ધર્મ ન મિથ્યા રૂઢીઓ, ધર્મ ન મિથ્યાચાર ! ધર્મ ન મિથ્યા માન્યતા, ધર્મ સત્યનો સાર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હોળી-ધૂળેટીની બહુ ગંભીરતાપૂર્વક ઉજવણી કર્યા બાદ ચૂંટણીઓનો માહોલ કાળઝાળ ગરમીને નોવેલ કોરોના કોવિડ-૧૯ ના ભયંકર સંક્રમણ વચ્ચે બેફામ ઉભો થયો છે.પશ્ચિમ બંગાળની હોય કે ગાંધીનગર-મોરવાહ ગુજરાતની જયાં ન પહોંચે કોઈ ત્યાં પહોંચે આજે આપણા ગરજીબા નેતા તેમને કયાં કોઈ નડે જ છે ? કાયદાનું પાલન ખાખીવર્દી ઠંડોને દંડ થકી પ્રજા પાસે કરાવે છે પણ નેતાઓને કંઈ નહીં.કારણ કે ચૂંટાયા પછી એ પ્રજાનો કયાં રહે છે એ તો મહાન પગાર, પેન્શનને બીજું ઘણું બધું ખાતો અલગ ‘માનવ’ બની જાય છે કે પ્રજા પણ તેને સન્માન શાલ માટે જ કયાંક આપણા જ તેની પાસેથી ગ્રાન્ટના સ્વરૂપે કઢાવવા માટે બોલાવે છે.આજે સાચું બોલનાર-લખનાર કે કાર્ય કરનારનું સન્માન થાય.કડક પરીક્ષા થતી તો આ તો હળહળતો કળીયુગ છે ને તેમાં ‘સત્ય નારાયણ’ ની પ્રજા થઈ શકે ખરી ? કંઈ જ નહીં, મનથી પ્રફુલ્લિત રહો એ સન્માન પૂજા જ છે. બાકી તમે જેના માટે લડો એય તમારો નથી રહેતો એ બાબતે ચિંતન કરશો તો બહુ મજા આવશે.નોવેલ કોરોના કોવિડ-૧૯ ગત સાલ કરતાં ભયંકર સ્થિતિમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે પણ ચૂંટણીઓનું ય રણશીંગુ ફુંકાયેલું છે એટલે કોઈ બોલેય નહીં કે સંપૂર્ણ લોકડાઉન ભારતની પ્રજાને આઠમી નવે. બે હજાર સોળથી તો એવો હૃદયમાં ભય પેસી ગયો છે કે ભુલેચુકે કોઈ શિયાળાની વહેલી સવારે એમ કહે કે આજે રાત્રે ‘મોદી’ ટીવી પર કંઈક જાહેરાત કરવાના છે. બસ સાંભળનારને એમ જ થાય કે જાણે તેને પોતાને ફાંસી કે ઉમરકેદની સજા ન થવાની હોય ? એ પછી નોવેલ કોરોના કોવીડ-૧૯ નું લાંબુ લોકડાઉન રાત્રીના અંધકારમાં નહીં ખરા બપોરે પરસેવો છુટાવે છે.ખરેખર આ લોકશાહી છે ? નેતા બધું કરી શકે પ્રજાએ પાંગળી બનીને દંડને માર બંને ખાવાનો હીટલરશાહી, રાજાશાહી કે નવાબ અંગ્રેજશાહીમાં આવું તો નહોતું એ સમયે જરૂરી ખાદ્યખોરાકો તો અણીશુદ્ધ મળતા હતા હો દંડ અને ડંડા આવા તો નહોતા કયાંય ન્યાય જેવું કંઈક હતું. સદીની નજીક પહોંચેલા કે વટાવી ચૂકેલા કોઈ ‘દાદા વડીલ વૃદ્ધને પૂછો તો ખરા ?’ એ વૃદ્ધ નિસાસા નાખતા ચોક્કસ બોલશે એ મજાના ખળખળ વહેતા નદીના પાણી,ઘમ્મર વલોણાનું શુદ્ધ માખણ, છાશને ઘી મહમદ તૈલીના ત્યાં ઘાણીએથી આવતા શુદ્ધ તેલ, યુરિયા,કયુરીયાનું ચલણ નોતું હોં શેર ઘટાં દુધ, દહીં ને શાકભાજી ધાન તો કાચા ખાઈ જતા. શુદ્ધ હવા ગામના ગોદરે સવાર સાંજની એ મૌજ વારે તહેવારે એકબીજાના મોંમાં સોગંદ લઈને રાખતા એ લાગણીસભર પોતાના કોળીયા આજે કયાં ? હવે તિથિઓની ઉજવણીમાં ઝાકમઝાળ બધાને ગમે છે પણ નિકટતા કોઈને ગમતી નથી.નોવેલ કોરોના કોવીડ મૃત્યુના બાર દિવસનું સગપણ તોડી નાખ્યું છે ને હવે લોકો ટેલીફોનીક બેસણું ને ઈલેકટ્રોનિક સગડીમાં મૃતદેહને અગ્નિદાહ આપી સંબંધની સરવાણી અહીં જ પૂરી નાખે છે.હવે ઘણું થયું દિવ્યજયોતની ચિંતન રત્નકણીકામાં કંઈક સળવળાટ કરીએ કે જે મનોમંથન કરી હૃદયના ભારને હળવો કરે. વિચારોની અનેક જાતની ગડમથલમાં વિહવળ રહેતું મન આપણી વાત કયાંક તો આવે છે અથવા જાણે છે એ સહારે હૃદયનો ભાર હળવો તો થાય.ભેળસેળ બહુ ખટકે છે ખાદ્યચીજાેમાં બેફામ ભેળસેળ,નકલખોરીનું પ્રમાણ વધ્યું છે.આજે કોઈ બોલનાર નથી ને સાચું બોલે તેનું કોઈ સાંભળનાર નથી.આપણે આગળ કહ્યું તેમ મારે શું ને મારૂં શું ? એમાં જ ભ્રષ્ટાચાર, સંગ્રાહખોરી, સટ્ટાખોરીનું પ્રમાણ વધ્યું છે ને નાખો ટુકડો તો અધિકારી ઢુકડો જેવી દશા આજે દેશમાં જાેવા મળી રહી છે. સંગ્રાહખોરી એ હદે વધી છે કે સીઝનેબલ વસતુઓ પણ આમ આદમી સુધી આમદનીમાં મળતી નથી એટલે સમજ્યાને જ્યાં મોંઘવારી ઘટાડવા પ્રયત્ન થવા જાેઈએ.ભેળસેળ કરનારને કડકમાં કડક જાહેરમાં સજા કરવી જાેઈએ તેના બદલે તંત્ર જ વીસ પચ્ચીસ ટકા ભેળસેળની છૂટ આપે એટલે શું થાય ? આજે દુધ-ઘી, તેલ, પાણી બધું જ ભેળસેળયુકત છે એટલે તમે જ પેટમાં પધરાવો છો તે ઝેર છે ને છેવટે માનવે એક દિવસ આ લાલસામાં ડાયનાસોર જ બનશે ને ? નેતાઓ બિચારા કયાંથી બોલે તેમને તો વિકાસને મોટો કરવો છે ને ? સીમેન્ટ ક્રોંકીટના જંગલો થકી જ વિકાસ મોટો થાય ને ? બોગસ સહકારી મંડળીઓ લીઝો થકી સર્વનાશ કરી રહ્યા છેતે વિશે ચિંતન રશો બાકી તો બધું અઠેગઠે ધમધોકાર ચાલે છે ને બીજા રાષ્ટ્રોના વડા બિચારા આ ટ્રીપ લેવા કટીબદ્ધ છે.અઠેગઠે ભારતમાંથી કયારે વેચાય કે જાય છે તેના તરફ ભણેલા બેરોજગારોની નજર છે. નોવેલ કોરોનાનો કહેર ઓછો થાય તેવી પ્રાર્થના સહ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.