પોતાની આગવી ગાયકી થકી સમગ્ર જીવનને ધન્ય ધન્ય બનાવતાં ડીસાનાં શ્રીમતી જયોત્સનાબેન રાવળ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતો રાવળ સમાજ ખૂબ જ મહેનતુ,જાગૃત, ધાર્મિક અને સત્યપ્રિય સમાજ છે. મોટા ભાગનાં અનેક ગામોમાં ઓછા વધતા પ્રમાણમાં રાવળ સમાજ વસવાટ કરે છે. મજુરી, ખેતી, પશુપાલન કે નાનો મોટો ધંધો રોજગાર કરી પોતાનો જીવનનિર્વાહ કરતો રાવળ સમાજ ખૂબ જ શાંતિપ્રિય અને ઉંચી સમજણ ધરાવતો સમાજ છે. ભજનપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી એવા આ રાવળ સમાજમાં ઘણા બધા ભકતો જન્મ લઈ ચૂકયા છે.અમારા પ્રિય સદગુરૂદેવ આનંદમૂર્તિજી મહારાજના ગુરૂદેવ શંકરનાથજી મહારાજ પણ રાવળ સમાજમાં જન્મ્યા હતા. ખૂબ જ મહેનતુ એવા રાવળ સમાજમાં પિતા માધવભાઈ રૂપાભાઈ રાવળ અને માતા સજ્જનબેનના પરિવારમાં ડીસા તાલુકાના ઉગમણા રાણપુર ખાતે તા.૩-૮-૧૯૭૪ ના રોજ જન્મેલાં જયોત્સનાબેન રાવળ પણ ભક્તિના રંગે રંગાયેલાં એક ઉચ્ચ કક્ષાનાં ઉત્તમ ગાયિકા છે.
તાજેતરમાં તા.૧પ-૧ર-ર૦૧૯ ને રવિવારે ડીસા જલારામ મંદિર ખાતે પરમ આદરણીય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય દ્વારા લખાયેલ ‘જલારામ દર્શન’ ની ચોથી આવૃત્તિનો વિમોચન કાર્યક્રમ હતો; ત્યારે જયોત્સનાબેન રાવળે કાર્યક્રમના પ્રારંભે જ સુંદર મજાનું આવકારગીત ગાઈને સૌને પ્રભાવિત કર્યા હતા. જયોત્સનાબેન રાવળનાં લગ્ન તા.પ-પ-૧૯૯ર ના રોજ ગોવિંદભાઈ રાવળ સાથે થયાં અને જીવનને એક નવો રચનાત્મક વળાંક મળ્યો. ભારતી, આરતી અને નિકુલ એમ ત્રણ બાળકોની માતા જયોત્સનાબેન રાવળે લગ્ન પછી પણ પોતાનો ગાવાનો શોખ જાળવી રાખ્યો અને તેમાં તેમના પતિ ગોવિંદભાઈ રાવળ અને સમગ્ર પરિવારનો પણ સાથ સહકાર મળ્યો.
જયોત્સનાબેન રાવળે ડીસા તાલુકાના યુવક મહોત્સવો યોજાયા તેમાં પણ માલગઢ, ભીલડી, કુડા વિગેરે સ્થળોએ ભાગ લીધો અને ગાયકી ક્ષેત્રે અવ્વલ નંબર મેળવી સમગ્ર ડીસા તાલુકાનું પણ ગૌરવ વધાર્યું. સમગ્ર રાવળ સમાજ અને ગાયકી ક્ષેત્ર માટે આગવું ગૌરવ કહી શકાય તેવાં જયોત્સનાબેન રાવળનાં ગાતાં સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે. મારા વતન થરા અને વડામાં રાવળ સમાજનાં અનેક પરિવારો વસવાટ કરે છે અને આ બધાં જ પરિવારો ધાર્મિક જીવન જીવે છે. જયોત્સનાબેન રાવળને અભિનંદન આપવા મો.નં.૯૯૭૪૦પ૭૦૮૬ છે. અનેક સામાજીક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો, મંદિરના કાર્યક્રમો, અંબાજી ભજન મંડળના કાર્યક્રમો એમ અનેક સ્થળોએ જયોત્સનાબેન રાવળે પોતાની ગાયકી થકી પ્રશંસા પ્રાપ્ત કરેલ છે. થોડાક વર્ષો પહેલાં વિચરતા સમુદાય સમર્થન મંચ માટે પૂજ્ય મોરારી બાપુની રામકથા એંદલા ખાતે યોજાઈ હતી ત્યારે આ કથામાં પણ જયોત્સનાબેન રાવળે ભજન ગાઈને સૌને આનંદિત કર્યા હતા. વાડીયા ખાતે કેટલીક દિકરીઓ માટે સેવાભાવી સંસ્થાઓએ સમુહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે પણ જયોત્સનાબેન રાવળે રાત્રી ડાયરામાં સરસ ભજનો ગાયાં હતાં. આકાશવાણી તરફથી તા.૧૯-૭-ર૦૧ર ના રોજ મળેલ પ્રશંસાપત્રમાં પણ તેમને ભજનો ગાવા બદલ ઉચ્ચ કક્ષાના કલાકાર ઘોષિત કરવામાં આવેલ છે. પ્રસાર ભારતી આકાશવાણી અમદાવાદ તરફથી એમને ભજનો ગાવા માટે પસંદ કરવામાં આવેલ છે. પ્રફુલ્લ દવે જેવા ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર પણ જયોત્સનાબેનની ગાયકીથી ખુબ જ રાજી છે.
ઘનશ્યામ ગઢવી, સુલોચના વ્યાસ, મેહુલ ચૌહાણ, પ્રભાતભારથી ગોસ્વામી જેવા ગાયક કલાકારો સાથે સ્ટેજ ઉપર અનેક વખત પોતાની ગાયકી રજુ કરી ચુકેલાં જયોત્સનાબેન રાવળ રેડીયો ઉપર પણ પોતાના ચારથી પાંચ કાર્યક્રમો આપી ચૂકેલ છે. ખુબ જ સંતોષી તેમજ ઉંચી સમજણ ધરાવતાં જયોત્સનાબેન રાવળ શાંતિપ્રિય છે અને તેમના પતિ ગોવિંદભાઈ રાવળ પણ સમાજનાં અનેક સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલા છે. વિચરતા સમુદાય સમર્થન મંચ માટે નાની નાની જ્ઞાતિઓના હિતાર્થે કામ કરતા કર્મઠ આગેવાન ઈશ્વરભાઈ રાવળ અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યને લીધે રાવળ સમાજના અનેક મહાનુભાવો, સંતો અને કલાકારોના સંપર્કમાં આવવાનું બન્યું છે. જયોત્સનાબેન રાવળ જેવી ગાયિકાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેમની વિશેષ પ્રગતિની પણ ખુબ જ શકયતા છે. કર્મને જ ધર્મ સમજી ભજનભાવને વિશેષ મહત્વ આપતાં જયોત્સનાબેન રાવળની પ્રગતિ માટે ખુબ ખુબ શુભેચ્છાઆ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.