યદ્દ વાચાનભ્યુદિતં યેન વાગભ્યુદ્યતે ા તદેવ બ્રહ્મ ત્વં વિધ્ધિ નેદં યદિદમુપાસતે ાા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

‘કેનોપનિષદ’ ના આ પ્રથમ ખંડમાં બ્રહ્મના સ્વરૂપની ચર્ચાનો પ્રારંભ સુંદર રીતે થયો છે. પહેલાં શિષ્ય મન, ઈન્દ્રીય વગેરેનો પ્રેરક કોણ છે તેવો પ્રશ્ન પુછે છે. ઉત્તરમાં ગુરૂ બ્રહ્મનું સ્વરૂપ ટુંકમાં પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, ‘બ્રહ્મ બધી જ ઈન્દ્રીયોનું મૂળ છે હવેના પાંચ મંત્રોમાં ઋષિ પાંચ ઈન્દ્રીયોના વિષયોથી બ્રહ્મતત્વ ભિન્ન છે એમ સિદ્ધ કરતાં જણાવે છે કે ઃ
યદ્દ વાચાનભ્યુદિતં યેન વાગભ્યુદ્યતે ા
તદેવ બ્રહ્મ ત્વં વિધ્ધિ નેદં યદિદમુપાસતે ાા૧-૪ાા
‘જે (યદ્‌) વાણીથી-વાણી વડે (વાચા) પ્રકાશિત પ્રગટ થતું નથી.(અનભ્યુદિતમ્‌) (પણ) જેનાથી-જેના વડે (યેન) વાણી (વાગ) પ્રકાશિત થાય છે-પ્રગટે છે. (અભ્યુદ્યત)તેને (તદ્‌) જ (એવ) તું ત્વમ્‌ બ્રહ્મ (બ્રહ્મમ્‌) જાણ-સમજ (વિધ્ધિ) જેની જે તત્વની (યદ્‌) આ બધા (ઈદમ્‌) ઉપાસના કરે છે. (ઉપાસતે) તે આ નહીં તે બ્રહ્મ નથી. (ન ઈદમ્‌)’
આ મંત્રમાં બ્રહ્મનંું શબ્દાતીત સ્વરૂપ વ્યકત થયું છે. ઉપનિષદ કહે છે કે તત્વજ્ઞાન જીવનદર્શક છે. જે તત્વ વાણી પ્રકાશિત કરી શકતી નથી પણ જેનાથી વાણી પોતે પ્રકાશિત થાય છે તે જ બ્રહ્મ છે એમ સમજ. આ તત્વનું વાણીથી વર્ણન થઈ શકતું નથી, પણ વાણી જે શક્તિથી નીકળે છે તે શક્તિ એટલે બ્રહ્મ, સ્થુળ અને મર્યાદિત શક્તિવાળી વાણી.અણોઃ અણીયાન્‌ મહતો મહિયાન્‌ એવા બ્રહ્મનું દિવ્ય સ્વરૂપ કેવી રીતે વર્ણવી શકે? વાણી તો સ્વયં આ બ્રહ્મની શક્તિનું પરિણામ છે. ઉપનિષદ કહે છે કે તું અંતર્મુખ થઈને એ વાણી કોનાથી પ્રગટ થાય છે ?’
વાણીનો જે વિષય બને છે તે પરબ્રહ્મ નથી. કારણ કે વાણી પોતે જ પર બ્રહ્મની સત્તાથી પ્રગટ થાય છે. ‘તદ્‌ એવ ત્વં બ્રહ્મ વિધ્ધિ’ અર્થાત તેને જ તું બ્રહ્મ જાણ. અહીં ‘વિધ્ધિ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનો અર્થ થાય છે ઃ જાણ કે સમજ.તમે અમુક વાત માનતા ન હો તો પણ તમારે તે વાત માનવી પડશે એમ જ્યારે કહેવાનું હોય ત્યારે સંસ્કૃત ભાષામાં ‘વિધ્ધિ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેની ઉપાસના આપણે લોકો કરે છે તે બ્રહ્મ નથી. કારણ કે બ્રહ્મ ઉપાસનાનો વિષય ન બની શકે, તે તો અનુભૂતિનો વિષય છે.

ઉપનિષદ માણસને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરે છે. ઉપનિષદ તો આ મંત્રમાં એવો તમાચો મારે છે કે ‘યદ્‌ ઈદમ્‌ ઉપાસતે ન ઈદમ્‌’ અર્થાત ‘તું જેને બ્રહ્મ સમજીને ઉપાસના કરે છે તે બ્રહ્મ નથી.’ આપણે બ્રહ્મ આકાશમાં છે એમ સમજીએ છીએ, પરંતુ ઉપનિષદ કહે છે કે બ્રહ્મ આપણામાં જ છે. જાે આ પ્રમાણે હોય તો આપણી વાણી પણ બદલાવવી જાેઈએ. તેથી આપણી વાણી ક્ષુદ્ર ન હોવી જાેઈએ, દુર્બળ ન હોવી જાેઈએ. જે વાણીમાં આંતરીક સમજણછે કે ‘વાણી તો ભગવાનની આપેલી દેન છે તે તો શ્રેષ્ઠ છે.

આ મંત્રમાં ઋષિ કહે છે કે વાણી જેને પ્રકાશીત કરી શકતી નથી પણ વાણીને જ પ્રકાશિત કરે છે તે બ્રહ્મ છે. વાણીને બ્રહ્મ પ્રકાશીત કરે છે એવી સમજણ આપણામાં નિર્માણ થવી જાેઈએ એનું માત્ર જ્ઞાન થયે ન ચાલે. વાણી ગોચર કે ઈન્દ્રીય ગોચર સ્થૂળ જગતને શાશ્વત માનીને તેની કરેલી ઉપાસના બધી રીતે વ્યર્થ છે કે તે સનાતન બ્રહ્મ નથી. આ સર્વનું આદિ કારણ કે જેમાંથી આ સમગ્ર પ્રવૃત્તિનો આરંભ થાય છે તે જ બ્રહ્મ છે તેથી તેની જ ઉપાસના કરવી જાેઈએ. ઉપનિષદ આપણને ફરી ફરી યાદ અપાવે છે કે બ્રહ્મ આકાશમાં નથી બ્રહ્મ તો આપણામાં જ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.