ખુદાં પરેશાં તેરી બલા સે, તેરે સિતમ તેરે અધમ સે ! અગર હસીં હોતે જુલ્મ તેરે તૂં ભી તો કુછ શર્મસાર હોતા !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વોર્ડ સભ્યોને તેનાથી અમો તો બહુ આગળ નીકળી ગયા ને વિકાસ પ્રગતિની એટલી હરણફાળ ભરી નાખી છે કે હવે તો મતદાર યાદીના પેજ પ્રમુખ-ઉપપ્રમુખ-મંત્રી-મહામંત્રી-ખજાનચી-ટ્રેઝરર સંગઠન મંત્રી બનાવી નાખ્યા.હવે કંઈ બાકી જ કયાં રહ્યું છે લોકશાહીને સાચવવાનું ? ગુજરાતના નગરો, ગામડામાં આ ટીમ આજે બહુ પ્રમાણિક રીતે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને અનુભવી સુધીની વાતોમાં આજે લોકોને આવા લોકોની દરેક વોર્ડ મહોલામાં જરૂરીયાત ઉભી થઈ છે.કોઈ કોઈના સગડ પૂછનાર નથી ત્યારે પેજ સંગઠનના સક્રિય આગેવાનો કાર્યકરો હવે લોકોની વાત સરકાર સુધી સાચી પહોંચાડોેે.ચૂંટણી ટાણે નાની નાની સાચી ખોટી તમામ પ્રકારની હળવી ભારે વાતો સરકાર સુધી પહોંચાડનાર પ્રતિનિધિઓ અત્યારે દેશ અને રાજયમાં સ્થિતિનો તાગ મેળવીને જે રીતે આઝાદ વિકાસની હરણ પાંખે પહોંચેલી પ્રજા કંઈ રીતે રીબાઈ મરાઈ લુંટાઈ રહી છે ને છતાં ઠેર ઠેર હોસ્પિટલોને બેડના આંકડાઓ મોટા મોટા રોજબરોજ આવી રહ્યા છે. બિડેને ભાઈબંધી નિભાવીને ઘણું બધું મોકલ્યું છે જે જરૂરીયાતમંદ લોકો સુધી શ્વાસમાં પહોંચવું જાેઈએ. કોઈકે હૃદયનો ઉભરો ઠાલવતાં કંઈક એવી વેદના પ્રગટ કરી કે પેજ પ્રમુખો-આગેવાનો-માનવી હશે તો ચોક્કસ હચમચશે ખરા ?શ્વાસના કંઈ સરનામાં લખાતાં હશે ને મૃત્યુના કંઈ વેઈટીંગ લખાતાં હશે. બસ કુદરતનો આ પ્રકોપ જ કાંઈ જુદો છે નહીંતર માનવ માનવથી દૂર આમ ભાગતો હશે.ડૉકટરો ભગવાનનો અવતાર છે તો પછી આ લુંટણખોરી કરનાર કયો ભગવાન અચાનક એ દેહમાં ઘુસીને કાપાકાપી કરી રહ્યો છે.માનવીની ભવાઈ પન્નાલાલ પટેલે વર્ષો પહેલાં જયારે તેમની કલમ અંકિત કરી હશે ત્યારે એ કલમ હૃદયને મનની ગતિના આજે કેવા હાલ હશે ? એ ટેકનોલોજી વિહોણો અંધકાર યુગ હતો અને આજે એપ્રિલ-ર૦ર૧ અદ્યતન ટેકનોલોજી વિકાસના હવાઈ મહેલો, કીલ્લાઓ ઘણા બનાવી નાખ્યા છે.આ બિચારી કૃષિપ્રધાન રાષ્ટ્રની પ્રજાએ ર૦ર૧ ના મધ્યકાળમાં કેટલાય વિસ્તારોમાં તુટેલી ફુટેલી ખખડેલી પરિવહનની એસ.ટી.બસ જાેઈ નથી. અમારા ગુજરાતના ગામડાના હવે તો અદ્યતન બનેલા પેજ પ્રમુખોને પૂછી તો જુઓ કે કેટલા વિસ્તારમાં જુની ટ્રેન કે તેના પાટા જાેયા છે ખરા ? બુલેટ, મેટ્રો ટ્રેનની મોટી મોટીને બહુ ખર્ચાળ યોજનાઓ વચ્ચે આજે સરકારી હોસ્પિટલોની સાચી વાસ્તવિકતા શું સામે આવી રહી છે. ? તમને સાચું કોઈ કહેનાર નથી નોવેલ કોરોના કોવિડ-૧૯ ના પ્રથમ તબક્કામાં બાવીસમી માર્ચ બે હજાર વીસથી સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉનનું કડક તાળું મારી દીધું હતું.અત્યારે વકરેલી પરીસ્થિતિમાં શું નડે છે ? રાજયોના ગામડાં, નગરોમાં સંક્રમણનું પ્રમાણ બેફામ વધ્યું છે.સ્વયંભુ લોકડાઉન કરી પ્રજા ભયના માર્યા ઘરમાં બેસવા મજબુર બની છે પણ સરકારી તંત્ર તરફથી યોગ્ય વ્યવસ્થાતંત્રનો અભાવ સ્પષ્ટ જાેવા મળે છે. કોણ કયાં કાચું પડે છે એ તો તંત્ર અને મંત્રીઓ જ જાણે પ્રજાને આ બાબતે કયારે સમજાવવાની નથી કારણ કે છેવટે પ્રજા છે કયાં ? હવે તો પેજ પ્રમુખો છે. વિરોધ પક્ષ કયાંય શોધ્યો જડતો નથી એટલે પ્રજાની વહારે આવે પણ કોણ ? લોકશાહીમાં એવું કહેવાય છે કે શાસક, વિરોધપક્ષ કુદરતી આપત્તિના સમયમાં તમામ પ્રકારના રાગદ્વેષ ભુલી જઈ ફકતને ફકત પ્રજાને કુદરતી આફતમાંથી ઉગારવા ‘ભામાશા’ ની ભૂમિકા ભજવવી પડે.આજે ફકત ગુજરાતની પરીસ્થિતિની સાચી સમીક્ષા કરી લોકોને બચાવવા પ્રયત્ન કરવો એ જ પ્રાધાન્યતા હોવી જાેઈએ પરંતુ જાેવા મળે છે ખરૂં ? વાચક મિત્રો પરિસ્થિતિ ઘણી ગંભીર છે ઘરમાં જ રહો સલામત રહોનું ચુસ્ત પાલન કરો તેમાં કોઈ બાંધછોડ ન કરો, બિનજરૂરી રખડપટ્ટીને જાકારો આપો.પરિવાર સાથે જ મૌજમાં રહો, માસ્ક સેનેટાઈઝીંગ, સામાજીક અંતરનું પાલન કરો.અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.