ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિ વર્ધનમ્‌ ! ઉર્વાત્સુકમિવ બન્ધનાન્મૃત્યોર્મૃક્ષીય મામુતાત્‌ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હેં વિકાસ મરી ગયો દેશભરમાં આજે એક જ ચર્ચાનો માહોલ ઉભો થયેલ છે.ખરેખર વિકાસ મરી ગયો છે તે કોને દેખાય છે? ઠેર ઠેર વિકાસની વાતો વચ્ચે અચાનક જ કેમ વિકાસ મરી ગયો ? જાગૃત નાગરિકો મૌન બનીને એક જ વાત કરે છે એન્કાઉન્ટરમાં વિકાસ ભર્યો છે.અભણ-અજ્ઞાની ગામડાના અને શહેરોના લોકો વચ્ચે એક જ ચર્ચાનો દોર છે કે દર્શન કરતાં વિકાસ પકડાયો પણ અચાનક કંઈક બોલે એ પહેલાં જ મરી ગયો.ગુજરાતીના દરેક ગામડાં, નગરોમાં રોડ, તળાવો, ગૌચર, ખરાબા, નદી નાળાંને વળી પાણી પુરવઠા મફતના અનાજ, વસ્તુ, મકાનમાં બધે જ વિકાસ મરી ગયાના વાવડ સાંપડે. ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસ કર્મચારીઓને ગોળીએ ઠાર મારીને શહીદ કરનાર એક કુખ્યાત ઈસમ વિકાસ દુબે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પકડાયો તો ખરો પણ અચાનક ગાડી પલ્ટી ખાતાં જ ઉત્તરપ્રદેશની સતર્ક જહાંબાજ પોલીસની તાલીમી સજ્જ ફૌજ પાસેથી હથિયાર લઈને ભાગ્યો ને એન્કાઉન્ટરમાં ઠાર મારીને અનેકને બચાવી લીધા.આવા કુખ્યાત ઈસમોનો લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવો પણ યોગ્ય નથી ને ? કેસ ચાલે, અવનવા કાવાદાવા થાય ને છેવટે છુટી જાય આવી માનસિકતા ધરાવતો પણ એક વર્ગ છે. કાયદો તેની પરિભાષામાં એવું કહે છે કે, નવાણું દોષિત છૂટી જાય પરંતુ એક નિર્દોષ મરાવવો ના જાેઈએ. આ બધી ચર્ચા એક ધ્યાનથી સાંભળતા મગનકાકા ઉકળી હેડયા. અલ્યા છગનીયા કયો વિકાસ કયાં મરી ગયો શું થ્યું તંું કુનો છોકરો હતો આ કોરોનાના રોગચાળામાં આવી જયો કે શું ? તું આટલા મહીના ચ્યો હતો. ઈતો કે આ વિકાસના સમાચાર આલ કે ઈ કંઈ રીતે મરી જયો. શું નેરમાં પડીને આપઘાત કરીએ કે બીજું કંઈ શે.. હમણો તો આ છોકરાને વહુ બહાર નેકળવા જ દેતા નથી. બાપા તમારે બાર જવાનું જ નથી. અઈ જ આંટો ફેરો કરે જાઓ.રઘવાયો થઈ જયાં આજ તું બધાની આંખમાં ધુળ નાખીને નેકળી જ ગયો ને જેવો બાર નેકળ્યો તેવા આ લેબડા ને ચે બેઠા બેઠા બે જવાનીયા વાત કરતા હતા કે વિકાસ મરી ગયો.ઈ કોઈક અંદરોઅંદર બોલતા હતા પણ ઈમાં મને કય જ હમજણ ના પડી ને તને જાેયો એટલે હાચું કવા રાજી થ્યો હોં કે.. છગનીયો હાચી વાત કરશે ને હકાની લારીએ જ આજ તો ઘણા દા’ ડે ચા પીવી શે.. હોં હેડ..