સેવા,સ્નેહ,સમર્પણની ત્રિમૂર્તિ સમાન સતત કાર્યરત એવા મુલુન્ડ (મુંબઈ)ના લાલજી સર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કચ્છ એક એવો પ્રદેશ છે કે ત્યાંના લોકો સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે.સંઘર્ષ,સંકટ અને સાહસ થકી સફળતા પ્રાપ્ત કરનાર કચ્છી પ્રજા અતિશય મહેનતુ અને વ્યવહારકુશળ છે.એક કહેવત છે કે ‘માળીયો જાે મિયાણો, કચ્છી જાે લુહાણો’ એટલે કે માળિયાના મિયાં ભાઈઓ પહોંચેલા છે તેમ કચ્છના લોહાણાઓ પણ પહોંચેલી પ્રજા છે.તા.૧૬-૯-૧૯પ૩ ના રોજ કચ્છના અબડાસા તાલુકાના ગોયલા ખાતે પિતા શીવજીભાઈ લવજીભાઈ કતીરા અને માતા કેસરબેનના પરિવારમાં જન્મેલા લાલજીભાઈ ઠક્કર/કતીરા મુલુન્ડ (મુંબઈ)માં લાલજી સરના હુલામણા નામે ઓળખાતા એક સેવાભાવી સજ્જન વ્યક્તિ છે.સેવા,સ્નેહ, સમર્પણની ત્રિમૂર્તિ સમાન લાલજી સર ૬૭ વર્ષની ઉંમરે પણ સતત કાર્યરત છે.મૂળ કચ્છ-કોટેશ્વર (નારાયણ સરોવર)ના વતની એવા લાલજી સરે પોતાનો અભ્યાસ ગોયલા, નલીયા,કોઠારી, મુંબઈ એમ વિવિધ સ્થળોએ પુર્ણ કરીને કેમેસ્ટ્રી સાથે બી.એસ.સી.કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક પ્રસિદ્ધ કલર કંપનીના રિચર્સ ડીપાર્ટમેન્ટમાં ૧૦ વર્ષ સુધી જાેબ પણ કરી. નાનપણથી જ સ્વાધ્યાયમાં જાેડાયા હોવાને લીધેે પૂજ્ય પાંડુરંગ દાદાનાં પ્રવચનો સાંભળવા અને પુસ્તકો વાંચવાંં એ તેમનો શોખ રહ્યો છે.દાદાની ખુબ જ નજીકના હરિભાઈ કોઠારીનાં પ્રવચનો પણ તેમણે ખુબ સાંભળ્યાં અને તેમની કામગીરીથી હરિભાઈ કોઠારી પણ ખુબ જ પ્રભાવિત હતા.આદરણીય હરીભાઈ કોઠારીએ આ દુનિયા છોડી એના ર૪ કલાક પહેલાં જ લાલજીસરને મળવાનું બનતાં હરીભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પણ આપ્યા હતા જેને તેઓ જીવનનું શ્રેષ્ઠ પ્રમાણપત્ર ગણે છે.છેલ્લા ૪૦ વર્ષથી તેઓ મુલુન્ડ (મુંબઈ)માં આનંદ કલાસીસ ચલાવે છે અને આ કલાસીસના અનેક વિદ્યાર્થીઓ સારા ડૉકટર,વકીલ, એન્જીનીયર, જાહેર જીવનના મહાનુભાવો વિગેરે બનેલ છે.આ બધામાં પણ મેહુલ શાહ નામે એક જૈન વિદ્યાર્થી એમના કલાસીસમાં આવતો જેણે પાછળથી દીક્ષા લીધી અને આજે પણ એ લાલજી સરને સતત યાદ કરે છે.હર્ષ મહારાજ, દીપક મહારાજ, ચિંતન મહારાજ,વિનાયક મહારાજ જેવા મુંબઈના શ્રેષ્ઠ કથાકારો પણ એમના કલાસના જ વિદ્યાર્થી રહ્યા છે. થોડાક વર્ષો પહેલાં કચ્છમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ પડયા તેવા સમયે પણ અબડાસા,નખત્રાણા તાલુકાના ગામેગામ ફરીને ગૌવંશ ભુખે ના મરે તેની તકેદારી તેમની ટીમે રાખી હતી અને આ માટે કથાઓ કરાવીને પણ ફંડ એકત્ર કર્યું હતું.તેમને અભિનંદન આપવા માટે તેમનો મો.નં. ૯૮૯ર૦૦૬૬ર૮ છે. તેમના મોટા ભાઈ મુલુન્ડમાં રહેતા હતા એટલે ૧૯૭રમાં તેઓ કચ્છથી મુંબઈ આવ્યા અને પછી સખત મહેનત થકી રચનાત્મક પ્રગતિ પણ કરી.તેઓ અનેક સંસ્થાઓ અને સત્કાર્યો સાથે સંકળાયેલા છે.