રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડારના માધ્યમથી પ્રશંસનીય લોકસેવા કરતા ડીસાના વૈદ્ય કાંતીભાઈ એસ. માળી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આકાશ થાંભલાઓ વિના ટકી રહ્યું છે એમાં કેટલાય પુણ્યશાળી અને સેવાભાવી માણસોનું કર્મ જવાબદાર છે. પિતા શામળભાઈ પ્રતાપજી માળી અને માતા મણીબેનના પરિવારમાં તા.પ-પ-૧૯૮૧ ના રોજ દિયોદર ખાતે જન્મેલા વૈદ્ય કાંતિભાઈ માળીનું આયુર્વેદિક જ્ઞાન ખુબ જ બહોળું છે અને નિઃસ્વાર્થ ભાવે લોકસેવા કરીને તેમના જ્ઞાનનો લાભ અનેકજનો સુધી પહોંચાડી રહ્યા છે.જાેકે ૧-૬-૧૯પ૬ ના રોજ જન્મેલા તેમના પિતાજી વૈદ્ય શામળાજી પ્રતાપજી માળી ખેડૂત પરિવારમાં જન્મેલા અને તેમના પિતા પ્રતાપજી દેવજીજી માળી તેમજ માતા હેમાબેનના આયુર્વેદિક સંસ્કારો આખાયે પરિવારને વારસામાં મળ્યા છે.ધો.૧ર સુધીનો અભ્યાસ દાંતાની સર ભવાનીસિંહ વિદ્યાલયમાં કર્યા બાદ પિતાજીના વારસાને જાળવવા કાંતિભાઈ માળીએ આયુર્વેદીક ઔષધિઓના સહારે લોકસેવાનો પ્રારંભ કર્યો.૧૯૯૬ થી ર૦૦પ સુધી દાંતા ખાતે તેમનો આયુર્વેદિક ઔષધ ભંડાર પિતાજીની દેખરેખ હેઠળ ચાલ્યો જેમાં ૧૯૯૬ થી ૧૯૮૦ સુધી પિતાજીની પણ સેવા મળી.ર૦૦પ થી ર૦૧૦ ચંડીસર ખાતે પણ લોકસેવા કરી.ર૦૦૭ થી ડીસાના સુભાષચોક ખાતે સને ર૦૧૧ થી પાર્થ એપાર્ટમેન્ટ ડીસા ખાતેથી તેમની આયુર્વેદિક લોકસેવા નિરંતર ચાલુ છે.‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના સિદ્ધાંતને વરેલા કાંતિભાઈ માળી મળવા જેવા અને માણવા જેવા માણસ છે. પૈસા કરતાં સેવાને વધારે મહત્વ આપતા કાંતિભાઈની મહાદેવીયા ખાતે ચાર વીઘા જેવી ખેતીવાડી પણ છે. ર૦૦૭ માં ટોકનચાર્જ લઈને ચીકનગુનિયામાં ૩ થી ૪ હજાર માણસોની સેવા કરી તેમણે અનેકજનોના આશીર્વાદ લીધા હતા. ગરીબોને પણ પોષાય તે રીતે આયુર્વેદિક દવા આપતા કાંતિભાઈનું સમગ્ર પરિવાર પણ તેમની સેવાથી રાજી છે. તેમનાં ધર્મપત્ની રેખાબેન, દિકરીઓ જયોતિ, ભૂમિ, આશા અને દિકરાઓ કોમલ,દીપ સહિત સૌ કોઈ તેમના સેવાકાર્યમાં સહયોગી બને છે.કાંતિભાઈના એક ભાઈ મહેશભાઈ અને બહેનો ગાયત્રીબેન, હેતલબેન સહિત સૌ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.માર્ચ ર૦ર૦ થી કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં ત્રાહિમામ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ડીસા, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર,પાલનપુર સહીત અનેક સ્થળોએ કાંતીભાઈએ પોતાના સ્વખર્ચે ઈમ્યુનિટી બુસ્ટર તરીકે આયુર્વેદિક ઉકાળો બનાવી તેનું વિતરણ કરેલ છે અને અનેક લોકોને કોરોનામુકત કર્યા છે. વ્યસનમુકિતનું ખુબ જ મોટું કાર્ય કરતા કાંતીભાઈનું અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓએ સન્માનપત્ર દ્વારા સન્માન પણ કરેલ છે.ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ રર પ્રકારની ઔષધિઓમાંથી બનાવેલ ઉકાળો રોગપ્રતિકારક અને શક્તિવર્ધક હોય છે અને આ કવાથનો લાભ હજારો માણસોએ લીધો છે.કાંતીભાઈને અભિનંદન આપવા તેમનો મો.નં.૯૮૯૮૬૭૩૪૦૯ છે.