લે ઈ બાજુ જ જઈએ. મગનકાકા તમે હો વરહના થાવાના હો આજ ઉઠયો ત્યારે જ તમને યાદ કર્યા કે હમણાં તો મગનકાકા મળ્યા નથી ને ઘરે ય જવાતું નથી ને ખરેખર હાચા હૃદયથી યાદ કરો તો મેળાપો તો થઈ જાય. હોં મગનકાકા આ વિકાસ મરી ગયો એમ બોલ બોલ બોલ કરે શે પરંતુ કયા ગામડાં, શેર કે મહાશેરમાં મરી ગયો ઈ બાબતે મને ય ખબર નોથી હોં આ તો દશલાના છોકરાએ કીધું કે બા ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસ કર્મચારીઓને મારી નાખ્યા હતા ઈ કુખ્યાત માણહ વિકાસ દુબેને આપણા પવિત્ર ધામ ઉજ્જૈન બાજુથી પકડીને લાવતી હતી ને ઈની ગાડીને આડે ગાયો, ભેંસો આવી એટલે પલટી ખાઈ જતાં આ અપરાધી વિકાસ એકદમ પોલીસ ઉપર કુદયો ને હથિયાર ઝુંટવીને જંગલમાં ભાગી જાતો તો ઈને બીજા પોલીસ અધિકારી જવાનોએ ગોળીઓ મારીને મારી નાખ્યો એને દશલો અંગરેજીમાં કંઈક બીજું કે તો તો ઈ રીતે મરાયો. અલ્યા છગનીયા મને તો એમ કે દેશનો વિકાસ સાચે જ મરાયો. તને એવું નથ લાગતું કે આ વિકાસ તો અપરાધી હતો ને પોલીસના હથિયાર ઝુંટવીને ભાગ્યો તો મરાયો પણ આપણા દેશનો વિકાસ છગનીયા બે ચા પીવાનું કર તારો બાપલો કોઈ જાે હાચી વાત હાંભળી જયું કે વિકાસ મરી ગયો તો તારીયે પૂછપરછ કરશે કે તે ચ્યાં જાેયો તો વિકાસ મરી ગયો. અલ્યા હકલા આજ તો ચા હારી બનાવશે.. હોં ઘણા દાડે આદુ નાખેલી ચા પીધી હોં.. લે આ પૈસા હું જઉં.. અલ્યા છગનીયા આવજે હોં.. અરે મગનકાકા હમણાં દિવાળી હુધી તો બાર ઓછા જ નેકળજાે.. હો ને છેલ્લા માણસની રચના બહુ ગમી એટલે ચિંતનાર્થે ગઈકાલે સોમવતી અમાસ હતી. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારે ભગવાન ભોળાનાથ સદા શિવ સૌનું ભલું કલ્યાણ કરે. માણસથી ગભરાયો માણસ… માણસથી મુંઝાયો માણસ.. માણસની ઝેરીલી નજરે માણસથી નજરાયો માણસ..માણસ જેવો માણસ થઈને માણસથી સંતાયો.માણસ માણસના તીખાં બાણોથી માણસ વિંધાયો..માણસ માણસના નખ ઝીણાં ઝીણાં માણસથી પીંખાયા..માણસ માણસના પાડોશી માણસ માણસથી લુંટાયો..માણસ પાછળના હુંફાળા હાથે માણસથી રહેંસાયો..માણસ માણસના સુકાયા આંસુ, માણસથી દુભાયો માણસ, માણસથી ગભરાયો માણસ, માણસથી ભુલાયો માણસ.
વાચક મિત્રો માણસથી જ માણસ વિહવળ છે ને આજના પવિત્ર દિવસે સદાશિવ કલ્યાણકારીને પ્રાર્થના કરીએ કે કોરોનાના પ્રકોપ કરતાં માણસે ફેલાવેલા ભયથી લોકો બહુ દુઃખી છે ને એ શાંત થવું જાેઈએ.. જય ભોલે. આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.