ઉત્સાહ,સેવા, થનગનાટ અને રચનાત્મક વિચારસરણીથી સતત કાર્યરત રહેતા ડીસાના પરમાનંદભાઈ શર્મા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જીંદગી એક બોજ નહીં, પરંતુ જીંદગી એક ખોજ છે તેમ ગણીને સતત કંઈકને કંઈક નવીનતાપૂર્ણ કામગીરી કરતા કેટલાય માણસો અનેકજનો માટે પ્રેરણાદાયી છે.પિતા શ્રીરામજી ભુદરલાલજી શર્મા અનેે માતા વીરાબેનના પરિવારમાં તા.૧૧-૧૧-૧૯૬૩ ના રોજ ડીસા ખાતે જન્મેલા પરમાનંદભાઈ શર્મા પણ ઉત્સાહ,તરવરાટ, થનગનાટ, નાવિન્યપૂર્ણ વિચારો અને કંઈક રચનાત્મક કરી બતાવવાની ઉમદા ભાવના વાળા છે.આમ તો આ પરિવારનું મૂળ વતન રાજસ્થાનના જાલોર જિલ્લાનું કોટકાસ્તાન ગામ છે. તેમણે ધો.૧થી ૩ નો અભ્યાસ ડીસા બ્રાન્ચ શાળામાં, ધો.૪ થી ૧ર આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે અને કોલેજનો અભ્યાસ પણ ડીસા કોલેજ ખાતેથી જ પૂર્ણ કર્યાે.બી.એડ.મુંદ્રા કોલેજમાં કર્યા બાદ તેમણે એમ. એ.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માંથી પૂર્ણ કર્યું. એમનાં જીવનમાં અનેક શોખ છે પણ કેન્દ્રસ્થાને નાટય પ્રવૃત્તિ રહી છે.સતત રચનાત્મક વિચારોથી હર્યાભર્યા સદાય હસમુખા અને પોતાને સોંપાયેલ જવાબદારી માટે પૂર્ણ સભાન રહેતા એવા પરમાનંદભાઈ શર્મા એક સારા ઉદઘોષક પણ છે.સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું અને કરાવવું અને તેના થકી અનેક વિદ્યાર્થીઓ કે કલારસિકોને પ્રોત્સાહિત કરીને આનંદ મેળવવાની તેમની રીત પ્રેરણાદાયી છે.તેમને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૪ર૭૩૭ર૮૧૮ છે.
તેમનાં ધર્મપત્ની ગીતાબેન ધો.૧૦ પાસ છે પણ પરિવારને સાચવવામાં પી.એચ.ડી.છે.તેમનો દિકરો હર્ષ શર્મા એમ.એસ. સી.કેમેસ્ટ્રી સાથે ખૂબ જ તેજસ્વી છે અને હાલ લંડન છે.બીજાે દિકરો કિલ્લોલ શર્મા હોમિયોપેથિક ડૉકટર છે. દીકરી ઉન્નતિ શર્માએ પણ ફાર્મસીમાં ડિપ્લોમા કરેલ છે.પીંક સીટી સોસાયટી ખાતેનું એમનું નિવાસસ્થાન સુંદર સુશોભનથી હર્યુંભર્યું છે અને આવનાર મહેમાનોને પણ ભારતીય સંસ્કૃતિ મુજબ પૂરતો આવકાર મળે છે.નાટક લખવાં અને ભજવવાં એ એમનો મુખ્ય શોખ છે.ભણશાળી ટ્રસ્ટ આયોજીત નવરાત્રી ગરબા મહોત્સવ વખતે સમગ્ર સ્ટેજને ગામડાનાં અવનવાં દ્રશ્યો સાથે સજાવવામાં તેઓ સહયોગી રહ્યા છે.ખૂબ જ સારી વેશભુષાના પણ જાણકાર છે.કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓ ખૂબ જ સારૂં સ્ટેજ ડેકોરેશન પણ કરી શકે છે. ગુજરાતી સીરીયલોમાં તેઓ ટીવીના પડદે ચમકયા છે.પોસ્ટ ઓફિસ તેમજ લોહીની સગાઈ ટીવી સીરીયલોમાં તેમણે કામ કર્યું છે.પ્રવાસનો ખૂબ જ શોખ ધરાવતા પરમાનંદભાઈએ સાહિત્યક્ષેત્રે પણ સારૂં ખેડાણ કર્યું છે. જે જવાબદારી સ્વીકારે તે પ્રારંભથી અંત સુધી વિશિષ્ઠ રીતે નિભાવનાર પરમાનંદભાઈ આદર્શ હાઈસ્કૂલ ડીસાના વફાદાર શિક્ષક છે.