ફુલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ કયાંથી હોય ? નેતા થયા ખુરશીના, દેશદાઝ કયાંથી હોય ?

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અમેરિકામાં લોકતંત્રના મંદિર સમાન સંસદભવન પર ગત સપ્તાહમાં હારેલા ડોનાલ્ડ ટ્રમ્પના ઉશ્કેરીજનક ઈશારાથી હુમલો થયો ને તેમાં ચારથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો.ખરેખર વિશ્વમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ખરી ? આપણે આપણા આત્માને ઢંઢોળીને પુછીએ તો શું જવાબ મળશે ? થોડા વર્ષો પહેલાં આતંકી હુમલા આજ સંસદ પર થયાં ત્યારે વિશ્વના દેશોએ તેને વખોડી નાખેલ.ભારતીય સંસદ ભવન પર પણ આતંકી હુમલો થયો હતો ને ત્યારે પ્રજાના કહેવાતા પ્રતિનિધિઓ કાગારોળ કરી મુકી હતી અને એમાં વિચારવાની વાત એ છે કે, આ આતંકીઓનો મનસુબો જુદો હતો તે પોતાની કોઈક માંગ પુરી કરવા માટે લોકસેવકોને ઢંઢોળતા હતા.આ હુમલાને કોઈ સારો તો ના જ કહી શકાય પણ હુમલો કરનાર ખરાબ વિકૃતિના આતંકવાદીઓ રાષ્ટ્ર વિરોધીઓ હતા એટલે જ તેનો જવાબ આપણાં જાંબાજ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર આપ્યો હતો.ગત સપ્તાહે અમેરિકી સંસદભવન પર જે હુમલો થયો એ લોકશાહીની હત્યા બરાબર છે.લોકોનો પ્રતિનિધિ જ જયારે હુમલો પોતાના એક નીજી સ્વાર્થ માટે કરવા ત્યારે તેને કોઈ રીતે માફ ન કરવો જાેઈએ.બ્રિટનના ઘણા ખરા દેશોએ આ હુમલાની ટીકા કરી છે. આપણા દેશમાં પણ લોકતંત્રની હત્યા કરતા આવા બનાવો ચૂંટણી બાદ બને છે.પણ બહાર નથી આવતા. જે બાબતે લોકોએ જાગૃત બનવાની જરૂર છે.લોકશાહીની વ્યાખ્યા અબ્રાહમ લીંકને આપેલી તે મુજબ લોકો વડે, લોકોથી લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એ આપણા દેશની જ વાત કરો.આજે ર૦ર૧ નું વર્ષ ચાલે છે.કોઈ ગ્રામ પંચાયત કે નગરપાલિકા જ નહીં સામાન્ય સહકારી મંડળીના સભ્ય- ચેરમેનની ચૂંટણી હોય તોય તેમાં સભાસદોની ખરીદી થાય છે ને વધુ નાણાં પ્રલોભનો આપે એ જ ચેરમેન તરીકે ચૂંટાય છે.ખરેખર આ લોકશાહી શાસન વ્યવસ્થા છે ખરી ? આપણા હરતા ફરતા જાેઈએ છે કે આપણી ગ્રામ પંચાયત,પાલિકા, મહાનગરપાલિકાના વોર્ડમાં સભ્ય કઈ રીતે ચૂંટાય છે ને ચૂંટાયા પછી કયાંક મૌન બનીને પાંચ વર્ષ પૂરા કરે છે અથવા પાંચ વર્ષ સાત પેઢી ખાય એટલું ભેગું કરે છે એના સિવાય પ્રજાલક્ષી કોઈ કામ કરતા હોય તો બતાવો અમેરિકાની સંસદ પર હારેલા ડોનાલ્ડ ટ્રમ્પે પ્રજામાં નહીં પણ તેના ચમચાઓને ઉશ્કેરીને સંસદ પર હુમલો કરાવ્યો તેવા હુમલા કેટલાક ગામડા,વોર્ડમાં આજેય આપણા દેશમાં ચૂંટણી પછી બને છે.