ખૂબ જ પવિત્ર એવું મા ગંગામૈયાનું શરણ સ્વિકાર કરી નિજાનંદી તેમજ પરોપકારી જીંદગી જીવતા શિહોરીના અદના સમાજસેવક શ્રી જયરામભાઈ ત્રિભોવનદાસ રાજગોર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કુદરતના ક્રમચક્ર,કાળચક્ર કે નિર્ધારિત ચક્ર મુજબ કયારેક નાનો માણસ ઘણો મોટો બની જાય છે તો કયારેક ઘણો મોટો માણસ નાનો બની જાય છે.જોકે પરોપકારી,પરગજુ,સંસ્કારી,વિનયી,વિવેકી,નમ્ર,આનંદી,હસમુખો,વ્યવહારૂ,આધ્યાત્મિક,દયાળુ,સેવાભાવી માણસ સૌની નજરે હંમેશાં સારો અને મોટો જ લાગે છે.પિતા ત્રિભોવનદાસ મૂળજીભાઈ રાજગોર અને માતા ધનીબેનના પરિવારમાં તારીખ ૧-૬-૧૯૪૭ ના રોજ ભારતની આઝાદી પૂર્વે જ શિહોરી ખાતે જન્મેલા ખૂબ જ કર્મઠ,જાગૃત,દષ્ટિસંપન્ન,નીડર,પરોપકારી,સેવાભાવી એવા શ્રી જયરામભાઈ રાજગોર એક ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક મહામાનવ છે.

પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એટલે કે ઓલ્ડ એસ.એસ.સી.સુધીનો અભ્યાસ તેમણે શિહોરી ખાતે જ પૂર્ણ કર્યો હતો.અંદાજે ૧૯૬૪ માં શિહોરી સહકારી મંડળીમાં માસિક રૂપિયા ૫૫/- ના પગારથી તેઓ બીલ ક્લાર્ક તરીકે જોડાયા હતા.દુષ્કાળના સમયમાં દિયોદર ખાતે ચાલતી રાહત કામગીરીમાં દોઢ વર્ષ ક્લાર્ક તરીકે તેમણે કામગીરી કરી હતી.ખીમાણા ખાતે રબારી-ભરવાડ સેવા સહકારી મંડળીમાં મંત્રી રહ્યા.ખીમાણા ખાતે બનાસ ડેરીનું દૂધ શીત કેન્દ્ર બને તે માટે તેમણે પ્રયત્નો કર્યા હતા.

૧૯૭૫ માં કાંકરેજ તાલુકા સંઘની સ્થાપના કરી અને તેમાં મેનેજર તરીકે જોડાયા.૨૦૦૬ માં સંઘમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી.અનેકજનોને ઉપયોગી નીવડે એવી શિહોરી નાગરિક બેંકની સ્થાપના કરી,ચેરમેન તરીકે જવાબદારી નિભાવી અને તેમાંથી પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું.૨૦૧૧ માં બદ્રીનાથ ખાતે વિષ્ણુયાગ યજ્ઞ કરવા ગયા ત્યારે ત્યાંના ધર્માધિકારીએ તેમને બદ્રીનાથ કે હરિદ્વારમાં ધર્મશાળા બનાવવા આદેશ કર્યો.આ આદેશને શિરોમાન્ય રાખી પૂજ્ય સદગુરૂદેવ આનંદપ્રકાશજી બાપુની દિવ્ય સ્મૃતિમાં ૨૦૧૨ માં હરિદ્વાર ખાતે શ્રી આનંદધામ આશ્રમ બનાવવાનો શુભારંભ કરાયો અને ૨૦૧૪ માં તેનું ઉદ્ઘાટન કર્યું.

હાલમાં આનંદધામમાં ૨૫ એ.સી.રૂમ,ભોજનશાળા,લીફટ,બેઠક હોલ વિગેરેની અતિ સુંદર વ્યવસ્થા છે.લોકહિતાર્થે નિર્માણ પામેલ ખૂબ જ સુવિધાયુકત એવા શ્રી આનંદ આશ્રમ માટે અનેકજનોનો ખૂબ જ સહકાર મળ્યો. જોકે મુખ્ય જવાબદારી ખૂબ જ અટલ,અડગ,એકલક્ષી,અવિરત મહેનતુ એવા જયરામભાઈ રાજગોરે સહર્ષ સ્વિકારી અને હસતે મોંઢે પૂર્ણ કરી.
શ્રી લક્ષ્મીનારાયણ શરાફી મંડળી,શ્રી બદ્રીવિશાલ શરાફી મંડળી,શ્રી નવજીવન ખેતપેદાશ ખરીદ વેચાણ રૂપાંતર સહકારી મંડળી એમ દરેકની સ્થાપના કરી તેમણે ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી નિભાવી.શ્રી નવજીવન મંડળી નાફેડમાં નોંધાયેલ હોઈ એના અનુસંધાને ભારત દેશમાં અનેક સ્થળોએ તેઓ મીટીંગમાં ગયા છે.પાટણની બ્રહ્મસમાજ બોર્ડીંગની કારોબારીમાં તેમણે ૧૫ વર્ષ સેવા આપી છે.સુંદર વ્યવસ્થા ધરાવતી શિહોરીની બ્રહ્મસમાજની વાડીમાં તેમનું પરિવાર ભૂમિદાતા રહ્યું છે.