કુદરતી હોનારતો,ભૂકંપ, દુષ્કાળ, રેલરાહત જેવા વિકટ સંજાેગોમાં ગામડાઓમાં કીટ વિતરણની કામગીરી કરી જરૂરીયાતમંદોને રાશન પહોંચાડવાની જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી છે.તાજેતરમાં કોવીડ-૧૯ ની વિકટ પરીસ્થિતિમાં પોતાની સોસાયટી ઉપરાંત સેવા વસતીમાં જઈને તેમણે કીટ વિતરણ કર્યું હતું. ભવિષ્યમાં સ્વહસ્તે લખાયેલ નાટકોનું પુસ્તક બનાવી તેનું વિમોચન થાય તેવી તેમની ઈચ્છા છેે. ત્રિઅંકી નાટકનું દિગ્દર્શન કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે. ગુજરાતી ફિલ્મક્ષેત્રે ડાયલોગ લખવા,અભિનય કરવો અને શ્રેષ્ઠ કક્ષાની ફિલ્મો માનવસમાજને જાેવા મળે તેવી તેઓ ઈચ્છા ધરાવે છે.પોતાની નિવૃત્તિ બાદ ખૂબ જ સંસ્કારયુકત શિક્ષણ આપતું વિદ્યાસંકુલ નિર્માણ કરવાની ઈચ્છા ધરાવતા પરમાનંદભાઈ સંબંધોની માવજત કરવામાં માહિર છે.
હાલમાં તેઓ આદર્શ પ્રાથમિક શાળા ડીસા ખાતે સુપરવાઈઝર તરીકેની જવાબદારી નિભાવી રહેલ છે. અખિલ ભારતીય સાહિત્ય પરીષદ બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે તેમની સેવા પ્રશંસનીય છે. બનાસકાંઠા જિલ્લા અનુદાનિત શિક્ષક સંઘમાં તેઓ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવે છે.રીજમેન્ટ રોડ ઉપર આવેલ પીંકસીટીમાં ઘણાં પરિવારો રહે છે અને આ સોસાયટીના મહામંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવે છે. ભગવાન અને ધર્મ પ્રત્યે અતૂટ, અમાપ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા પરમાનંદભાઈ શર્મા ભારતીય સંસ્કૃતિના જતન અને વર્ધન માટે કાર્યરત છે. વાંચન અને લેખનનો શોખ ધરાવતા પરમાનંદભાઈએ અનેક પુસ્તકો વાંચ્યા છે પણ એ બધામાં તેમને કુંદનીકા કાપડીયાનું ‘સાત પગલાં આકાશમાં’ વિશેષ ગમેલ છે.
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ,દિલ્હી, ઉત્તરપ્રદેશ,કર્ણાટક વિગેરે રાજયોમાં તેમણે પ્રવાસ કરેલ છે પણ આ બધામાં તેમને હરિદ્વાર જયારે ગુજરાતમાં સોમનાથ વધારે ગમેલ છે. આદર્શ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સીપાલ નાનકભાઈ બી.મેઘાણી સાહેબ તેમના જીવનના આદર્શ છે.ભારત વિકાસ પરિષદ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ સમાજ લેવલે પણ તેમનું અવારનવાર સન્માન થયેલ છે. આ પૃથ્વી ઉપર પરમાત્માએ દરેકને કોઈને કોઈ પ્રકારની જવાબદારી સાથે મોકલ્યા છે .પરમાનંદભાઈ શર્મા પણ વિશેષ જવાબદારી નિભાવતાં નિભાવતાં પોતાનું જીવન નિત્યાનંદ થકી વ્યતીત કરી રહ્યા છે.પ્રાથમિક શાળા કક્ષાએ અનેક નાના નાના બાળકોમાં સંસ્કાર અને સુવિચારનાં બીજ રોપી તેમના જીવનને સુગંધિત બનાવનાર પરમાનંદભાઈ શર્માની ડીક્ષનરીમાં કંટાળા જેવો કોઈ જ શબ્દ નથી.મા ભારતીના જય જયકાર માટે નિષ્ઠાપુર્વક જવાબદારી નિભાવી સૌને સાથે લઈને ચાલતા પરમાનંદભાઈ શર્માને કોટિ કોટિ વંદન.. અભિનંદન અને શેષ નિરામય જીવન માટે અઢળક શુભેચ્છાઓ…
ભગવાનદાસ બંધુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.