અધ્યાત્મ માર્ગમાં ઉદાર, સહિષ્ણુ અને દયાળુ બનવું જરૂરી છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સંત હૃદય અતિ કોમળ હોય છેતેથી સંતોને માના હૃદય કરતાં હજારગણું વધારે સંવેદનશીલ કહ્યું છે. મા પોતાના બાળકને ખુબ જ વહાલ કરે છે તેથી ‘જનનીની જાેડ સખી નહીં જડે રે લોલ’ જેવી કાવ્ય પંક્તિઓ માતાના પ્રેમ વિશે લખાયેલી છે પરંતુ સંત હૃદય માટે તો લખાયું છે. સંત પોતાના બાળકરૂપી શિષ્યને પોતાના જેવો જ બનાવવા પ્રયત્ન કરે છે અને આત્મસાધના કરતાં કરતાં તેમનો શિષ્ય વધારે આગળ નીકળી જાય તો ‘ગુરૂ કરતાં શિષ્ય સવાયો પાકયો’ એમ સમજીને ગૌરવ અનુભવે છે.
માતા પોતાના બાળકને પોતાના મિત્રો સાથે રમવા મોકલે અને કદાચ કાંઈક મીઠાઈના ટુકડા સાથે આપીને મિત્રોને આપવાનું સમજાવે છે તે રીતે બાળકમાં ઉદારતાના ભાવ જગાવવા ઈચ્છે છે છતાં માતાનું હૃદય બાળક વિશે વધારે લાગણીશીલ હોવાથી એમ કહે છે, ‘આ નાનો ટુકડો તારા મિત્રને આપજે અને મોટો ટુકડો તારા માટે રાખજે’ આ રીતે મા પોતાના વાત્સલ્યભાવના અતિરેકમાં થોડી સ્વાર્થવૃત્તિ કે મારા પરાયાની ભાવના વ્યકત કરી દે છે. જ્યારે સદ્‌ગુરૂ પોતાના શિષ્યને ‘વસુધૈવ કુટુંબકમ્‌’ ની ભાવના શીખવવા પોતાના કરતાં મિત્રોને વધારે મોટો ટુકડો આપવાનું શીખવે છે. કારણ કે સદ્‌ગુરૂ જાણે છે કે જાે શિષ્યને પણ પોતાના જેવો બનાવવા માટે શિષ્યમાં ઉદારતા, સહિષ્ણુતા અને દયાળુતા જેવા સદ્‌ગુણો કેળવવા જરૂરી છે.
સાધક જ્યાં સુધી ઉદાર, સહિષ્ણુ કે દયાળુ બનતો નથી ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતો નથી.
કુદરતે જેવી ઉદારતા આપણી સાથે રાખી છે ભુખ લાગે ત્યારે ખાવાનું અને તરસ લાગે ત્યારે પાણીની વ્યવસ્થા કરી છેે. શરીરને તંદુરસ્ત રાખવા શુધ્ધ હવા, કુદરતે નિર્માણ કરીને આ સજીવસૃષ્ટી ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છેે.
આપણે શ્વાસમાં લીધેલો પ્રાણવાયુ ઉચ્છવાસ તરીકે બહાર કાઢીએ છીએ ત્યારે દુષિત બની ગયેલો હોય છે. આપણે વિકાસના નામે ચાલુ કરેલાં કારખાનાં રાત દિવસ વાયુનું અને પાણીનું પ્રદુષણ વધારે છે. ઝડપથી દોડતાં વાહનો ઝેરી વાયુ ઓકે છે. તેથી વાતાવરણ વધારે ઝેરીલું બને છે. આ રીતે પર્યાવરણને પ્રદુષિત કરી રહેલા આપણે તન મનથી પણતેવા જ ઝેરીલા બની ગયા છીએ તેથી આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતા નથી.
આપણે તનને સ્વસ્થ, મનને શાંત અને બુધ્ધિને સ્થિર રાખતાં શીખવા માટે કોઈ સદ્‌ગુરૂ દ્વારા અપાતા સારા વિચારોને ગ્રહણ કરતાં શીખવું પડશે. વાંચીને, સાંભળીને, લખીને કે બોલીને વ્યકત કરેલા વિચારોને અમલમાં મુકતાં શીખવું પડશે. સદ્‌ગુરૂ કે સારાં પુસ્તકો જ્ઞાન આપી શકે, માર્ગ બતાવી શકે પરંતુ ચાલવું તો આપણે જ પડશે.. ચાલો પ્રયત્ન કરીએ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.