સારે મસરૂફ હે યહાં દૂસરોં કી કહાનીયાં જાનને મેં ! ઈતની શિકત સે ખુદ કો અગર પઢતે ખુદા હો જાતે !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

માર ડાલા દાયણ મોંઘવારીને.. વર્ષ બે હજાર ચૌદ.. આજુબાજુ ગઝલકારે બુમાબુમ કરીને બહુ લલકાર્યું ને પચાસ સાઈઠ આજુબાજુ રમતા ડીઝલ પેટ્રોલના ભાવ ઘટશે.રામ રાજયની સ્થાપના થશે તેવા દિવાસ્વપ્નોનું અકાળે જ અવસાન થઈ ગયું. ખરેખર દેશમાં કાળઝાળ મોંઘવારી, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી,ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.કંઈક બોલવા જાય તો એક સક્રીય ટોળું બોલનારને રાષ્ટ્ર સંપ્રદાય વિરોધનું લેબલ લગાવીને હડધૂત કરી મૂકે.નગર ગામમાં જીસ કે હાથમાં લાઠી ઉસકી ભેંસ જેવી સ્થિતિનું નિર્માણ કરી લોકશાહીને મરણ પથારીએ મૂકી દીધી છે.પેટ્રોલ ડીઝલના વધતા બેફામ ભાવમાં કેન્દ્ર, રાજય સરકારની લુંટણ નીતી જ જવાબદાર છે.ભુતકાળમાં જે ઉહાપોહ કરતા હતા એ આજે મૌનીબાપા બનીને બેઠા છે. દેશ અને રાજયોમાં લોકશાહીનું મજબુત પરીબળ વિરોધ પક્ષ નબળો પડયો છે એટલે હવે એમ જ લાગે છે કે કોંગ્રેસ મુકત ભારત તો બનશે પણ લોકશાહી મુકત પણ બની જશે.કેટલાક અમુક વાતમાં બંધબેસતી પાઘડી પહેરી લે કે જેમને એ વાત સાથે કંઈ નાવા નિચોવવાનો સંબંધ પણ લાગતો ન હોય.ખેડૂતો વેપારીઓ, નાના મોટા ધંધાદારીઓ, કારીગર વર્ગ, યુવાનો બધા જ ત્રાહીમામ પોકારી ઉઠયા છે ને અધૂરામાં પુરૂં જેમ કહ્યું છે પડયા પર પાટું એમ નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ આવ્યા પછી અર્થવ્યવસ્થા લોકડાઉનમાં કથળી જેની અસર હવે જાેવા મળે છે.ત્યાં પેટ્રોલ ડીઝલ, ગેસના ભાવમાં જે ટેક્ષની ચડસાચડસીમાં વૃદ્ધિ થઈ રહી છે. તેનાથી બીજી ચીજવસ્તુઓ પર સીધી અસર થાય છે તે બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અછતને લીધે નહીં પણ પેટ્રોલીયમ પેદાશની ભાવ વૃદ્ધિને કારણે થાય છે જે યોગ્ય નથી.કેન્દ્ર-રાજય સરકારના પેટનું પાણી હાલતું નથી.કારણ કે છેવટે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી છે એટલે પ્રજા કયાં કંઈ બોલવાની છે ? ‘જયશ્રીરામ.. અયોધ્યાનો રામ જન્મભૂમિ વિવાદ ઉકેલાયો ને હવે વહેલી તકે બે હજાર ચોવીસના ટારગેટમાં રામમંદિર કાર્ય સંપન્ન કરી પ્રજાને સમર્પિત કરીને તેમના ‘મત’ તો પ્રાપ્ત કરવા છે ને વાંચક મિત્રો છેલ્લા બે મહીનામાં ડીઝલના લગભગ નવરૂપિયા જેવો વધારો થયો છે. ડીઝલ ગેસની તો વાત જ શું કરવાની ? મોંઘવારીનો માર ગરીબ, પૈસાદાર કરતાં મધ્યમ વર્ગને વધુ સહન કરવો પડે છે.ગરીબ ધનીક થાય તોય સરકારના પોતાના કબજામાં રાખવા સ્થાનિક નેતાઓ, કાર્યકરો તેની ચાપલુસી કર્યે જ રાખે છે.જ્યાં ‘ગરીબી’ ત્યાં વસ્તી વૃધ્ધિ’ વધુ જાેવા મળેને તેમાં ‘મત’ બેંક મજબુત રહે છે.આ સામાન્ય હકીકત છે.દરેક ગામના જાહેર રસ્તા પર બીપીએલ અંત્યોદયનો લાભ લેતાં ‘ગરીબ’ પરિવારની યાદી સરકાર દ્વારા મુકાવવી જાેઈએ અને તેના પછી દર પાંચ વર્ષે સમીક્ષા થવી જાેઈએ કે એ ગરીબ પરિવારને ઘરના ઘરને બીજી સુવિધા આપ્યા પછી પરીસ્થિતિ કેટલી અઘરી છે ? આ પરિવાર ખરેખર ગામમાં રહે છે કે શહેરમાં ? ધનાઢય સ્થિતિમાં છે.આજ દિવસ સુધી કોઈ તપાસ થતી નથી ને દારૂબંધીમાં ગુજરાતમાં જેમ દારૂ બેફામ ઠલવાય, વેચાય અને પીવાય છે તેમ ગરીબોના નામે અઢળક ગ્રાન્ટો ફાળવાય છે ને બીજા તાગડધિન્ના કરે છે.ગરીબો બિચારા કયાં ?
વાચક મિત્રો આજે બસ આટલે જ અટકી જઈએ પણ ચિંતન કરશો કે મોંઘવારીના જન્મદાતા પેટ્રોલ ડીઝલ, ગેસમાં બેફામ વૃદ્ધિ થઈ રહી છે એટલે હજુ સહનશક્તિ કેળવવી પડશે.સોશીયલ ડીસ્ટન્સ જાળવી માસ્ક, સેનેટાઈઝીંગ કરી હાથ ધોવાનું ચાલુ રાખીને ઘરમાં જ સલામત રહો બહાર ન નીકળશો બીજા અનેક રોગો મોં ફાડીને બેઠા છે.એટલે પ્રજાએ તો સાવ બહાર નીકળવું જ નહીં.રોડ મકાનને અનાજ ભલે ને બે નંબરીયા ખાઈ જાય છેવટે વિકાસ તો દેશનો જ થવાનો છે.અલ્યા માલ્યા કરતાં અનાજ ચોર ઉંદરોને ધન્યવાદ સમજ્યા.. અસ્તુ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.