તેમની સદ્‌પ્રવૃત્તિમાં તેમનાં ધર્મપત્ની કુસુમબેન,પુત્ર આનંદભાઈ, પુત્રવધુ રચનાબેન, દિકરી શ્વેતાબેન, જમાઈ ધવલભાઈ સહિત સમગ્ર પરિવારનો પણ રાજીપો અને સહકાર છે. કાશ્મીર, હૈદ્રાબાદ, ગોવા, હરીદ્વાર, સમગ્ર કચ્છ, બંેંગ્લોર,અમદાવાદ, શ્રીનાથદ્વારા જેવાં અનેક સ્થળોએ ફરેલા લાલજી સરને હૈદ્રાબાદ ખુબ જ ગમે છે. તાજેતરના કોરોના સમયમાં પણ તેમના સહિત ચાર મિત્રોએ ‘હેપ્પી ફીજ’ નામની સંસ્થા દ્વારા રોજ સવારે રપ૦ અને સાંજે રપ૦ માણસોનેે ફુડ પેકેટ આપવાની મહત્વની કામગીરી કરેલ છે.તેઓ હાલમાં કચ્છી લોહાણા મહાજન મુંબઈની શિક્ષણ સમિતિના અધ્યક્ષ,વીરદાદા જશરાજ મંડળ મુંબઈના જનરલ સેક્રેટરી, માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચના જનરલ સેક્રેટરી, ગુજરાતી સમાજ પ્રતિષ્ઠાન મુંબઈના જનરલ સેક્રેટરી, રઘુશક્તિ સેવા ટ્રસ્ટ મુંબઈના ટ્રસ્ટી, કચ્છી લોહાણા વિશ્વ મંચ મુંબઈના જનરલ સેક્રેટરી, મુલુન્ડ ગુજરાતી સમાજમાં સંપર્ક અધિકારી, નિમેષ તન્ના ચેરીટેબલ ટ્રસ્ટમાં કોર કમિટિ સભ્ય, ભારતીય જનતા પાર્ટી મુલુન્ડ વિધાનસભા ક્ષેત્રમાં સીનીયર સીટીઝન સેલના અધ્યક્ષ એમ વિવિધ સંસ્થાઓમાં મહત્વની જવાબદારી સંભાળે છે અને નિષ્ઠાપૂર્વક નિભાવે છે. ર૦૧૦ માં તેમને ખુબ જ મહત્વનો એવો ‘કચ્છ શક્તિ’ એવોર્ડ મળેલ છે.૧પ વર્ષ સુધી કેતનભાઈ કોટચાની સાથે રહી લોહાણા મહાપરિષદની રમતગમત સમિતિ, યુવા સમિતિ, થેલેસેમીયા સમિતિમાં તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી.લોહાણા મહાપરિષદના સામયિક રઘુકુળ વિશ્વના સહતંત્રી તરીકે તેઓ જવાબદારી નિભાવી ચૂકેલા છે. હોરાઈઝન સ્પોર્ટસ એકેડેમીમાં કોર કમિટિ સભ્ય તેમજ સદ્‌ભાવના વિકાસ સંસ્થામાં તેઓ શિક્ષણ અધ્યક્ષ છે. મુલુન્ડથી પ્રસિદ્ધ થતા ‘અરસપરસ’ અખબારમાં છેલ્લા પાંચ વર્ષથી તેમની કોલમ ‘લાલજી સરનીકલમે’ નિયમિત પ્રગટ થાય છે.મુલુન્ડ વિસ્તારના ધારાસભ્ય મીહીરભાઈ કોટેચા અને સંસદસભ્ય મનોજભાઈ કોટકની ચૂંટણી વખતે પણ લાલજી સરે મહત્વની જવાબદારી નિભાવી હતી. ભૂતકાળમાં કિરીટભાઈ સોમૈયા પણ આ વિસ્તારમાંથી જ સંસદસભ્ય બન્યા હતા.કોરોના વોરીયર તરીકે સરસ કામ કર્યું એટલે લોહાણા મહાપરીષદે પણ તાજેતરમાં ‘લોહાણા હીરોઝ’ તરીકે તેમનું સન્માન કર્યું હતું. મુલુન્ડ વિસ્તારના પોલીસ વિભાગે પણ તેમને સન્માનીત કર્યા હતા.કોરોના દરમિયાન સરકારી ગાઈડલાઈન મુજબ પોતાની સંપૂર્ણ કાળજી રાખીને એક પણ દિવસ ઘેર રહ્યા સિવાય સતત પોલીસને મદદ કરવી, લોકોમાં જાગૃતિ લાવવી અને જરૂરીયાતમંદોને ભોજન પુરૂં પાડવું એવી મહત્વની કામગીરી કરનાર લાલજી સર સાચા અર્થમાં સો સો સલામના અધિકારી છે.તેમની સાથે દુરવાણી યંત્ર ઉપર વાત થઈ ત્યારે પણ તેમની સાથેની ચર્ચામાં સેવાકાર્ય કર્યાનો સંતોષ અને આનંદ વર્તાતો હતો.જગત પિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામ અને પૂજ્ય જલારામ બાપાના આ રઘુકુળ વંશમાં લાલજી સર જેવા અનેક સેવાભાવીઓ પડયા છે તેનો વિશેષ આનંદ છે.પરમ આદરણીય લાલજી સરની શેષ જીંદગી નિરામય રહે અને સેવા અર્થે સતત પ્રદાન થતી રહે તેવી શુભેચ્છા સાથે તેમને કોટિ કોટિ વંદન..અભિનંદન.. શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.