઘ્ન આવે છતાં મક્કમ મનોબળ અને પૂજ્ય જલારામ બાપા ઉપર શ્રધ્ધા રાખી કામ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે જ તેનું પ્રેરણાદાયી ઉદાહરણ ધાનેરાનું શ્રી જલારામ સત્સંગ મંડળ છે.પરમપિતા પરમાત્માનું કામ કરનારને અનેક મુશ્કેલીઓ તેમજ તકલીફોમાંથી પસાર થવું પડે છે.સારા કામમાં ભગવાન હંમેશાં સાથે જ હોય છે.ધાનેરા જલારામ સત્સંગ મંડળ દ્રારા આગામી દિવસોમાં પાંથાવાડા,દાંતીવાડા,નેનાવા,સાંચોર,મંડાર જેવા નગરોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરાવવામાં આવે તો ગૌસેવા અને પ્રભુ ભકિત એમ બેઉનો વ્યાપ વધે અને અનેકજનોનો ખૂબ જ સારો સહકાર મળી શકે.સારા કાર્યમાં સહકાર આપનાર સમજુ માણસો ઘણા મળતા હોય છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરાની ખૂબ જ ઉમદા,સુચારૂ,પ્રેરણાદાયી કામગીરીમાંથી બોધ લઈને ઉતર ગુજરાતનાં અનેક શહેરોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે શરૂ થાય તો ગૌસેવાની સાથે સાથે એક પ્રકારની સાંસ્કૃતિક,ધાર્મિક,સંસ્કારિત તેમજ સંગઠનાત્મક કામગીરીને ખૂબ જ સારો વેગ મળી શકે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાની પ્રેરણાથી સતત આગળ વધી રહેલ શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરાને લાખ લાખ અભિનંદન,કોટિ કોટિ વંદન તેમજ અઢળક શુભેચ્છાઓ…જલો બાપો સૌનું ભલું કરે અને તેની શરૂઆત ધાનેરાથી કરે તેવી અંતઃકરણની પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી., ડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.