કડુ,કરીયાતું, ગળો, અશ્વગંધા,અરડૂસી, તુલસી, હરડે, બહેડાં,આંબળાં,સુંઠ, મરી, પીંપળ, તમાલપત્ર, પીંપરામુળ,નગોડ,ગોખરૂ, લવીંગ, અજમો, ફુદીનો, પીપરમેન્ટ,વજ, કપૂર જેવી અનેક ઔષધિઓના મિશ્રણથી બનાવવામાં આવતો ઉકાળો ખુબ જ શક્તિદાયક છે અને કોરોના સહિત અનેક રોગોથી બચી શકાય છે.બનાસકાંઠા જિલ્લાના કલેકટર, ડી.ડી.ઓ,આરોગ્ય અધિકારી સહિત સૌ કોઈ તેમની સેવાથી અતિ પ્રભાવિત છે. ભવિષ્યમાં સૌને આરોગ્યપ્રદ બનાવવાની ઉત્કૃષ્ઠ ભાવના ધરાવતા કાંતીભાઈ માળીએ જલારામ મંદિર ડીસા ખાતે પણ વર્તમાન સમયમાં બે વાર ઉકાળા વિતરણનું આયોજન કર્યું હતું અને તેનો લાભ અનેકજનોએ લીધો હતો. વીસેક હજાર ગળોની વેલ તૈયાર કરવી અને વીસ હજાર જેટલા તુલસીરોપા તૈયાર કરી ઘેર ઘેર પહોંચાડવાની ઈચ્છા ધરાવતા કાંતીભાઈ આ માટેની નિષ્ઠાપૂર્વક તૈયારી કરી રહેલ છે.આયુર્વેદથી ખુબ જ લાભ થાય છે અને તેને લગતા વિવિધ રોગોમાં કામ આવતાં ઔષધો વિશે પણ તેમણે સરસ સાહિત્ય છપાવેલ છે.દવાની સાથે સાથે જ ખોરાકની પરેજી પણ ખુબ જ મહત્વની છે તેવું તેઓ માને છે.આયુર્વેદ સાચું છે પણ વધારે મોંઘુ પડતું હોવાથી નાછૂટકે લોકો એલોપેથી તરફ વળ્યા છે.કાંતીભાઈ માળી જેવા નિઃસ્વાર્થ વૈદ્યરાજ મિત્રો પરમાત્માના દુત બનીને સાચી સેવા કરી રહેલ છે એ બાબત પ્રશંસાને પાત્ર છે.તેમના પિતાજીએ દાંતા વિસ્તારમાં ખુબ જ સારી આયુર્વેદીક સેવા કરેલ છે.અનેક પ્રકારની વનસ્પતિઓની ઓળખ અને કલેેકશન કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.તેમણે દાંતાના રાજવી પરિવારમાં પણ રાજવૈદ્ય તરીકે સેવા આપી હતી.સૌની સુખાકારીમાં વધારો થાય તેવી ભાવના ધરાવતા કાંતીભાઈ માળીનો લાભ અનેક ધાર્મિક, સામાજીક,રાષ્ટ્રીય, શૈક્ષણિક, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓએ લીધો છે.કાંતીભાઈ માળી તેમના પિતા પ્રતાપજીભાઈ અને તેમના દાદા દેવજીજી માળીએ જે આયુર્વેદિક સેવા કરી છે અને વારસો જાળવ્યો છે તેના ઉપર એક મસમોટું પુસ્તક લખી શકાય તેમ છે પણ સ્થાન મર્યાદાને લીધે અત્રે કાંતીભાઈનો અહીં આછેરો પરિચય આપ્યો છે.કાંતીભાઈની આયુર્વેદિક લોકસેવા બદલ કોટિ કોટિ વંદન, અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.