ઉચ્ચ શિક્ષણ તેમજ પ્રેરણાદાયી શિક્ષણ સેવા થકી અલગારી જીંદગી જીવતા અમદાવાદ/જેતપુરના શ્રી જયેશભાઈ અમૃતલાલ ઠકકર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ઉચ્ચ શિક્ષણ મેળવવું, સારૂં શિક્ષણ કાર્ય કરવું,ઉતમ શિક્ષક બનવું અને પરમપિતા પરમાત્માએ આપેલ મૂલ્યવાન બુધ્ધિશકિત દ્રારા વિશિષ્ટ પ્રકારની શિક્ષણ સેવા કરવી એ ખૂબ જ નસીબદાર, સજ્જન, પૂન્યશાળી અને ભાગ્યશાળી શિક્ષકોના જ નસીબમાં હોય છે.પિતા અમૃતલાલ નરભેરામ ઠકકર અને માતા મંજુલાબેનના પરિવારમાં તારીખ ૧૬-૧૨-૧૯૬૬ ના રોજ અમદાવાદ ખાતે જ જન્મેલા મૂળ સૌરાષ્ટ્ર-જેતપુરના વતની જયેશભાઈ ઠકકર ખૂબ જ પરોપકારી, પરગજુ, પર-સેવા કરતા પ્રેરણાદાયી શ્રેષ્ઠ શિક્ષક છે. તેમના પિતાજીએ જેતપુરથી અમદાવાદ આવી અલગ અલગ વ્યવસાય કરી પરિવારને પ્રગતિશીલ બનાવવા અથાક પ્રયત્નો કર્યા હતા. જયેશભાઈએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કોર્પોરેશન સ્કૂલમાં તેમજ માધ્યમિક શિક્ષણ આરાધના સ્કૂલમાં લીધું હતું.તેમણે ૧૯૮૭ માં સરસપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.કર્યું તેમજ ૧૯૮૯ માં એક્ષટર્નેલ સ્ટુડન્ટ તરીકે એમ.કોમ. કર્યું. ૧૯૯૧ માં અમદાવાદની વિવેકાનંદ કોલેજમાં બી.એડ. કર્યા બાદ ૧૯૯૩ માં એમ.એડ. કર્યું. “ર્સ્વનિભર અને અનુદાન ર્નિભર કોલેજના વિધાર્થીઓનું વ્યક્તિત્વ અને એમના શિક્ષણ પરત્વેના અભિપ્રાયો” એ વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે ૨૦૦૪ માં પી.એચ.ડી.કરી ડોક્ટરેટની પદવી હાંસલ કરી હતી.તેમના કોલેજ કાળ દરમિયાન રમતગમત,એન.એસ. એસ.,સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમણે સવિશેષ ભાગ લીધો હતો. ઉચ્ચ શિક્ષણ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન માટેની રાજ્યકક્ષાની કોન્ફરન્સ તેમણે એટેન્ડ કરેલ છે. વેલ્યુ એજ્યુકેશન ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં તેમણે ભાગ લીધેલ છે.૧૯૮૮ થી ૧૯૯૭ સુધી એટલે કે સાડા નવ વર્ષ તેમણે કૃષ્ણનગર વિધાવિહાર અમદાવાદમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૯૭ થી ૨૦૧૯ સુધી એટલે કે સાડા એકવીસ વર્ષ તેમણે મણીનગર-અમદાવાદની શ્રી સરસ્વતી મંદિર હાઈસ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે સેવા આપી હતી.૨૦૧૯ થી તેઓ ઈસનપુર-અમદાવાદની વી.વી.પટેલ વિધામંદિરમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહેલ છે.આ લેખ વાંચી તેમને અચૂક અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૪૦૯૦૮૪૪૪૭ છે.
