કઠોર પરિશ્રમ અને ઉચ્ચ પ્રકારની સમજથી પ્રેરણાદાયી પ્રગતિ કરતા હારીજ/અમદાવાદના ડૉ. ધવલકુમાર પૂજારા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ ભવ કે પરભવની સત્કર્મોની કમાણી માણસને ઉચ્ચ કક્ષાએ બિરાજમાન કરે છે.કઠોર પરિશ્રમ,સંઘર્ષ અને ઉચ્ચ પ્રકારની સમજ, સાહસિકતા, જિજ્ઞાસાવૃત્તિ, કંઈક કરવાની વિચારસરણી જેવા સદગુણો કોઈપણ યુવાનને સરાહનીય સ્થાને બિરાજમાન કરે છે.મૂળ હારીજના વતની અને હાલે અમદાવાદ-ગુજરાતની ખુબ જ પ્રખ્યાત એવી નિરમા યુનિવર્સિટીમાં ઈલેકટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન વિભાગના હેડ (એચ.ઓ.ડી.) એવા ડૉ. ધવલકુમાર પૂજારા પ્રગતિ કરવા ઈચ્છતા અનેક નવયુવાનો માટે રોલ મોડેલ છે.પિતા અમૃતભાઈ મણીલાલ પૂજારા અને માતા ઉષાબેનના પરિવારમાં મોસાળ ગામ વારાહી ખાતે તા.૧૮-૧૧-૧૯૭૪ ના રોજ જન્મેલા ધવલકુમારે પ્રાથમિક/માધ્યમિક શિક્ષણ સી.એન.વિદ્યાલય અમદાવાદ ખાતેથી પુર્ણ કર્યું.બી. ટેક.નો અભ્યાસ બીરલા વિશ્વકર્મા મહા વિદ્યાલય વલ્લભવિદ્યાનગર ખાતેથી પુર્ણ કરી એમ.ટેક.નો અભ્યાસ આઈ.આઈ.ટી.રૂડકી (ઉત્તરાંચલ) ખાતેથી પૂર્ણ કર્યો. ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ વિષયમાં નિરમા યુનિર્વસિટી ખાતેથી ટોપ આવેલ પી.એચ.ડી.કરી જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી.
પોતાની શૈક્ષણિક લાઈનમાં અનેક પ્રકારના ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત કરનાર ધવલકુમાર પૂજારા માત્ર હારીજ, ઉત્તર ગુજરાત, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના યુવાનો માટે ગૌરવની સાથે સાથે આશાસ્પદ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.તેમને અભિનંદન આપવા તેમનો મો.નં.૯૯રપ૯૬પ૭૧૮ છે. માત્ર ૩૦ વર્ષની નાની ઉંમરે બેસ્ટ એન્જીનીયર કોલેજ ટીચરનો એવોર્ડ ર૦૦૪ માં દિલ્હી ખાતેથી પ્રાપ્ત કરનાર ડૉ.ધવલકુમાર પૂજારાને ર૦૧૧ માં જર્મની ખાતેનો યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ મળેલ છે. ઈલેકટ્રોનિકસમાં વિશિષ્ટ પ્રદાન બદલ ર૦૧૪ માં રંજના પાલ એવોર્ડ તો ર૦૧પ માં નિરમા યુનિવર્સિટીનો બેસ્ટ પ્રોફેસર એવોર્ડ પણ તેમને મળેલ છે. ર૦૧૬ માં અમેરીકાની સરકાર દ્વારા ભારતમાંથી ઉચ્ચ કક્ષાના ૧૦ પ્રોફેસરોને ૧૭ દિવસ માટે બોલાવવામાં આવેલ અને અમેરીકાની સારી સારી યુનિવર્સિટીઓની મુલાકાત તેમજ અભ્યાસક્રમની ચર્ચા પણ કરવામાં આવેલ જેને યુ.એસ.ફુલપ્રાઈઝ ફેલોશીપ એવોર્ડ કહી શકાય એમાં પણ ડૉ.ધવલકુમાર પૂજારાની પસંદગી થઈ હતી અને અમેરિકા જવાનું બન્યું હતું.ર૦૧૭ માં તેમને મુંબઈનો એન્જીનીયરીંગ એજ્યુકેશન એકસેલેન્સ એવોર્ડ મળ્યો હતો.રિસર્ચને લગતા અંદાજે ૧૦૦ જેટલા વિષયો ઉપરના તેમના સંશોધનપત્રો ફોરેનની જનરલમાં પ્રકાશિત થયેલા છે. અમેરિકા, કેનેડા, જર્મની, સીંગાપુર,ચાઈના, ફ્રાન્સ, સ્પેન જેવા વિવિધ દેશોમાં સરકારી ભલામણથી સરકારી ખર્ચે જવાનું બન્યું છે અને તેમાં તેમને અમેરિકા રીસર્ચ કે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખુબ જ આગળ છે તેવો અનુભવ થયો છે.કેનેડા, સીંગાપુરની પણ પ્રગતિ સારી છે તેવું તેઓ માને છે.