ભારતીય વૈદિક સંસ્કૃતિના વાહક, સંવર્ધક સંતો

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવન કેવી રીતે જીવી શકાય તેની સમજ આપતાં ઋષિ મુનિઓએ અનેક સાહિત્ય પ્રકારો દ્વારા ખેડાણ કર્યું. તેમણે મેળવેલા પ્રત્યક્ષ અનુભવોને વાણી દ્વારા, કાવ્યો દ્વારા, મંત્રો દ્વારા સંગ્રહ કર્યો છે. તેનું વહન કરતાં અભ્યાસુ સાધકો, વૈદિક સાહિત્યનો અભ્યાસ કરીને આપણાં સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયત્નો કરી રહ્યા છે.૧૦૦ વરસના અનુમાનીત આયુષ્યના શાસ્ત્રોએ ચાર તબક્કામાં વેચીને દરેક માણસે તે પ્રમાણે જીવનક્રમ અપનાવવો તેવું સુચન કર્યું છે. આ ચાર ભાગને ચાર આશ્રમ કહ્યા છે. જન્મથી લઈને રપ વરસના આયુષ્યને બ્રહ્મશ્ચર્યાશ્રમ નામ આપ્યું છે. આ તબક્કામાં વિદ્યાભ્યાસ તથા સારા વિચારો પ્રાપ્ત કરીને સંસ્કારીત બનવાનું છે.આ રીતે તૈયાર થયા પછી બીજાે તબક્કો (ર૬ છવીસ) થી પ૦ (પચાસ) વર્ષનો ગૃહસ્થાશ્રમ કહેવાય છે. પ૧ (એકાવન) થી ૭પ (પંચોતેર) વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ છે. આ સમયમાં આપણે સમાજહીતનું વિચારવું. પોતાના અનુભવનું જ્ઞાન લોકસંપર્કમાં જ ખર્ચવું અને ૭૬ (છોતેર)પછી ૧૦૦ (સો) વરસ સુધી જેટલું પણ શેષ જીવન હોય તે સન્યાસી તરીકે સંસારથી વિરકત થઈને પસાર કરતાં શીખવાનું છે. સંન્યાસ આશ્રમ સમયે એકાંતમાં રહીને ઈસ તત્વની આરાધના કરતાં કરતાં જે કાંઈ જ્ઞાન લાધે તેને આત્મસાત કરવું તથા સંસારના અસારપણાનો બોધ મેળવીને આત્મજ્ઞાનમાં સ્થિર થતાં શીખવાનું છે.
આવા આત્મજ્ઞાનને પામી જનારા સાધકો બે રીતે જીવન પસાર કરે છે. એક તો તેવા સાધકો મૌન બેસીને સંસારથી દુર વનમાં, પર્વતોની ગુફામાં, કે એકાંતમાં તે જ્ઞાનને વાગોળ્યા કરે છે અને પોતાની મસ્તીનો અનુભવ કરે છે તેવા સાધકોને મુનીવર તરીકે આપણે ઓળખીએ છીએ.એમ વિચારે છે કે જે સાધકને બ્રહ્મજ્ઞાન મેળવવાની જીજ્ઞાસા હશે તેવા મુમુુક્ષુઓ પોતે અમારી પાસે આવીને જ્ઞાન મેળવશે. અમારે ઘરે ઘરે જઈને ગમે ત્યાં, ગમે ત્યારે જ્ઞાનની હાટડી ખોલીને બેસવું નથી. આવા મુનિવરો પાસે રાજા મહારાજાથી માંડીને સાચા જ્ઞાનપિપાસુઓ ગુરૂ આશ્રમમાં જઈને આત્મજ્ઞાન મેળવતા હતા. જ્યારે આવા જ પરમજ્ઞાની પરમ હંસોમાંથી કેટલાક સાધકો પોતે મેળવેલું આત્મજ્ઞાન બીજાઓને

આપીને સંસારી જીવોનો ઉદ્ધાર કરવા સમાજમાં જઈને ઘરે ઘરે જઈને લોકોને લોકો સમજી શકે તેવી ભાષામાં આત્મજ્ઞાન સમજાવવા કૃપા કરતા હોય છે. પ્રાતઃસ્મરણીય સંતશ્રી આનંદમૂર્તિજી મહારાજ આ બીજા પ્રકારના મહાન સાધક પરમ હંસવૃત્તિવાળા ઋષિ પરંપરાને સ્વીકારીને આપણી વચ્ચે વિચરી રહ્યા છે. પ્રખર મેઘાશક્તિ, પ્રજ્ઞાવાન, પરમહિતકારી આનંદમૂર્તિજી મહારાજ જયાં જ્યાં ભકતો અનુગ્રહ કરે ત્યાં ત્યાં જઈને કથા, વાર્તા, સત્સંગ તથા વેદપુરાણો, ભાગવત જ્ઞાન અને ગીતાજીના ગાન દ્વારા સમાજ જાગૃતિનું ભગીરથ પુણ્યશાળી કામ કરી રહ્યા છે.જ્યારે વીર રસનો પ્રસંગ હોય ત્યારે બે હાથ ઉંચા કરીને વીરતા પ્રગટાવે છે. કરૂણા પ્રસંગે રોઈ પડે છે, હાસ્ય અને વિનોદના ટુચકા દ્વારા હળવાફુલ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરીને આપણા ઉપર મોટો ઉપકાર કરે છે. વેદો, ઉપનિષદો, પુરાણો, શ્રીમદ ભાગવતજી, ગીતાજ્ઞાન, મહાભારતની કથા કે અન્ય કથા પ્રસંગો પીરસતા હોય ત્યારે આંખો બંધ રાખીને હાથ ઉંચા કરીને કહે છે, એવં આકાશવાણી, હુંય સાંભળું અને તમેય સાંભળો..’ હજારો ભજનો કંઠસ્થ છે, આ બધું સાહિત્ય તેમને મુખપાઠ છે. તેથી મુર્ધન્ય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમનો પરીચય આપતાં કહે છે કે, પૂ.આનંદ મૂર્તીજી મહારાજની સ્મૃતિ ફોટો જેનીક છે. એટલે કે જેમ સ્વીચ દબાવોને ફોટો પડી જાય તેમ પોતે વાંચેલા ગ્રંથો તેમને કાયમી યાદ રહી જાય છે. આવા યુગઋષિને લાખ લાખ વંદન કરીને તેમના મુખે ગવાતા આત્મજ્ઞાનને માણીએ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.