શુદ્ધ ધર્મનો થાય જા, સર્વાંગીણ વિકાસ ! તો સદ્‌ગુણ સદ્‌ગુણ સદભાવનો, ઉજજવળ થાય ઉજાસ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

છગનીયા આ દેશમાં શું થાવા બેઠું શે તે કોય ખબર જ પડતી નથ.લોકોને હારી વાતમાં રસ જ નથ રયો.. બસ મફત..મફતને..મફતનું ખાવું શે..મફતનું મળે એટલે રાજીના રેડ..પેલા ગોળ ફોફા ને દારૂના લોટામાં લોકો લલચાઈ જાતા હવે ભણતર વધ્યું શે તો બીજામાં આ દિલ્હીવાળામાં તો દેશભાવના જેવું કોય રહ્યું જ નથી. પેલા કેજરીવાલની વાતોમાં આવીને ના કરવાનું કરી બેઠા શે ..હવે દેશમાં આવું ને આવું મફતનું ખાવાનું ચાલ્યું તો શું થાશે ? છગનીયા હું ૧૯૪૧ માં સરપંચ તરીકે ચૂંટાયો હતો. આ વરહથી મને પેનશન મળે તેવા કાગળીયા કરવા શે..
અલ્યા મગનકાકા, આજ ચા પોણી પીધા વગર આયા શો કે શું ? સરપંચને ચ્યાંથી પેન્શન મળે અને ૧૯૪૧ માં તમે ચ્યાંથી સરપંચ હતા ત્યારે તો અગરેચી રાજ હતું. તમારી બુદ્ધિ બેર મારી જઈશે. ધારાસભ્ય સંસદસભ્યને પેન્શન મળે શે ને બિચારા તાલુકા, જિલ્લાને દેશ માટે ચેવડું મોટું બલિદાન આપે શે.. શોકરા બૈરાનાય નથ રેતા.. રાષ્ટ્ર પ્રેમ તો એમનામાં જ ભરેલો શે.. બાકી તો આપણને મફતનું મળે એટલે લલચાયી જશાં. મગનકાકા તમે દીલીનું પરિણામ જાઈને હૈયાવરાળ કાઢતા હો તેવું લાગે શે.. ગયા મંગળવારે ના થાવાનું દિલ્હીમાં થઈ જયું દિલ્હીમાં લાઈટ મફત, નેહાળુ અસલ નવી બનાવી, દવા સારવાર મફત આલી એટલે દિલ્હીના લોકો શેતરાઈ જયા હવે ભલે ભોગવતા એવું તમે કેવા માંગો શો ને ?
છગનીયા મેં મારા દીલની વાત કરી શે… દીલીવાળાએ આવું નતું કરવું ધરમ એ જીવન જીવવાની કળા શે એ ચોપડી વાંચતો તો ત્યાં ટીવીમાં દિલીના હમાચાર આવતા તા ને તેનો બધા પકસના મોટા નેતા વચે ચૂંટણી નવીન વાત ચાલતી એમાં બધા ઉકળી ઉકળીને બોલતા તા પણ કોય મોંઘવારી, લાંચ, ભેળસેળ,બેકારી વિશે એકેય મારા બેટા બોલયા જઈને ટીવીવાળાએ આવા પ્રશ્નો પુસયા એ નઈ ચેવું કેવાય.. કો આજે દેશમાં આ મોંઘવારી ચ્યો..પોચી શે.. એનું તો કોય બોલતું જ નથ…એવું કેવાય શે કે દિલીમાં બધા ખુશ થશે…એમ કેજરીવાલ એટલા માટે ખુશ શે કે એનો પકસ જીત્યો ને ભાજપવાળા કોગરેસની એક સીટ ના આવી જાય તો વળી કોગરેસવાળા એટલા માટે ખુશ શે કે લાઈટ, પોણી, ભણતર, દવાઓ મફત મળશે. એનાથી વધુ ચૂંટણી પચવાળા શે.. કારણ કે કોયઈએ મશીન હોમે આરોપ નથ નાખ્યા.. ગુજરાતમાં આજુ કોયઈક થાય તો મારૂં બેટું જબરૂં કેવાય..
મગનકાકા આ પરજાને મફતનું ખાવાની ટેવ પડશે એ ખોટું થય શે. એવું એક પકસવાળો ચ્યાંક બોલ્યા તા હવે મને યાદ નથ પણ હાંભળ્યું તું દિલહીની ભણેલી ગણેલી પરજા મફતના ખાવામાં લલચાય તો આપણા ત્યાં બચારા અભણ તો પેલા ફોફા, ગોળ ને દારૂના લોટામાં જ લલચાઈ જતી. હવે બે હજારની રોકડી એકાદ બે મળે તો ઓયકને વીજ પોણીને રસ્તા, શિક્ષણ, દવાઉ મફત જ મળે શે.. સરકારી દવાખાનાનો કોયને જવું જ નથ..બાર તો દિલીમાંય દાકતરો, પૈસા વગર થોડું ચાલતા હશે ?
છગનીયા છગનીયા તું કોય પકસમાં બની જ્યાં શે કે શું ? આટલા બધાવખાણ કરતો મેં તને કોય દી જાયો નથ.. તું દાઢમાં તો નથ બોલતો ને જે હોય ઈમારા પોહે હાચું બોલજે.. હો.. હેઠ એક ચા પી નાખશું અરે નેમલા મને અને છગનીયાને એક એક અડધી ચા પાઈ દે હેડ તાર..
હે મગનકાકા આજ કયાંઈક મુડમાં લાગો શો. ચૂંટણી પરીણામ આયાને એક અઠવાડીયું થયું. શવરાત નજીક આયી રહી શે.. આ વખતે ભોગ બોગ પીવાના કે નઈ ગયા વરહે શવરાંતના ભવનાથના મેળામાં જ્યાં ત્યાં યાદ શે ને..
અલ્યા છગનીયા, તાર પાહે વાતું જ ખુટતી નથી. શવરાંત યાદ કરાઈ એટલે યાદ આયું કે જયલાની વઉં કે બાપા હારા શકરીયા..બટાકા એક એક કીલો લેતા આવજા..તારી વાતમાં ભુલી જ જાત. અલ્યા નેમલા ચા આલી દે અમે પીને જતા રહીએ.. લે છગનિયા ચા પી લે આપણે કાલ જા બાર ના જઉં તો મળશું. શવરાંત શુકરવારે શે તો આપણે ચ્યોક મેળામાં આ વખતે જાવું શે કોય માદેલના મંદિર જઈ આવશાં…
એ મગનકાકા આવજા હોં.. અલ્યા નેમલા ચા હારી બનાઈ હો. દુધ ચ્યાંથી લાવે શે.. હેડો મુ જઉં ત્યારે…
વાચક મિત્રો મગનકાકા છગનીયો પોતાના હૃદયના ઉભરા આપણી વચ્ચે કાઢે શે ઈ આપણને ય ગમે છે. કારણ કે કયાંક એ વાત ચિંતનના તાંતણા આપણા હૃદય સાથે પણ અસ્તુ….ભારત માતા કી જય…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.