સમાજસેવા, શિક્ષણ, વૃક્ષારોપણના માધ્યમથી સતત રચનાત્મક પ્રવૃત્તિઓ કરતાં જસદણ (સૌરાષ્ટ્ર) નાં શ્રીમતી સોનલબેન વસાણી (ઠક્કર)

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હકારાત્મક, રચનાત્મક અને સકારાત્મક વ્યક્તિ પોતાના જીવનને તો પ્રગતિમય અને સંસ્કારી બનાવે જ છે પરંતુ તેના લીધે અનેક વ્યક્તિઓને પણ પ્રેરણા મળતી હોય છે.જાહેર જીવન કે સેવાકાર્યોમાં આદિ અનાદિકાળથી મહિલાઓનું એક વિશેષ મહત્વ રહ્યું છે. ખુબ જ અડગ, નીડર અને મજબુત મનોબળ ધરાવતી મહિલાઓ વિશેષ પ્રગતિ કરીને તેમના પરિવાર, સમાજ, વિસ્તાર કે રાજય માટે ઉદાહરણ રૂપ બને છે. પિતા સુરેશભાઈ કમરસીભાઈ ઠકરાર અને માતા મધુબેનના પરિવારમાં પોરબંદર ઘેડ વિસ્તારના બડેજ ગામે તા.૮-૮-૧૯૮૪ ના રોજ જન્મેલાં સોનલબેન વસાણી (ઠક્કર) સમાજસેવા, શિક્ષણ, ખેતીવાડી, મસાલા બીઝનેસ, જાહેરજીવન, વૃક્ષારોપણ, ગૌસેવાના માધ્યમથી સતત પ્રગતિ કરી હાલે જસદણ નગરપાલિકાના વોર્ડ નં.૬ માંથી ચૂંટાયાં છે અને બાગ બગીચા સમિતિના ચેરમેન પણ છે.
પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ રાજકોટમાં જ મેળવ્યા બાદ ઈંગ્લીશ મીડીયમમાં ટી.વાય.બી.કોમ.પણ રાજકોટ ખાતેથી જ કર્યું છે. તા.૩-૬-ર૦૦૬ ના રોજ તેજસભાઈ પ્રાણજીવનભાઈ વસાણી સાથે લગ્નગ્રંથિથી જાેડાયા બાદ જીવનમાં એક નવો પોઝીટીવ વળાંક આવ્યો છે.માતા પિતા તરફથી મળેલ સંસ્કાર, સમજ, સલાહને લીધે ગમે તેવા સંકટો અને સંઘર્ષો સામે પણ હસતા મોંઢે ટકી રહેવાની અદભૂત તાકાત ધરાવતાં સોનલબેનના ભાઈ નિલેશભાઈ રાજકોટ માર્કેટયાર્ડમાં પેઢી ધરાવે છે. તેમની એક બહેન અલ્પાબેન રાજેશભાઈ પોપટ જામનગર ખાતે સેટ થયેલ છે જયારે બીજી બહેન દીપાબેન રાજકોટમાં એડવોકેટ છે.ચાણકયના પુસ્તકો વાંચવા ગમે છે તેવું જણાવતાં સોનલબેનના જાહેર જીવનના ગુરૂજી ગજેન્દ્રભાઈ રામાણી છે. સાથે સાથે ડૉ.ભરતભાઈ બોઘરા, ભરતભાઈ છાયાણી અને સુનીલભાઈ જાેષી (ગોંડલ)નું વિશેષ માર્ગદર્શન રહેલ છે.રોજ સવારે યમનાષ્ટકનો નિયમિત પાઠ કરતાં સોનલબેન પોઝીટીવ થીંકીંગ ધરાવે છે. તેમનો દિકરો વીર જસદણની શાંતિ નિકેતન સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. સોનલબેનને અભિનંદન આપવા તેમનો મો.નં.૯૭૩૭૯૩૦૭૧૭ છે.
મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતાં સોનલબેનને નાનપણથી જ સંઘર્ષ સાથે ગાઢ નાતો છે. કોલેજ કાળ વખતે રાજકોટની ભારતી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પીરીયડ લેતાં અને રોજગાર મેળવતાં સોનલબેને જસદણની વિવેકાનંદ સ્કૂલમાં શરૂઆતમાં છ મહિના જાેબ કરી હતી. પોતાના પતિનો વ્યવસાય જીરૂ, ધાણા, મરચાં સહિતના શુદ્ધ મસાલાઓ દુબઈ, કુવૈત, ચીન, યુરોપના દેશોમાં નિકાસ કરવાનો છે.આર.કે. એગ્રી એક્ષપોર્ટ નામની ઓફિસમાં સોનલબેન મહત્વની જવાબદારી સંભાળે છે. દર વર્ષે દુબઈ ખાતે ગલ્ફ ફ્રુટનું પ્રદર્શન હોય છે તેમાં પણ સોનલબેન જાય છે; જ્યાં ખરીદદારો અને વેચાણકારો ભેગા થતા હોય છે. તાજેતરમાં કોરોના મહામારીમાં પણ જરૂરીયાતમંદોને ભોજન મળે તે માટે જલારામ મંદિર જસદણ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાંથી ભોજન લઈને તેમના વોર્ડ નં.૬ અને સીવીલ હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી તેમણે સંભાળી હતી. જસદણ લોહાણા સમાજનાં ઉપપ્રમુખ એવાં સોનલબેન લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિમાં સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી છે.જસદણમાં નવરાત્રિ,જલારામ જયંતિ, હરિરામ બાપા જયંતિ,સરસ્વતી સન્માન સમારોહ જેવા કાર્યક્રમોમાં તેઓ અગ્રેસર રહે છે.નાના નાના માણસોના પ્રશ્નો ઉકેલવામાં ખુબ જ રસ ધરાવતાં સોનલબેન નિરાભિમાની, નિઃસ્વાર્થ, નીડર અને તેમના કામમાં ખુબ જ નિયમિત છે.પોતાનાં માતા પિતા પ્રત્યે અને પરિવાર પ્રત્યે સતત ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરતાં સોનલબેન ઉચ્ચ કક્ષાની ખેતીવાડી અને વૃક્ષારોપણમાં રસ ધરાવે છે.તેમના પતિ તેજસભાઈ વસાણી તેમજ તેમના ભાઈઓ દિલીપભાઈ, હિતેશભાઈ અને બેન ગીતાબેન સહિત સૌ પરિવારજનો સાથે આત્મીયતા ધરાવતાં સોનલબેન તેમની પ્રગતિ માટે તેમના પતિદેવ તેજસભાઈના સહકાર અને માર્ગદર્શનને વારંવાર યાદ કરે છે.
પોતાના પરિવારજનો કે સ્નેહીજનોનો જન્મદિવસ, લગ્નદિન હોય કે કોઈ શુભ સમાચાર હોય ત્યારે સોનલબેન અવશ્ય વૃક્ષારોપણ કરી-કરાવીને તેનો આનંદ લે છે. જસદણમાં પોતાની ૩૦ વીઘા જમીનમાં જીરૂ,મગફળી,કપાસ જેવા પાકોની ઉપજ તો લે છે સાથે સાથે આ જમીનમાં પુરતા પ્રમાણમાં તેમણે વૃક્ષો પણ વાવ્યાં છે. સાસણગીર ખાતે તેમની ૯ વીઘા જમીનમાં સારી ખેતીવાડી છે.ભવિષ્યમાં ગૌસેવાના કાર્ય સાથે જાેડાઈને જીવનને સફળ બનાવવું તેવી ભાવના ધરાવતાં સોનલબેન સવારના ૬ વાગ્યાથી રાતના ૧ર વાગ્યા સુધી સ્વકાર્યો અને સેવાકાર્યોમાં સતત પરોવાયેલાં રહે છે.
જસદણ તેમજ રાજકોટ જિલ્લાની અનેક સંસ્થાઓ દ્વારા તેમના સેવાકાર્યની સાદર નોંધ લેવાઈ છે અને અનેક સંસ્થાઓએ તેમનું સન્માન પણ કરેલ છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં ઘણાં સ્થળોએ પ્રવાસ કરનાર સોનલબેનને હરિદ્વાર વધારે ગમે છે. દુબઈ, કુવૈત, સિંગાપોર, મલેશિયા જેવા દેશોનો વિદેશ પ્રવાસ તેમણે કર્યો છે.તેમના જીવન વિકાસમાં તેમના પતિ તેજસભાઈ અને સાસુમા હંસાબેન સહિત સૌનો ખુબ જ સપોર્ટ છે અને તેઓ વારંવાર કહે છે કે મારૂં સમગ્ર પરિવાર સપોર્ટેડ પરિવાર છે. સેવાકાર્યોને લીધે ર૦૦૯ થી તેમની લોકચાહના વધી અને ર૦૧૮ માં તેઓ જસદણ નગરપાલીકામાં પણ ચૂંટાયાં. અનેક સેવાકાર્યાે સાથે જાેડાયેલો જસદણનો વંદનીય અને અભિનંદનીય રઘુવંશી લોહાણા સમાજ પણ સોનલબેનની સાથે જ છે.વિવિધ સેવાકાર્યો, સત્કાર્યો, સમાજસેવા થકી જીવનને સતત પ્રગતિશીલ અને સેવાકીય બનાવતાં સોનલબેન વસાણીને કોટિ કોટિ વંંદન.. અભિનંદન.. અઢળક શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.