ખૂબ જ પવિત્ર એવી વિશ્વ વંદનીય મા ગંગામૈયાનું શરણ સ્વીકારી પોતાની સમગ્ર જીંદગી સેવાકાજે સમર્પિત કરનાર ખૂબ જ હસમુખા,વિવેકી,નમ્ર,સેવાભાવી એવા જયરામભાઈ રાજગોરને આ લેખ વાંચી અવશ્ય..અચૂક અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૪૨૬૩૦૪૦૪૭ છે.

ગુજરાતમાં તેઓ અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને દેવભૂમિ દ્રારકા,સોમનાથ,અંબાજી જેવાં આધ્યાત્મિક,દિવ્ય અને પવિત્ર સ્થળો વધારે ગમેલ છે.આ બધા જ સ્થળોએ તેમણે વિષ્ણુયાગ યજ્ઞો કરાવ્યા છે.ભારતમાં તેઓ હરિદ્વાર,ૠષિકેષ, બદ્રીનાથ, કેદારનાથ,યમનોત્રી,ગંગોત્રી,ગંગાસાગર,બાર જ્યોર્તિલીંગ,જગન્નાથપુરી સહિત સહિત અનેક પવિત્ર સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને હરિદ્વાર વધારે ગમે છે.૧૯૮૨ માં હું શિહોરી ખાતે રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે હતો એ વખતે એક નક્કર અને મજબૂત કાર્યકર્તા તરીકે તેઓ મારા સંપર્કમાં આવેલ અને આ સંબંધ આજસુધી અકબંધ જળવાયેલ રહ્યો છે.જયરામભાઈએ સતત ૧૫ વર્ષ સુધી ખૂબ જ પવિત્ર એવા બદ્રીનાથ ધામની યાત્રા કરી જ્યારે કપાટ ખૂલે ત્યારે ૧૧૧૧૧ ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવી વિતરણ કરેલ છે.

તેઓ બદ્રીનાથ ખાતે જન્માષ્ટમી વખતે ૩૧૦૦ લાડુ તેમજ કપાટ બંધ થાય ત્યારે ૫૫૦૦ ચૂરમાના લાડુ લઈને સતત ૧૫ વર્ષ ગયા અને પોતાનો અનહદ રાજીપો વ્યક્ત કર્યો.બદ્રીનાથમાં તેમની લાડુવાળા ભકત તરીકેની એક આગવી ઓળખ સ્થાપિત થયેલ છે.જોકે તેઓ આ બધી જ બાબતો પોતાના નિજાનંદ માટે જ કરે છે.કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિનો તેમને મોહ નથી.અનેક લોકોને પ્રેરણા મળે તે માટે તેમની સાથે સમજાવટ પૂર્વક ચર્ચા કરી સૌના હિતાર્થે આ લેખ અહીં પ્રગટ કર્યો છે.બદ્રીનાથજી,હરિદ્વાર,જગન્નાથપુરી,રામેર્શ્વરમ,કાશી મણિકર્ણિકા ઘાટ,વૈષ્ણવોદેવી,નેપાળ-કાઠમંડુ સહિત અનેક સ્થળોએ તેમણે વિષ્ણુયાગ યજ્ઞો કરાવ્યા છે.

સિંગાપોર,નેપાલ,ચીન જેવા દેશોની તેમણે વિદેશયાત્રા કરી છે.સિંગાપોરની શિસ્ત અને સ્વચ્છતા તેમને ગમ્યાં છે.કૈલાશ માન સરોવરની સુખરૂપ યાત્રા કરનાર તેમણે હિમાચલ પ્રદેશમાં વિવિધ માતાજી મંદિરોમાં દર્શન કર્યાં છે.પવિત્ર શ્રાવણ માસમાં જ યાત્રા કરી એકીસાથે ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનો અદભૂત અને અનેરો લ્હાવો તેમણે લીધો છે.

