અંતરમાં જાગે ધરમ, દુર્ગુણ થાયે દૂર ! સદગુણથી, સદભાવથી રહે હૃદય ભરપુર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એ.ઈ.ઈ… મગનકાકા આ થેલો લઈને હવાર હવારમાં ચ્યાં હેડયા.. કાલે તો કેતા તા કે હમણાં કોરોના શે તો ચ્યોંય જાઉં નથ ને આજ તો થેલો ભર્યો શે..શું વાત છે..હમણાં હોળી પસી તો કોરોનાના વાવડ જ હાંભળવા મળે શે..જગતમાં શું થાવા બેઠું શે ઈખબર જ પડતી નથ..માણહ લાલચુ ને સ્વાર્થી બનતો જાય શે.. પેલા ગામડામાં આવું નો તું આજ તો ગામડામાં હું તમે જેટલી વાતું કરીએ છીએ એવા કોય ભેગા થતા નથ પસી ચ્યાંથી હળવા થાય ઈ કો…
અલ્યા છગનીયા તું મારી રાહ જાઈને જ બેઠો હોય શે હું જ્યારે નેકળું ત્યારે તું ટહુકો પાડે જશે. આ થેલો ભરીને ચ્યાં જ જાતો નથ. આજ જયલાના છોકરાની દહમાની પરીક્ષા પુરી થાશે. એટલે એના થોડા કપડા પડયા હતા ઈ તભા દરજીને ત્યાં થોડા થોડા હંધાવવા જતો હતો ને અચાનક તારી બુમ હાંભળીને આ બાજુ વળ્યો.. જયલાનો છોકરો કે બાપા દહમાની પરીક્ષા પુરી થાય એટલે મામાના ઘેર જાવું શે.. ભલે બાપડો થોડા દાડા ફરી આવે. આ જગત આખામાં કોરોના કોરોના થઈ રહ્યું શે. ચીન, મક્કા મદીના બધે જ લોકો ઓછા જવા લાગ્યા શે.. આપણે ઘણા લોકો ભેગા થાય તયાં જરૂર વગરનું જાઉં જ નઈ..ગામડામાં દારૂ શે ખુલ્લી હવા, પાણી મળે, શેતરના શેઢે જઈને બેહાં તોય નિરાંત થાય. આ જયલાના હાહરો કેશે કે થોડા દાડા અમદાવાદ આવો પણ મને ઈયાં ફાવતું જ નથ.. ઘોંઘાટીયું જીવન એના કરતાં અઈ હારૂં.. હું તો ના જ પાડું શું કે મારે શેતરે કે એવું કોય નથ. અલ્યા છગનીયા તું મોણહ લાલચુ ને સ્વાર્થી બનતો જાય શે..એમ કેતો તો મેં તારા પોહે કઈ લાલચને સ્વાર્થ રાખ્યો ઈ ેકે જે.. આ તો તારૂં ને મારૂં મન મળ્યું શે..એટલે થોડી વાર વાતું કરીએ છીએ.. બાકી મારી પોહે ટાઈમ જ ચ્યાં શે…
મગનકાકા અચાનક ચ્યમ ભડકયા. તમને ચ્યાં કીધું કે તમે સ્વાર્થીને લાલચુ બન્યા શો.. આ તો એક ચોપડી કાલ રાતે વાંચતો હતો તેમાં લખ્યું તું કે ભારતમાં લાલચ વેડા, શેતરપીંડી અને સ્વાર્થ જેવા અવગુણો વધતા જાય છે.. ગામડા કરતાં શહેરોમાં વધુ જાવા મળે શે.. કોય કોયનું હગું જ નઈ બધા સ્વાર્થના સગાં જેવી હાલત છે. એમાં બહુ સરસ લખ્યું તું કાકા મને ઈ ચોપડી બવ ગમી જઈ અને મોડા હુધી વાંચી ત્યાં વીણા

તાડુકીને બોલી ઓમ રાતના આંખો ફોડી ફાડીને વાંચો શો તો હોધળા થાશો તો કોઈ દોરશે નઈ.. શોના માના હુઈ જા.. ટાઢ ચેવી પાસી આઈ શે. કંઈક ઓઢી ને રેજા.. પંખો ચાલુ ના કરતા ને મગનકાકા તમે નઈ મોનો ઈ ચોપડીમાં રસ પડયો હતોપણ આ બુમ હાંભળીને લાઈટ બંધ કરી હુઈ જ જયાં.. મગનકાકા હાચું કવ છોકરા કરતાં તો ટાઢ પાશી આઈ શે.. કપાટમાં મુકેલા ગરમ કપડાં પાસાં કાઢવા પડયાં. રાતે ઓઢવું પડે શે બે ત્રણ ઋતુ જેવું થઈ જ્યું શે.. વાગડને બીજા ભાગોમાં વરસાદ થયાના હમાચાર શે.. મગનકાકા આ કુદરતી અને માનવ સર્જીત હવામાનથી શું થાશે એ કેવું મુશ્કેલ શે.. હવે તો ઘર હાચવીને બેહો એમાં જ ભલાઈ શે..
છગનીયા હાવ હાચું કવ હમણાંથી તને કંઈક બરહમ ગ્યાન લાગ્યું હોય એવું લાગે શે..બધી વાતોમાં સત નારાયણ જેવું હાચે હાચું બોલી જાય શે.. આ કળજગમાં બવ હાચું બોલનાર રીબાય શે.. ખોટા લોકોને ઈ આંખના કણાની જેમ ખુંચે કે આ આપણો શે જ નઈને એમાંને એમાં હયા તો શું ઘરનોય દુશ્મન બની જાય એટલે છગનીયા તન કવ શું કે બવ હાચું ન બોલી નાખ.. બીજા તો ઠીક આ નેતાઓના ચમચા બવ ખિજાઈ જાય હો એમને મનાવવાય બવ કાઠા હોય શે.. આપણે એમને કોઈ કેતા ના હોય તોય એ આખો કડાકીને જાવે હો.. જાણે કે આપણે જ એને હરાયો ના હોય.. છગનીયા જયલાના છોકરાની દહમાની પરીક્ષા આજ પુરી થાશે. એટલે ઈ એના મોમાના ઘરે જાશે.. દહ પંદર દાડા રેશે અને પાસો આવશે.. આ વરહે તો નેહાળું વેલી ચાલુ થવાની શે.. હવે દહમામો ચેવા ગુણ લાઈને પાસ થાય શે.. પછી આગળનું વિચારવાનું જય લો કેતો તે આ જયલાના છોકરો એ આખો દાડો મોબાઈલ ને બાઈક લઈને રખડયા જ કરે શે.. કોય કેવાતુ નથ હવે ના છોકરાને તતડાવે તો સીધી તેરમો પડવાનો જ ધમકી આલે એટલે એની દાદી અને બઈ બંને ઉકળી હેડે તમને ખબર નથ પડતી.. હવે છોકરા મોટા થ્યા આવી રીતે વઢશો નઈ…
એ મગનકાકા આપણી વાતું ખુટશે નઈ આકાશ હામું જાવો.. ચેવા વાદળાં આયાં શે.. આજ માવઠું થાય એવું લાગે શે.. હેડો મું જવું બધું બાર પડયું શે એ આવજા હોંકે….


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.