નિજ નિજ ગ્રંથો પ્રતિ,થયો અમિત અનુરાગ ! ગ્રંથો ગ્રંથિ બની ગયા મનુજ બહુ હતભાગ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વિશ્વના દેશોની શાસન વ્યવસ્થામાં રાજાશાહી, નવાબશાહી, લોકશાહી, અંગ્રેજશાહી, હીટલરશાહી, સરમુખત્યારશાહી સહિત કબીલામાં પણ એક વડાશાહીનો પ્રજા કોઈને કોઈ સ્વરૂપમાં અનુભવ કરી રહી છે.દેશનું શાસન એમ કોઈક રીતે તો ચાલે જ ને દુનિયાના દરેક દેશમાં અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા છે.ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં બિન સાંપ્રદાયિકતાને વરેલી લોકશાહી છે.એટલે કોઈ ધર્મ સંપ્રદાય પોતાની રીતે પોતાના રીત રિવાજાે, રહેણી કરણીમાં બીજાને કોઈ હાની ન પહોંચે તે રીતે જીવન જીવી શકે છે.સ્વતંત્ર પ્રજાસત્તાકતા લોકશાહી શાસન વ્યવસ્થામાં સૌથી શ્રેષ્ઠ છે.આપણે ગત સપ્તાહે જ ૭ર મા પ્રજાસત્તાક દિન ઉજવ્યો.નોવેલ કોરોના કોવીડ-૧૯ના વાયરસે જે ભયંકરતા ફેલાવી છે લગભગ તેવી સ્થિતિ પ્રજા લોકડાઉનમાં રહે ને હજુ દશ અગિયાર મહીનાથી તો શિક્ષણ તો સંપૂર્ણ લોકડાઉન છે.બીજાની તો ખબર નથી પણ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર-રાજય સરકાર પગલાં ભરી પ્રજાની જાનહાની ઓછી થાય તેવા પ્રયત્નો કરે છે.આ નોવેલ કોરોના કોવિડ-૧૯ ના વાયરસો હવામાં ઉડતા લોકોને એક ઉમદા બોધપાઠ પણ આપ્યો છે. સમાજમાં હળીમળીને રહેવાની સાથે ખોટા મેળાવડા બંધ કરીને એકમેક ભાઈચારા સાથે જ જીવો જરૂર પડે ત્યાં સોશીયલ ડીસ્ટન્સ મોં પર ફરજીયાત માસ્ક પહેરો જેથી અણબનાવવામાં પણ ખુશાલી છવાયેલી રહે ને અંદરોદરનો વાણીવાક ન થાય તો વિવાદ વધતા અટકે છે.સ્વચ્છતાના આગ્રહી બનો, જ્યાં ત્યાં રખડવા ખાવાની કુટેવથી બચો, લોકડાઉનથી વ્યસનો પર અંકુશ આવ્યો છે.એક વાયરસે પ્રજાને સંયમપૂર્વક પૃથ્વીલોક પર શાંતિથી સો વર્ષનું જીવન જીવી શકાય છે. સંયમ ચૂકયા તો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાનો પણ પરિવારને અધિકાર નહીં રહે તે સમજ આપી છે. જીવો અને જીવવા દો નોવેલ કોરોના કોવીડ-૧૯ હળવો થયો ત્યાં બર્ડ ફલુની દહેશત શરૂ થઈ છે. મરઘાં બતકોમાં આ રોગ વિશે જાેવા મળે છે ત્યારે આવા અબોલ જીવોને મારીને આરોગવાથી મનુષ્ય દુર રહેવું જાેઈએ.માનવ પક્ષીઓ વચ્ચે પણ અંતર જરૂરી છે નહીંતર રોગચાળાનો ભોગ બનીને મોતને ભેટવાનું નક્કી છે.
ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા તેથી તો કહી છે જયાં સંયમ ચૂકયા ત્યાં ધર્મ અલિપ્ત થઈ જાય છે.ને માનવ વિહવળ બને છે એ નક્કી જ છે. છેલ્લા દશ મહીનાથી આપણે કોરોના કોવીડ-૧૯ ના ઓથાર હેઠળ છીએ એક દિવસ પણ ઘરમાં નહીં રહેનાર વ્યક્તિ મહીનાઓ સુધી, પરિવાર સુધી મને કમને સાથે રહે તેનાથી બીજાને આનંદ કયો હોઈ શકે ? ઘણા માનવ પૃથ્વીલોક પર એવા હતા કે જેમના પાંચ સાત વર્ષના બાળકે પિતાનો સવારે ચહેરો પણ નહીં જાેયો હોય એટલે કે બાળક ઉઠે એ પહેલાં કામધંધે જતો વ્યક્તિ રાત્રે બાળક સુઈ જાય એટલે જ ઘરે આવે.આ બાળકને પિતાનો ચહેરો કોઈ ફોટો કે હવેના મોબાઈલમાં જાેવા મળ્યો હોય ત્યારે આ વાયરસે બધાને એકસૂત્રતાથી બાંધવાનું કામ કર્યું છે.આ નોવેલ કોરોના કોવીડ-૧૯ ની અસર કયાંને કેવી રહી દવા દારૂ શું ઉપયોગી થયા એ હજુ તબીબો સમજી શકયા નથી ત્યાં બજારમાં ઘણી દવાઓ વેચાઈ ગઈ ને રસી આવી હવે આ રસીના ડોઝ કોને કેટલી અસર અને આડઅસર કરે છે એ તો જેના પર ઉપયોગ થયો હોય એ જ જાણે. બાકી રસીની આડઅસર થાય છે એવું કેટલાક ચોક્કસ કહે છે. રસીકરણ બાબતે શહેરો કરતાં ગામડાઓમાં દહેશત વધુ જાેવા મળે છે.૭૦ ટકાથી વધુ લોકોનો રસી પ્રત્યે નકારાત્મક જ મૂડ છે.રાજકારણીઓને બીજા પર અખતરો થાય પછીથી આપણે રસી લઈશું એ પણ જરૂર જણાશે તો એવું સ્પષ્ટ મંતવ્ય વ્યકત કરનારા ઘણા મળી રહે છે.આ બધા વચ્ચે ખેડૂતોનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે તે તો રફેદફે કરવા માટે ૭ર મા પ્રજાસત્તાક દિને મોટો ધડાકો થયો છતાં ખેડૂતો હજુ મક્કમ છે. કાયદામાં શંું છે એ બાબતે કોઈ સાચું તથ્ય બહાર આવતું નથી પરંતુ ખેડૂતો જે રીતે આંદોલન મક્કમતાપૂર્વક કરી રહ્યા છે એ જાેતાં એવું લાગે છે કે આ ત્રણ કાયદાથી ખેડૂતોને નુકશાન છે.અનાજ, તેલીબીયાં માર્કેટની ગડમથલ શાકભાજી માર્કેટમાં બીનજરૂરી જાેવા મળે છે.તેને કોઈ અટકાવી નથી શકતું એમ આ કાયદાથી બીજા તત્વો જ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ત્રાહીમામ છે પણ તેમનો અવાજ સાંભળે કોણ ? તેમને કયાંક દુધ ઉત્પાદક ડેરીઓએ ઉંધુ ગણિત જણાવી દીધું છે કે ર૭ રૂપિયે લીટર ડેરીમાં વેચે પણ ૪૦ રૂપિયે સીધું ગ્રાહકને નથી આપવું સમજાય તો ધન્યવાદ બાકી અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.