ભારતમાં પણ અલગ અલગ એન્જીનીયરીંગ કોલેજાેમાં અનેક રાજયોમાં ઈન્સ્પેકશન માટે જવાનું બન્યું છે અને તેમાં તેમને આંધ્રપ્રદેશ અને તામિલનાડુની પ્રગતિ સારી લાગી છે.રામેશ્વર, હરિદ્વાર, ઋષિકેશ, કાશ્મીર, તિરૂપતિ બાલાજી જેવા અનેક સ્થળોએ જવાનું બન્યું છે અને તેમાં તેમને હરિદ્વાર તેમજ તિરૂપતિ વધારે ગમ્યાં છે. વિદેશોમાં તેમને અમેરીકા અને જર્મની વધારે ગમે છે.ભાભરના નવીનભાઈ ઠાકરશીભાઈ ઠક્કરની સુપુત્રી ચિરંજીવી અલ્પાબેન (બી.એસ.સી.હોમ સાયન્સ) સાથે પરણેલા ધવલકુમારનાં બેઉ બાળકો દીપ (એન્જીનીયરીંગ ચોથું વર્ષ)તેમજ દિયા (ધો.૧૧) પણ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી છે.તેમના નાના ભાઈ કંદર્પકુમાર મેડીકલ બીઝનેશ સાથે સંકળાયેલા છે.ઉચ્ચ કક્ષાનું વાંચન ધરાવતા ડૉ.ધવલકુમાર પૂજારાને રામાયણ ગ્રંથ ખુબ જ ગમે છે અને તેમાંયે સુંદરકાંડના તેઓ વધારે ચાહક છે.હનુમાનજીના જીવન આધારીત સરસ મજાનું પ્રેરણાદાયી વકતવ્ય પણ તેઓ આપે છે. પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સહિત અનેક સંતો-મહંતોના આશીર્વાદ ધરાવતા ડૉ.ધવલકુમાર પૂજારા પૂજ્ય મોરારી બાપુ સાથે લાઈવ કોન્ટેકમાં રહે છે.પોતાને પ્રાપ્ત થયેલા ઉચ્ચ સંસ્કારો માટે માતાપિતા પ્રત્યે ઋણ સ્વિકારની લાગણી વ્યકત કરતા ડૉ. ધવલકુમાર પૂજારા તેમના નાના સદગત નારણલાલ રૂપસીભાઈ ઠક્કર (વારાહી)ને પણ વારંવાર યાદ કરે છે. પ્રખર ગાંધીવાદી, ખુબ જ જ્ઞાની,સત્ય વકતા, શિસ્તના આગ્રહી, સેવાભાવી એવા નારણબાપા સાથે ડૉ.ધવલકુમાર પૂજારાનું બાળપણ વીત્યું અને તેથી નારણ બાપાના સંસ્કારો અને સદગુણો મળ્યા તેવું તેઓ માને છે.રાધનપુરના સેવાભાવી ડૉ.નવીનભાઈ ઠક્કર તેમના મામા છે અને ડીસાના દિનેશભાઈ પૂજારા તેમના કાકા છે.જીવનમાં ખુબ જ નિયમિત એવા ડૉ.ધવલકુમાર પૂજારા કસરત, પૂજાપાઠ, આહાર વિહારની બાબતમાં ખુબ જ ચોક્કસ, સજાગ,નિયમિત અને જિજ્ઞાસુ છે. તેમની સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રોજ હું પરમાત્માને એક જ પ્રાર્થના કરૂં છું કે, મારા હાથે વધારે ને વધારે લોકોનું ભલું થાય અને તેમાંય શિક્ષણના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓને હું ઉપયોગી નીવડી શકું. ખુબ જ પરગજુ સ્વભાવના ડૉ.ધવલકુમાર પૂજારા સંપૂર્ણ શાકાહારી તો છેજ પણ દેશ વિદેશમાં ખુબ જ ફર્યા હોવા છતાં સંપૂર્ણ નિર્વ્યસની છે એ બાબત પણ હાલના સમય સંજાેગોમાં ખુબ જ પ્રશંસનીય કહી શકાય તેવી છે.ખુબ જ નિખાલસ સ્વભાવ ધરાવતા ડૉ. ધવલકુમાર પૂજારા ખુબ જ સારા મોટીવેશનલ સ્પીકર છે અને તેમને સાંભળવા એ પણ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ માટે હારીજ એક પ્રેરણાદાયી,પ્રગતીશીલ,આધ્યાત્મિક નગર છે ત્યારે આ નગરના એક તરવરીયા યુવાન તરીકે ડૉ. ધવલકુમાર પૂજારાને જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે. એકે હજારા જેવો આ યુવાન અનેક વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન છે. ખુબ જ નાની ઉંમરે પ્રભુકૃપાથી નોંધનીય પ્રગતિ કરનાર નવલોહીયા યુવાન ડૉ.ધવલકુમાર પૂજારાને ખૂબ ખૂબ અભિનંદન. અઢળક શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.