૨૦૧૨ થી ૨૦૧૫ સુધી ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્ષબુકસની રિસર્ચ કમિટિના તેઓ ચેરમેન હતા.ઈલેમેન્ટસ ઓફ બુક કીપીંગ એન્ડ એકાઉટન્સી વિષયમાં ધોરણ ૧૧-૧૨ માં ભાગ ૧-૨ ના તેઓ લેખક છે.ગુજરાત યુનિવર્સિટી એકઝિકયુટીવ કાઉન્સિલમાં ૨૦૦૧ થી ૨૦૦૯ તેમજ ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ સભ્ય રહ્યા છે.૧૯૯૮ થી ૨૦૦૩ તેમજ ૨૦૦૫ થી ૨૦૦૯ સુધી ગુજરાત યુનિવર્સિટી કોર્ટના તેઓ સભ્ય રહ્યા છે.વર્ષ ૨૦૦૦ માં એન.વાય.કે.એસ.ની મિલેનિયમ યુથ પાર્લામેન્ટમાં તેમણે ભાગ લીધો હતો.એન.કે.વાય.એસ.ની ગુજરાત સ્ટેટ વંદે માતરમ વાહિનીમાં ૧૯૯૯ માં તેઓ એકઝિકયુટીવ કમિટીના મેમ્બર હતા.ગુજરાત યુનિવર્સિટીની નીડ કમિટી,એડમિશન કમિટી,એકઝામીનેશન કમિટી વિગેરેમાં તેઓ સભ્ય રહ્યા છે.૧૯૯૮ માં કમિશનર ઓફ હાયર એજ્યુકેશનની ફ્રી ફિક્સેશન કમિટી (પ્રાથમિક વિભાગ) માં તેઓ મેમ્બર હતા.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ દ્રારા ૧૯-૯-૨૦૦૭ ના રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે તત્કાલિન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેઓ સન્માનિત થયા હતા.૨૦૦૯ માં ગુજરાત રાજ્યના નામદાર રાજપાલશ્રીના વરદહસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ ૨૦૧૩ માં ભારતના નામદાર રાષ્ટ્રપતિ માનનીય શ્રી પ્રણવ મુખરજીના વરદહસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેઓ સન્માનિત થયા હતા.તેમનાં સહધર્મચારિણી બીનાબેન બી.એ.,એલ.એલ.બી. છે અને તેમનાં તમામ સત્કાર્યો તેમજ શિક્ષણકાર્યોમાં સહયોગી બને છે.તેમની એક દીકરી જાહ્નવીબેને બી.કોમ.,એલ.એલ.બી.કરેલ છે તેમજ પ્રાઈવેટ કંપનીમાં એચ.આર.છે.તેમના જમાઈ હર્ષકુમાર આઈ.ટી.કંપનીમાં જોબ કરે છે.તેમની બીજી દીકરી યશસ્વીની એ એમ.એસ. કરેલ છે અને આંખનાં જાણીતા સર્જન તરીકે પોરબંદર ખાતે ફરજ બજાવે છે.બીજા જમાઈ ડો.જય બદીયાણી પોરબંદરના વતની છે.તેમણે એમ.ડી.કરેલ છે અને બાળકોના ડોક્ટર છે.
તેમનો દીકરો જ્વલિતકુમાર અમદાવાદ ખાતેથી બી.ઈ.કરી હાલ કેનેડામાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર્સમાં અભ્યાસ કરે છે.જયેશભાઈ ગુજરાતમાં અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને સોમનાથ અને વીરપુર વધારે ગમે છે.ભારતમાં તેઓ વિવિધ રાજ્યોમાં ફર્યા છે.આ બધામાં તેમને તીરૂપતિ બાલાજી તેમજ સિક્કિમ પ્રદેશ વધારે ગમ્યો છે.હજુ સુધી વિદેશ પ્રવાસ કર્યો નથી પરંતુ દીકરો કેનેડા હોવાથી ભવિષ્યમાં આયોજન થવાની સંભાવના છે.
તેઓ લોહાણા મહાજન વાડી કાંકરિયા તેમજ અમદાવાદ લોહાણા મહાજન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી માનનીય શ્રી સતીષભાઈ વિઠલાણી કાર્યરત છે ત્યારે તેમની ટીમમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ કેરિયર કાઉન્સેલીંગની જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.૨૦૧૨-૨૦૧૬ માં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે શ્રી ઉમંગભાઈ ઠકકર અને મહામંત્રીઓ તરીકે મુકેશભાઈ ઠકકર તેમજ ભગવાનભાઈ બંધુ કાર્યરત હતા ત્યારે પણ જયેશભાઈએ શિક્ષણ સમિતિમાં ખૂબ જ સારૂ કાર્ય કર્યું હતું.લોહાણા સમાજ દ્રારા તેઓ અનેકવાર સન્માનિત થયા છે.તેઓ અનેક નેશનલ-ઈન્ટરનેશનલ સેમિનારમાં હાજરી આપી ચૂક્યા છે અને ત્યાં પણ તેમનું ગરિમાપૂર્ણ સન્માન થયેલ છે.સુપરવાઈઝર વગર પરિક્ષાનો એક પ્રયોગ તેઓ કરી રહ્યા છે.શિક્ષણ ક્ષેત્રમાં ગતિ,ક્રાંતિ અને પ્રગતિ થાય તે માટે જુદા જુદા પ્રયોગો તેમણે હાથ ધર્યા છે.
