ચકી અને ચકાની વાર્તાઓ થકી બાળકોને પશુ પક્ષીઓથી પરિચિત કરીએ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અમે નાના હતા ત્યારે દાદા દાદીની ખોળે બેસીને ચકાભાઈ અને ચકીભાઈની વારતાઓ સાંભળતા એક હતો ચકો અને એક હતી ચકી. ચકાભાઈ લાવ્યા ચોખાનો દાણો અને ચકીરાણી લાવ્યા મગનો દાણો. ચકાભાઈએ તો તપેલીમાં ખીચડી બનાવી. ચકી રાણી પાણી ભરવા ગયા. ચકાભાઈને તો ભુખ લાગવાથી ખીચડી ખાઈ લીધી અને ઓઢીને સુઈ ગયા. ચકીબાઈ પાણી ભરીને આવ્યા કહે ચકારાણી મારી પાણીની હેલ ઉતરાવો. ચકારાણા કહે મને તો આંખો દુઃખે છે હું તો આંખમાં દવા નાખીને સુતો છું. તારી જાતે હેલ ઉતારી લે. ચકીરાણીએ તો હેલ ઉતારી. ખીચડીની તપેલી જાેઈ તો ખાલીખમ.તેમણે ચકારાણાને પુછયું કયાં ગઈ ખીચડી ? ચકારાણા કહે મને તો ખબર નથી.હું તો આંખમાં દવા નાખીને સુતો છું. કદાચ રાજાનો કુતરો આવીને ખીચડી ખાઈ ગયો હશે. આ રીતે નાની નાની વાર્તાઓ દ્વારા પક્ષી જગતનો અને સાથે સાથે માનવ સ્વભાવનો પરીચય કરાવતી દાદીમાએ હવે એ ચકીરાણી અને ચકારાણા સાથે અદ્રશ્ય થઈ રહ્યા છે.
આપણે શહેર તરફ દોટ મુકી છે રોજી રોટી માટે તેમ કરવું આવશ્યક પણ છે છતાં આપણી સાથે વડીલો રહી શકે તેવી વ્યવસ્થા જાળવવી રાખવી ખુબ જ જરૂરી છે. બાળકોને અત્યારના શિક્ષણનાં બહાને આવી સમાજ ઉપયોગી, સ્વવિકાસની સહજ વાતોથી દુર રાખીને ઘોર પાપ કરી રહ્યાં છીએ. બાળકો પાસે રચનાત્ક પ્રવૃત્તિઓ કે મહેનત કરવાની કોઈ પ્રવૃત્તિ ન કરાવતા હોવાથી હવે તેનું વ્યક્તિત્વ કુંઠીત થઈ રહ્યું છે. આપણે જ આપણા સ્વાર્થની આરામ કહેવાતા માની લીધેલા સ્વાતંત્ર્યની વિચારસરણીને પોષી રહ્યા છીએ. બાળકો તો અનુકરણથી જ શીખે છે તેથી તેઓ પણ એશો આરામની જીંદગી જ ઈચ્છે છે. મહેનત કરવી નથી, ભણવામાં ધ્યાન પરોવવાના બદલે વોટસેપ કે એવાં ખાસ ઉપકરણો મોબાઈલ યુગમાં જીવતાં આ બાળકોને પોતાના સિવાય બસ કોઈની પરવા રહી નથી.અમારા મિત્ર મુર્ઘન્ય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય બીજના જમાનાને વિચ્ર્યુઅલ વર્લ્ડ કહે છે. માત્ર હુ. .મારી જાત.. મારૂં અસ્તિત્વ જ મને માન્ય છે. બીજા કોઈની ચિંતા મારે શા માટે કરવી જાેઈએ ? આ માન્યતા ખુબ જ ભયંકર પરિણામો લાવશે.એ પરીણામ જાેયા જાેયા પછી ચેતવાનો પ્રયત્ન પણ વામણો સાબીત થશે. માટે આજથી જ જાગીએ, ‘જાગ્યા ત્યારથી સવાર’ આપણે આપણા વિચારો બાળકો ઉપર થોપવાના બદલે તેમને કુદરત સાથે તાલમેલ મેળવતાં શીખવા દો, વરસાદમાં ભીંજાવા દો, તડકામાં રખડવા દો, ભુખ તરસ વેઠતાં શીખવા દો, આપણી આજુબાજુ રહેતા લોકોના જીવનથી પરિચિત થવા માટે તેમને વનભ્રમણ, પર્વતોની ટોચે પહોંચવા દો, આવું કરવામાં તેના બે ચાર ટકા ઓછા આવે તો પણ સહન કરી લો. કારણ કે ઘણા ટકા લાવવાની હરીફાઈમાં તેનું બાળમાનસ ઈષ્ર્યા કરતું થઈ રહ્યું છે. લઘુતાગ્રંથિ કે ગુરૂતાગ્રંથિથી પીડાઈ રહ્યું છે. તેનું બાળપણ આપણે છીનવી લીધું છે. ચાલો આજથી જ બાળકોને તેમનું અસલ નિર્દોષ અને સહજ જીવન જીવાવ દેવાનો સંકલ્પ કરીએ. તેમને નાની નાની વાતો દ્વારા જીવન ઘડતર તરફ પ્રેરીત કરીએ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.