જૂનાડીસા અને બનાસકાંઠાના ગૌરવને ઉજાગર કરતાં ગોઝારીયાનાં શિક્ષિકા ગીતાબેન વાઘેલા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

‘બહુ રત્ના વસુંધરા’ ની જેમ આ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારનાં અનેક રત્નો છે તેના લીધે જ પૃથ્વી સોહામણી લાગે છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું જુનાડીસા ગામ પ્રગતિશીલ અને ગૌરવશાળી છે અને અનેક રત્નોથી ભરેલું છે.પિતા લહેરચંદભાઈ ઉજાભાઈ વાઘેલા (મોદી) અને માતા ભીખીબેનના પરિવારમાં તા.૪-૬-૧૯૭૪ ના રોજ જૂનાડીસા ખાતે જન્મેલાં ગીતાબેન પણ શિક્ષિકા તરીકે અતિ પ્રેરણાદાયી જીવન જીવીને અંધજનોના જીવનને પ્રફુલ્લિત કરવાનું મહત્વનું કામ કરી રહેલ છે.પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગાંધીનગર ખાતે પૂર્ણ કરી તેમણે કોબા ખાતેથી પી.ટી.સી.કર્યું.૧૯૯૭ માં સતલાસણા તાલુકાના મોટી ભાલુ ગામેથી શિક્ષિકા તરીકેની સેવા ચાલુ કરી અને સાડા આઠ વર્ષ ફરજ બજાવી.જૂન ર૦૦પ થી તેઓ ગોઝારીયાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છેે. ગુણવંત શાહ અને આઈ.કે.વીજળીવાળા જેવા લેખકોને વધારે વાંચતાં ગીતાબેનને ‘રામાયણ’ મહાગ્રંથ વધારે પ્રિય છે.પૂજ્ય મોરારી બાપુનાં ચિંતનાત્મક પ્રવચનો સાંભળતાં ગીતાબેનના સદગુરૂ ભાણસાહેબની જગ્યા કમીજલાના પૂજ્ય મહંત જાનકીદાસજી બાપુ છે. રસોઈ કામમાં ખુબ જ હોંશિયાર એવાં તેમનાં માતા પિતાને માનનીય શાંતિલાલ સરૂપચંદ શાહ ગુજરાત સરકારના મંત્રી હતા ત્યારે ગાંધીનગર લઈ ગયા. લહેરચંદભાઈ અને ભીખીબેને મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને છેક નરેન્દ્રભાઈ મોદી સુધીના મુખ્યમંત્રીઓના રસોડામાં કામ કરેલ છે.પોતાના નિરક્ષર માતા પિતાને જ ગુરૂ તેમજ પથદર્શક માનતાં ગીતાબેને ઈતિહાસ સાથે એમ.એ.કરેલ છે અને આંબેડકર યુનિવર્સિટીમાં હાલે સોશીયલ સાયન્સ સાથે બી.એડ. કરી રહેલ છે.ગીતાબેને અંધજનો માટેની બ્રેઈલ લિપિ માટે અદ્‌ભૂત કામ કરેલ છે અને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક સાહિત્યકારો, મહાનુભાવો અને લેખકોની ઉપસ્થિતિમાં તેમનું ગૌરવભેર સન્માન પણ કરેલ છે.જૂનાડીસા અને બનાસકાંઠાને ગૌરવ અપાવનાર ગીતાબેન આધ્યાત્મિક વિચારોને વરેલાં હોઈ અનમેરીડ છે.તેમના ભાઈઓ દિનેશભાઈ, અશોકભાઈ તેમજ બહેનો જયોત્સનાબેન, નીતાબેન સહિતનંુ સમગ્ર પરિવાર ખુબ જ સારી રીતે સેટ થયેલ છે.ગીતાબેનને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૯૭૯૭૬૯પ૬૦ છે.ર૦૦પ માં તેઓ ગોઝારીયાની પ્રાથમિક શાળામાં હાજર થયાં ત્યારે પીંકલ રાવળ નામની અંધ દિકરીના જીવન પરિવર્તન માટે કુદરતે તેમને જવાબદારી સોંપી તેવી ઘટના બની. આ દિકરીને ભણાવવા માટે તેમણે બ્રેઈલ લિપિનો અભ્યાસ કર્યો અને નિષ્ણાંત પણ બન્યાં.ર૦૦૭માં કન્યા કેળવણીને અનુલક્ષીને નરેન્દ્રભાઈ મોદીનું ‘કેળવે તે કેળવણી’ પુસ્તક બહાર પડયું.