ર્વિશ્વ લોહાણા મહાપરિષદમાં માનનીય પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ નીરવભાઈ ઠકકર,દેવેન્દ્રભાઈ સોમૈયા, યોગેશભાઈ ઠકકર (સી.એ.),કેતનભાઈ પોપટ, વૈભવભાઈ, ઝોનલ પ્રેસિડેન્ટસ, રીજીયન ચેરમેન, મહાજન પ્રમુખ, ઓફિસ સ્ટાફ સૌને સાથે રાખી કોન્ફરન્સ મીટીંગ કરી છેલ્લા અઢી વર્ષમાં અંદાજે બે થી અઢી કરોડ રૂપિયાની શિક્ષણ સહાય જરૂરિયાતમંદ વિધાર્થીઓ સુધી પહોંચાડવામાં જયેશભાઈની અગ્રિમ ભૂમિકા રહી છે.ખૂબ જ નમ્ર, વિવેકી, સરળ, ધાર્મિક, સદાચારી, હસમુખા, નિષ્ઠાવાન, નિખાલસ, નૈતિક, નિસ્વાર્થ, નિજાનંદી એવા જયેશભાઈ ઠકકર ખૂબ જ નસીબદાર, પૂન્યશાળી અને ભાગ્યશાળી છે. જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા, મા સરસ્વતી મૈયા,માબાપ તેમજ પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ ક્ષેત્રે સેવા કરવાની તેમને તક મળી એ ગર્વ, ગૌરવ અને ગરિમાપૂર્ણ બાબત કહેવાય તેમજ તેનાથી તેમને અતિ સંતોષ પણ છે. એક આગવા જ પ્રકારના નિજાનંદ સાથે તેઓ વર્તમાન સમયમાં વિશેષ કાર્યરત છે. અખિલ ગુજરાત લોહાણા સમાજમાં મારે,મુકેશભાઈ તેમજ જયેશભાઈને અવારનવાર મળવાનું થતું હતું. દરેક વખતે તેમની રચનાત્મક, હકારાત્મક, સકારાત્મક તેમજ નાવિન્યપૂર્ણ વાતો અને વિચારોથી અમને સૌને સવિશેષ આનંદ થતો હતો. ૨૦૧૨ થી ૨૦૧૬ નો માનનીય શ્રી ઉમંગભાઈ ઠકકરના નેતૃત્વ વાળો સમયગાળો અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ સૌ જ્ઞાતિજનો માટે એક સુવર્ણકાળ સમાન હતો.ગુજરાતના સમગ્ર રઘુવંશી લોહાણા સમાજને એક છત્ર નીચે સંગઠિત કરવામાં આ ગાળામાં ઘનિષ્ઠ પ્રવાસ તેમજ સર્વોતમ સમાજ કાર્યો થકી વિશેષ સફળતા મળી હતી. એ સમયે જયેશભાઈ ઠકકરની સેવા નોંધનીય હતી.
શ્રી જયેશભાઈ ઠકકરની શિક્ષણ ક્ષેત્ર, સમાજ ક્ષેત્રની અમૂલ્ય સેવા અને તેમની ઉચ્ચ કારકિર્દી બદલ તેમને કોટિ કોટિ વંદન.. અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેઓ નિરામય દીર્ઘાયુ સાથે રઘુવંશી લોહાણા સમાજની સાથે સાથે સમગ્ર માનવ સમાજની તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિધાર્થીઓની નિસ્વાર્થ સેવા અને માર્ગદર્શન કરતા રહે તેવી પરમપિતા પરમાત્માને ખરા અંતઃકરણથી પ્રાર્થના.શ્રી જયેશભાઈ ઠકકર જેવા મુઠીભર નિસ્વાર્થ, નિષ્ઠાવાન, નિખાલસ, કર્મઠ, જાગૃત કર્મયોગીઓને લીધે જ પરોપકારનો સેવાયજ્ઞ સતત પ્રજ્વલિત રહે છે જે આપણા સૌ માટે વિશેષ ગર્વ,ગૌરવ અને આનંદની બાબત છે.
ભગવાનભાઈ એસ.ઠકકર (બંધુ)
બી.એ., બી.એસ.સી., એલ.એલ.બી.
ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.