પરંતુ કયાંયને કયાંક લોકશાહીની સાચી સમજ પ્રજા સુધી નથી પહોંચી એ વાત આવી ઘટનાઓ પરથી નક્કી તો થાય જ છે. અમેરિકાની શિક્ષિત વિકાસશીલ પ્રજાએ રર૦ વર્ષના ઈતિહાસમાં પહેલી આવી ઘટના જાેઈએ કે હારેલ પ્રમુખ તેના સમર્થકો દ્વારા લોકતંત્રના મંદિર પર આ રીતે અધમ કૃત્ય હુમલો કરાવી શકે તો બીજું શું ના થાય ? આપણે ગત બાવીસમી માર્ચ-ર૦ર૦ થી કહેવાતા કોરોના કોવિડ-૧૯ વાયરસના આતંકથી યેનકેન પ્રકારે બાનમાં છીએ.જયારે પ્રજાના કહેવાતા પ્રતિનિધિઓ આપણા જાનમાલના રક્ષક,શાસકો તો ગમે ત્યારે ગમે ત્યાં તાકડધિન્ના કરે છે.તેમને કોઈ જ નીતિ નિયમ જ નહીં, જીવમાત્ર પર ખતરો હોય છે ને આવા સમયે લોકોને બાનમાં રાખીને તમે ગમે તેવા તાકડધિન્ના લોકો પાસે જ કરાવો.વાહ લોકસેવકો વાહ તમારી પ્રજા, રાષ્ટ્રભક્તિને લાખ લાખ વંદન..ભારતીય પ્રજાએ વિચારવા જેવું છે કે, અમેરિકી સંસદ પર હોટલો પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌મ્પ તેના કહેવાતા સમર્થકો દ્વારા હુમલો કરાવી શકે. તો આપણા ચૂંટણી સમયે લાખો રૂપિયા ખર્ચતા લોકસેવકો કદાચ હારી જાય તો શું ના કરાવી શકે ? લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરેખર પગાર ભથ્થાં અને પેન્શન મળે ખરૂં ? આ કેટલા પ્રકારની લોકશાહી ? શું પ્રજાએ ખરેખર આ પ્રતિનિધિને તેના વિસ્તારમાંથી પગારદાર કર્મચારી તરીકે નિમણુંક કરી છે કે તેના ટોળામાં જે સક્ષમ યોગ્ય લાયકાતવાળા વ્યક્તિને પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે ? ના, આવું કઈ રીતે પ્રજા બોલી શકે ? અહીં તો શાસક વિરોધ પક્ષને બીજા પૂંછડીયા રાજકીય પક્ષો દલા તરવાડી બની જાય છે ને એ સમયે તો એક અવાજ બોલે છે.બે ચાર શું કરવા દશ-બાર જ લઈ લેે ને ? રાષ્ટ્રભક્તિની વાતો કરતા આ લોકસેવકોનાં હૃદયમાં સાચી દેશદાઝ કયાંથી પ્રગટવાની ?ખરેખર અમેરીકી સંસદ પર એક રાષ્ટ્ર નેતાએ તેના સમર્થકોને ઉશ્કેરીને જે હુમલો કરાવ્યો તે બધી રીતે વખોડવાલાયક જ નિંદનીય અધમ કૃત્ય જ છે.આજે બારમી જાન્યુ.ર૦ર૧ તો થઈ ગઈ. મકરસંક્રાંતિ-ઉતરાયણને બે દિવસ બાકી છે.બધા તહેવારોનીજેમ ઉતરાયણ ઉજવવા પર પણ પ્રતિબંધ છે.બહુ વિચારીને ધાબા અગાસી પર ચડજાે, કોરોના કોવિડ-૧૯ ભયંકર છે.
વાચક મિત્રો, ફુલો થયાં પ્લાસ્ટીકનાં સુગંધ કયાંથી હોય ? નેતા થયા ખુરશીના દેશદાઝ કયાંથી હોય ? તમારા વોર્ડમાં ચૂંટાયેલા સભ્યને ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે એ બિચારો પરિવારવાળો છે એટલે સમજ્યા ને ?? આપણે રાષ્ટ્રભક્તિ દેશદાઝની ભાવના સતત પ્રગટતી રાખી તેમના ભખ્ખર ભરવાના છે એ ભૂલતા નહીં.સર્વત્ર શાંતિનો માહોલ સ્થપાય, શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ ચાલુ થાય તેવી પ્રાર્થના સહ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.