જીતવાનું તો કયારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે અહમ તો બધાને હોય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અલ્યા છગનિયા આ દનિયામાં શું થવા બેઠું શે ? એક દેશમાં જંગલમાં ચેવો દાવાનળ ફાટી નીકળ્યો કે એની કોઈ કારી કોમ ના આવીને છેવટે કુદરતે જ હોલવી આ ચીન દેશમાં ચેટલાક દિવસથી હાંભળી ચ્યો શું કે એવો ફેલાયો શે હાચું કવ આપણા ભારતમાં પેલાં જ દેશી ખાણું હતું એ જ શરીર માટે હારૂં હતું. હમણાં મારા દિવીયાના છોકરાએ મુબાઈલમાં ટીવી બતાવ્યું જેમાં એક ચીન દેશનો માણહ જીવતા ઉંદરના બચ્ચા ખાતો હતો. તો એક બુન જીવતું કોનતોડીયું અલ્યા આ કોય ખાવાની ચીજ શે. આવું ખાય તો રોગ તો થાવાનો જ, એ જીવતા જીવની હાય લાગે ને પેટમાં જ્યાં પસી તો તેના મળમુતરને બીજા જીવો જવાના ને એ કેવા રોગના હોય ઈ ચ્યાંથી ખબર પડે ? મગનકાકા તમારી વાત હાવ હાચી શે.. આપણા દેશમાં ય એવું જ ચાલે શે.. કોયને ઘરનું ખાવાનું નથ ને બારના ઉઘાડા બીજા દેશના કાચા પાકો પેલું શું કેવાય ? કોયક, પીઝા, પાસતા, બરગર આવા ચેટલાય નામો મારા શીતલીયાની વહુ લેતી હોય શે.. મને કે બા હવે તો શોકરાં પડીકાં સિવાય બીજું ખાતા જ નથ ને..હવે તો કરવું ય શું ? મારા બેટાને દુધ,ઘી ને લીલા શાકભાજી ભાવતાં જ નથી એટલે નાછુટકે તેમને આવા પડીકાં લાઈ દેવા પડેશે.. હમણાં તો એક ભાઈ કેતા તા કે આ દાડમ, ચીકુ, સફરજન જેવા ફળોએ ખાવાથી રોગ થાય. એમાં હાયડોઝની દવાઓ નાખવામાં આવે શે ને તેને ખાવો તો તેના જીવાણું શરીરમાં જાય ને કેન્સર, ડાયાબીટીસ જેવા રોગો થાય શે.. તમે જ કો કાકા હવે ખાવું શું કય ખાવા જેવું ચ્યું જ ચ્યાં શે…
છગનિયા તારા જેવી બધાને વેદના શે હો પણ કોય બોલી હકતું નથી. બોલવા જાય તો કોઈ ચમચો અરથનો અનરથ કરે એટલે બવ બોલવું એ નઈ. હમણાં હાતમ આઠમની ઉજાણીઓ ચાલતી તી તે ટેકટર ભરીને લોકો તોણાને વરોણા જાતા તા ને પાસા આવતા. શેરડીના હોઠાને નાનાં શોકરાં રમકડાં લાવતા એમાંય ચીનના ચાવીવાળા કરતા પાવરવાળા રમકડાં વધારે જાવા મળતા હતા તુંજ કે ચેવો જમાનો આયો શે.. તકલાદી ને ઝડપી તુટે એવું પેલા થરા વાળીનાથના સવસંતના મેળામાં જાતા ને રમકડા લાવતા ઈ બીજા મેળા હુધી ચાલતા તા રમકડા નોના હતા પણ ચાલતા વધારે હો.. પેલા તો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો.આજે તો શોકરાને પચાહ કે હો રૂપિયા આલો તો નજરમાં જ આવતા નથ ને ફેંકી ને નીકળી જાય. ઘી, તેલ, ખાંડ, દાળું, બાજરી, ચોખા,ઘઉં બધું જ સસ્તું જ સસ્તુ.. માણહમાં મોણહાઈ પણ એવી હતી બધા હંગાથે બેહીને હમ દખની વાતો કરતા આજ તો મુબાઈલને ટીવી એના સિવાય કોય ચ્યાંય બેહતું નથ.. જાણ કે ખરેખરો કળજગ આયો હોય એવું જ બને છે.આ ચીનનો વાયરસ તો સમય આપે સમાપ્તચ થઈ જશે પણ મોણહના મનમાં ઘુસેલો વાયરસ મટાડવો બવ અઘરો થઈ જયો શે હોં..
મગનકાકા આપણી વેદના બધી હાચી શે.. પણ શું કરવું? એ હમજાતું નથ.. પેલા વસંતપાંચમમાં એવા મંદિરમાં કેહુડાના છોટણા નખાતા, ગોળ ધાણી ખારેક, ચણા વેચાતા પ્રસાદરૂપે આજ આ બધું ભુલાઈ જવા લાગ્યું શે હો… આ ગોળ-ધોણી, ખારેક, ચણા આ બદલાતી બે રતમાં દવાનું કોમ કરતી આપણા બધા તેવારમો જે ખવાતું એ કુદરતી હવામાનને ધાંનમાં રાખીને જ બનાવાતું ને ખવાતું. આજે તો પસંગોમાંય કાંય રાંધતું નથ બારથી રાંધવાવાળા લાવે ને જ્યાં ત્યાં બેહીને રાંધે ઈ આપણે ખાવાનું લેનમાં ઉભા રેવાનું ને વારો આવે એટલે એક એક ખાવાનું લેવાનું.. પેલા તો મોન સન્માનથી ખવરાવતા એ મગનકાકા મારે શીતલીયાના શોકરાને તેડવા નેહાએ જવાનું શે.. મુ.. જઉં… એ આવજા હોં…કોય બોલતા નઈ હવે નઈતર મોડું થાશે…
વાચક મિત્રો, મગનકાકા છગનીયાની વેદના ભરી વાતોમાં કંઈક તો દમ છે.. ભૂલાતી સંસ્કૃતિ, આહાર વિહારને રીતરસમો હવે પાછી આવે ભાઈચારાની ભાવના પ્રગટે ને બધા હળીમળીને ખાય પણ અત્યારે એવું કયાં કંઈ દેખાય છે ?ચિંતન કરશો.. અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.