દિન પર દિન એળે ગયા, કરતાં લોકડાઉનનો ભંગ સાચો અર્થ સમજ્યા નહીં, કોરોના કોવીડ થયા અઠંગ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ધર્મ એ જીવન જીવવાની કળા છે.કોઈપણ સંપ્રદાયના ધર્મગુરૂ, ધર્મગ્રંથો, ધર્મસ્થળો થકી જીવોને જીવવા દોની માનવ હૃદયમાં ભાવના પ્રગટ થાય છે. અલ્યા ભાઈ આ બધી ચર્ચા હમણાં રહેવા દોને અત્યારે એકને એક માત્ર કોરોના કોવિડ-૧૯ વાયરસ સિવાય કંઈ જ નથી.ધર્મસ્થળોને તો તાળાં મારી દીધાં છે. કોરોના સંક્રમણ ત્યાં જ વધુ થાય છે ને હવે બીજી વાતોમાં પડતા જ નહીં. ચીન ભારત પર હાવી થવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે.આપણા લશ્કરના બાહોશ જવાનો સજ્જ છે.ડ્રેગનની શું હિંમત કે ભારત સાથે બાથ ભીડે.ભારતમાં લોકડાઉનનો ચોથો તબક્કો હળવાશભેર વાતાવરણમાં વધતાં સંક્રમણ વચ્ચે ગત રવિવારે પૂર્ણ થયો. આપણા દેશમાં નોવેલ કોરોના કોવીડ ર૦૧૯ વાયરસ એક મહાન કાર્ય કર્યું તે કોઈને દેખાયું હોય કે ના દેખાયું પણ મને દેખાયું. એ વાત આજ ચિંતન રત્નકણીકા અવશ્ય કરવી છે. કોરોના કોવિડનું લોકડાઉન શરૂ થયું ત્યારથી આજે સીત્તેર દિવસમાં બીજા બધા રોગો નાબુદ થયા.અકસ્માતમાં દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ મૃત્યુ પામતા એ દર ઘણો નીચો ગયો છે જે બાબતનો સ્વીકાર કરવો જ રહ્યો.વર્ષો પહેલાં શીતળા, બળીયાનો રોગ વાયરસ આવ્યો હતો ને એ સમયે પણ ભયંકર સ્થિતિ એક ભયાનક કુદરતી આફત આવે છે જે કંઈક લાભાલાભ કરાવી જાય છે. નોવેલ કોરોના કોવીડમાં પણ આવું જ બનવાનું કુદરતી ફેરફારો દર સો વર્ષે આવતાં જ રહે છે જેના વિશે સજાગ બનવું જ રહ્યું.આપણે કયાંક અતિશય ભટકી જઈએ ત્યારે કુદરત એકાદ આવી ટકોર કરે એ સ્વાભાવિક જ છે.પ્રકૃતિના એ નિયમો જેને આપણે કોઈને કોઈ રીતે અવગણતા થઈએ છીએ.જંગલો, તળાવો, નદીઓ, પહાડો જેવા અનેક સ્થળોનો આપણા સ્વાર્થને કારણે નાશ કર્યો.રહેણીકરણી કુદરતી ઉપરવટ જઈને કરવા માંડયા.જીવન ટકાવવા માટે હવા, પાણી અને ખોરાક પણ યોગ્ય નથી એટલે કયાંક ને કયાંક આપણે આપણી ઘોર ખોદી.

કુદરતના એ નિયમો જેમનો આપણા દુઃખોથી અને દુખના વિમોચનથી આપણા બંધનોથી અને બંધન મુÂક્તથી સીધો સંબંધ છે તેમને જાણવા અને જાણીને તેમનો આપણા ભલા માટે ઉપયોગ કરવો એ જ ધર્મ છે.જે દુઃખોનું કારણ છે તેનું નિવારણ કરવું અને જે દુઃખ વિમુÂક્તના ઉપાય છે. તેને ધારણ કરવો એ જ સર્વવ્યાપી વિધાનથી સમરસ કરાવનાર આત્મહીત અને સર્વહિતકારી ધર્મ છે. પ્રકૃતિનો કારણે કાર્યવાળો વિધાન સર્વ પર લાગુ થાય છે.આ વિધાન ન કોઈ પર કોપ કરે છે ન કૃપા. કુદરત કોઈની શરમ નથી રાખતી.જે કાનુન તોડે છે તે દંડીત થાય છે.આપણે આગળ કહ્યું તેમ પ્રકૃતિના નીતિ નિયમો તોડીને દુઃખી થઈએ છીએ.દર સો વર્ષે એકાદ મોટી ઘાત આવે છે જે તેનો અણસાર જ નોવેલ કોરોના કોવીડ ર૦૧૯ વાયરસે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે અને આજે આપણે ઘરમાં જ રહો સુરક્ષિત રહો લોકડાઉન ચારમાં ૭૦ દિવસ બવ ઉથલપાથલથી પસાર કર્યા. બંધાણીઓ અને કાળા બજારીયાને આ કુદરતી મહામારીમાં બહુ મજા આવી થોડું હળવું લખીએ તો બંધાણીઓ લુંટાયા ખરા પણ જરૂરી તો હતું જ ને આ કુદરતે માનવ દેહમાં અવતાર આપ્યો ને આ દેહમાં જેની જરૂર નથી તેવી વસ્તુઓ નાખીને આપણે જ બગાડીએ છીએ. વાંચક મિત્રો દેશમાં ગઈકાલથી બહુ સાવચેતીપૂર્વકનું પાંચમું લોકડાઉન શરૂ થયું છે. કોરોના વાયરસે ભારતની પ્રજાને સ્વચ્છતાના જે પાઠ શીખવાડયા તે ધન્યવાદને પાત્ર છે. કેટલીક બીજી બાબતો પણ નજરે પડી જેમાં રાજા રામમોહનરાય જેવા સમાજ સુધારકની હૃદય સ્પર્શી વાતોનો અમલ થયો જે કાયમી જળવાઈ રહે તો ? ખોટા ખર્ચા, દેખાડા, ટોળા, રીતિ રીવાજોનો વાયરસના ભય થકી અમલને સારી બાબત છે. બહારના વાસી, ખુલ્લા, તળેલા ખોરાક ખાવાનું બંધ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને કરકસર બધી જ જીવનની શૈલી શીખવી છે.ગત સપ્તાહમાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ૮૦ વર્ષ સુધી અન્ન પાણી વગર જીંદગી વિતાવી એવા દિવ્યાત્માને આપણે ગુમાવ્યા તો પ્રખર જયોતિષ બેજન દારૂવાલા પણ આવા આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ રીએ. લોકડાઉન હોય કે ન હોય પરંતુ દેશમાં કોરોના વાયરસનું અસ્તિત્વ છે ત્યાં સુધી બહુ સાવચેતીથી રહીએ, સંક્રમણ સરકાર અટકાવવા પ્રયત્ન કરે છે પણ આપણે આપણાથી જ અમલ કરીએ. બાકી તો રાજકીય કાવાદાવા તો ચાલુ રહેશે. ભયંકર સ્ટેજમાં પણ સભા, સમારંભો, ખાતમુહુર્તો થાય છે. અહીં કયાં સંક્રમણ થાય છે પ્રજામાં સંકલન-સંક્રમણ ન થવું જાઈએ જરા ચિંતન કરશો બવ મજા આવશે..અસ્તુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.