શીહોરી નજીક આવેલ રણાવાડા(જાગીર) નાં મંગુબેન સાથે લગ્ન થયા બાદ તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી રહ્યું છે.તેમનાં ધર્મપત્ની મંગુબેન તેમનાં તમામ સત્કાર્યો તેમજ પરિવારની સારસંભાળમાં હરહંમેશાં ખડેપગે તેમની સાથે જ રહ્યાં છે.તેમના બેઉ દીકરાઓ ભરતભાઈ,જયેશભાઈ, પુત્રવધુઓ પીનલબેન, મધુબેન, દીકરીઓ મોનાબેન, જાનકીબેન, જમાઈરાજાઓ રઘુરામભાઈ (ધારૂસણ),જીગ્નેશકુમાર(ડીસા) સહિતનું સમગ્ર પરિવાર ખૂબ જ વિવેકી, વિનયી, સંસ્કારી, ધર્મપ્રેમી, ગૌપ્રેમી, પરિવારપ્રેમી,સમાજપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી છે. ભવિષ્યમાં સતત સમાજસેવા, ધર્મસેવા, લોકસેવા, ગૌસેવા, ગંગામૈયાની સેવા તેમજ રાષ્ટ્રસેવા કરવાની જ ઈચ્છા-મહેચ્છા ધરાવતા જયરામભાઈ રાજગોર ખૂબ જ સારી તંદુરસ્તી સાથે સદાય નિજાનંદમાં જ રહેતા મોજીલા અને અલગારી માણસ છે.૮૦ વીઘા જમીન અને ત્રણ બોર ધરાવતા સફળ, સાર્થક, કર્મઠ,
જાગૃત ખેડૂત એવા જયરામભાઈએ તેમની હયાતીમાં જ ખેતી તેમજ તિજોરીઓની ચાવીઓ અને જવાબદારીઓ તેમના દીકરાઓને સોંપી દીધી છે.ભકિતનું કાર્ય સતા, સંતાન કે સંપતિથી ઉપર ઉઠીને કરવામાં આવે તેવું તેઓ માને છે. મંડવાડિયા-રાજસ્થાનના પૂજ્ય તુલસીદાસજી બાપુ તેમજ પૂજ્ય આનંદપ્રકાશજી બાપુ તેમના સદગુરૂ હતા.સહકારી તેમજ સરકારી પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે સંબંધ રાખી વર્ષો સુધી તેની માવજત કરનાર જયરામભાઈ પાસેથી સંબંધો કેવી રીતે નિભાવવા તેની પણ તાલીમ લેવા જેવી છે.શિહોરીના દેવાજી જગાણી તેમજ હરિદ્વારના ઉમેશજી ચૌહાણ તેમના સત્કાર્યોમાં હંમેશાં સહાયક બન્યા છે.જીવનમાં ચડતીપડતી આવે છતાં આજે પણ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજનું એક આગવું અને વિશિષ્ટ ગૌરવ કહેવાય તેવા અમારા સૌના સન્માનીય અરવિંદભાઈ શંકરલાલ ઠકકર શિહોરીવાળા જયરામભાઈના લાંબા સમયથી એક અંગત વિશ્ર્વાસુ મિત્ર રહ્યા છે.ઘણા પૈસાદારો જોયા છે પણ રઘુવંશી લોહાણા સમાજમાં અરવિંદભાઈ જેવું વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે.જયરામભાઈના ભાઈઓ સદગત મનસુખભાઈ, નારણભાઈ, અશોકભાઈ, બહેનો રાધાબેન-શીરવાડા, રાણીબેન-ભીલડી, અમરબેન-રાનેર સહિત સૌનાં પરિવારો સારી રીતે સેટ થયેલ છે.ઉતરપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી તેમજ ગોરખપુરના મહંત
પૂજ્ય યોગી આદિત્યનાથજી મહારાજ,પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ-દંતાલીવાળા, પૂજ્ય આનંદનાથજી મહારાજ-શંકરતીર્થ આશ્રમ સાણંદ સહિત અનેક સંતો, મહંતો, યુગપુરૂષો સાથે તેમનો સંપર્ક,સંબંધ અને આશીર્વાદ રહેલ છે. નજીકના દિવસોમાં જ તારીખ ૨૧-૭-૨૦૨૩ થી ૨૯-૭-૨૦૨૩ સુધી હરિદ્વાર આનંદધામ આશ્રમ ખાતે પૂજ્ય સાધ્વી ગીતાદેવીજીના વ્યાસાસને દેવી ભાગવત કથા થનાર છે ત્યારે જયરામભાઈના જીવતા જગતીયા સમાન આ દિવ્ય, પવિત્ર, ધાર્મિક અને શુભ અવસરની સફળતા માટે પણ સાત દરિયા ભરીને અંતઃકરણથી શુભેચ્છાઓ..
જયરામભાઈને તેમનાં તમામ સત્કાર્યો માટે કોટિ કોટિ વંદન…અભિનંદન તેમજ તેમના નિરામય દીર્ઘાયુ માટે પરમપિતા પરમાત્મા તેમજ પૂજ્ય જલારામ બાપાને ખરા દીલથી પ્રાર્થના..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.