ગીતાબેને આ પુસ્તકનો અભ્યાસ કર્યો અને આખુંય પુસ્તક બ્રેઈલમાં લખી નાખ્યું.આ પુસ્તકનું સરસ બાઈન્ડીંગ કરી મુખ્યમંત્રીના આશીર્વાદ અને ઓટોગ્રાફ માટે ગાંધીનગર મોકલ્યું.આ લિપિ સાચી છે કે નહીં તેની નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવામાં આવી અને વસ્ત્રાપુરના અંધજન મંડળ દ્વારા તેને સ્વીકૃતિ મળી તેમજ ત્યાંથી ગીતાબેનને પ્રમાણપત્ર પણ મળ્યું.નરેન્દ્રભાઈ મોદી હરહંમેશા નવા વિચાર કે નવી વાતને નિખાલસતાપૂર્વક સ્વીકારવાવાળા મૂઠી ઉંચેરા મુખ્યમંત્રી હતા.તેમણે ૧-૯-ર૦૦૭ ના રોજ ગીતાબેનને મળવા માટે સમય આપ્યો અને મુલાકાત ગોઠવાઈ.ગીતાબેન સાથે ઘણી બધી ચર્ચા કરી અંધજનોને વધારે ઉપયોગી થવાય તે માટેનો તખ્તો ગોઠવાયો અને આ પુસ્તક છપાય તે માટે પ્રેસની શોધખોળ કરવામાં આવી.બ્રેઈલ લિપિ ખુબ જ અઘરી છે પણ એક અંધ બાળકીને ઉપયોગી થવા માટે ગીતાબેને તેનો અભ્યાસ કર્યો અને પ્રગતિ પણ કરી. ર૧-૧૦-ર૦૦૭ ના રોજ ટાગોર હોલ ખાતે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ,પુરૂષોત્તમભાઈ રૂપાલા, તુષાર શુકલ સહિત અનેક સાહિત્યકારો અને લેખકોની પાવન ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીતાબેનના બ્રેેઈલ લિપિ પુસ્તકનું વિમોચન કરી તેમનું શાલ,પ્રમાણપત્રથી દબદબાભેર સન્માન કર્યું.મોદી સાહેબને અંધજનોને લગતી બ્રેઈન લિપિની વાત જબરજસ્ત સ્પર્શી ગઈ અને તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે ર૦૧૪ માં ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર આ માટે વિશેષ ફંડ પણ ફાળવ્યું.થોડાક સમય પહેલાં ગીતાબેન અને તેમની શાળાના વિદ્યાર્થીઓની ટીમ કચ્છના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણવર્મા ભવનની મુલાકાતે ગયેલાં અને તેનાથી પ્રભાવિત થઈ ગીતાબેને વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને પત્રો લખેલ તેનો જવાબ પણ નરેન્દ્રભાઈ મોદીએ સરસ રીતે આપેલ છે.ગીતાબેનના પુસ્તક ‘સરવાણી.૧૮’ ને પૂજ્ય મોરારીબાપુની શુભેચ્છા મળેલ છે. તેમનું ‘સરગમ. ૧૮’ નામનું દ્વિમાસિક ઈ સામયિક ચાલે છે.દર વર્ષે તેઓ નવરાત્રીમાં જુનાડીસા ધાર્મિક વિધિ માટે આવે છે અને તેમના પરિવારની જુનાડીસા ખાતે ખેતીવાડી પણ છે.ગત વર્ષે જ તેમના પિતાજીનું દુઃખદ નિધન થયેલ છે.ભવિષ્યમાં પણ સેવાકાજે જ જીવન વ્યતિત કરવાની ઈચ્છા ધરાવતાં ગીતાબેને તેમની મોટીબેનની દિકરી પ્રિયંકા મોદીને બીજા ધોરણથી જ તેમની સાથે રાખી ભણાવી, એમ. ફાર્મ. કરાવ્યું અને તેમના ખર્ચે જ પરણાવી કન્યા કેળવણીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે.તમામ સત્કાર્યો માટે કુદરતે જ મને નિમિત્ત બનાવેલ છે એવું માનતાં ગીતાબેનને બ્રેઈલ લિપિના અભ્યાસ અને લેખન માટે કોટિ કોટિ વંદન તેમજ જૂનાડીસા અને બનાસકાંઠાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન..ભવિષ્યના આયોજન માટે પણ હાર્દિક શુભેચ્છાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.