યુવા બેકાર પર લખતાં લેખકના હાથ ધ્રુજે છે, ભૂખ્યા ઘરબાર પર લખતા, લેખકના હાથ ધ્રુજે છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એ..ઈ…ઈ. છગનિયા ઉતરાણ ચેવી કરી ? ચેટલા પતંગ ચગાવ્યા ને લૂંટયા..ઉંધીયું નેશું શું ખાધું..? અરે.. મગનકાકા.. ટાઢ ચેવી પડેશે.. હવાર હવારમાં નેકળી પડોશો.. તે ઘરે બેહીને તાપતા હો તો.. કાચી કોય કેતા નથ.. છગનિયા આજ દુધવાળો આયો જ નથ તેનો ફુનખ આયો તો ને કે તો કાકા.. આજે ભેહે દોવા નથ દીધું એટલે રાહ જાતા નઈ હો જે બે લીટર દઈ જઈશ. હવે ચા પીવા બેહતો હતો ને તાર કાચી કે દુધની એક થેલી લઈ આઓ એટલી રાજુની દુકાને થેલી લેવા જઉં શું.. મગનકાકા એક દુધ હારૂ આ થેલીયુનું દુધ તો એકદમ ખરાબ આવે શે.. જેવું મુકો એવું ફટફટ બોલવા લાગે તપેલામાં નેચે બેહી જા શે અને છુટું દુધ લેતો ન કરૂં પોણી જ આવે શે.. છગનિયા તારી વાત એકદમ હોચી શે.. પણ કરવું એ શું ખાધા વગર થોડું ચાલે શે.. પેટનો ખાડો બુરાતો જ નથ ને મોણહ સવાર થતાં એટલો બધો આંધળો બની જયો શે કે ખાવાની ચીજવસ્તુઓ હારી રાખી નથી. તેલ ઘીને મરચા, હળદર ચ્યાં ચોખાં મળશે ચારેકોર બધા ખાઉ…ખાઉમાં પડયા શે કોય કોયને કેવા વારૂ નથી ને એમાં ને એમાં મોણહ માંદગીમાં રીબાતો જાય શે.. ચા મોળી પીતો થ્યો.. રોટલી રોટલા કોરા જ જાઈને છતાં ભપકા તો મોટા જ કરવાના.. મગનકાકા ઉતરાણ પસીતો કમુરતા ઉતરયા શે.. રોજ ચ્યાંકને ચ્યાંક જમણવાર હોય શે.. બવ ખાતા જઈ તમે તો જીભના રસીયા શો એટલે જયાં મોહનથાળ કે મીઠાઈ જાવો ત્યાં તુટી જ પડો શો. પેલા બબુડાના છોકરાના લગનમાં તમે પોચ હાત મોહનથાળના કટકાને બીજા ગોળને ત્રિકોણીયા મેઠાઈ ખાઈ જ્યા તા ને પસી ઉધરોહ થઈ તી ખબર શે ને ? અલ્યા છગનીયા હવે કોય નથી મારી જવાનીમાં તો અમે ને તારો મોતીબા લાડવાં ખાવાની શરતું લગાવતા. મોતીડો દેશ ખાય તો આ મગનીયો બાર ખાધા ગર રે નઈ. એઈઈ.. ને દાળના હબડકા ભરતા જઈને લાડવા ખાધે રાખાં.. હાચુ કવ. ગોમના બધા ઈરસા કરતા કે આ મગન અને મોતીને ખાવા ના બોલાવવા. દહ વીહ માણહનું તો એકલા જ ખાઈ જાય શે અને હાચું કવ પેલા તો ગામના માણહો ને બૈરાં જ રાંધતા આવા રસોયા, બસોયા કે ઉભા ઉભા ખાવાનુ નોતું પાટલા, બાજાઠ પથરાતા એકબીજાને કોળીયા આલતા તમે ગમે એટલું ખો તોય પેટ બગડવાની ચિંતા નઈ. લાડવામાં ઘી, ગોળ, ભૈડકાનો લો, તેલ, ખસખસ આવે. ઘીને ગોળ તેલમાં કોય જાવા જેવું જ ન હોય. અબરામ ઘાંચીના ઘોણીનું તેલ હોય ને પટેલીયામાંથી ઘી લાયું હોય પસી તો જેના ઘરે પ્રસંગ હોય ઈ પ્રેમથી ખવડાવે..આટલી બધી વસતી નોતી આવતી કે આવા ભપકાએ ન તા ગોમના ઢોલી ઢોલ વગાડે.. બૈરાં ફટાણાં લગ્નગીતો ગાય ને બધા ભેળા મળીને હવાર હોજે..ખાય.. અરેરે… હવે આવું ચ્યાં જાવા મળે શે..મગનકાકા.. બસ આ તો બધાના દિલડાની હૈયા વરાળશે…ભપકા મોટાને શરીર તગડા પણ મોઢામાં કોય હારી ચીજ ખાતું નથ.. ભપકાને શરીર તગડા થયાં. દિલડાં નાના ને ઠુમકા મોટાં થ્યાં આ વાત હવે કોય હમજવા તૈયાર નથ.. એટલે હાચા માણહને વધુ લોકો નફરત કરે એમાં કાય નવાઈ નઈં… કળજગ શે.. હળાહળ કળજગ કાકા…પેલા તમારા જમાનામાં આવું તો હાલ નતું..
છગનીયા તારૂં ને મારૂં દિલડું.. એક જેવી જ વેદના કાઢે શે…એટલે તો તું ને હું નજીક શાં બાકી તો બધા વેરી જેવો જ બે વાર કરે શે.. જાણે કે આપણે જ તેમનું બધું લુંટી ના લીધું હોય.. આંખમાં ઝેર ભરીને ફેર એટલે આપણે ખુશ થઈને રહો.. કોયની ઈરષા અદેખાઈ કરવી જ નઈ.. દેશ મેં હારૂં કોમ થાય એવું કાયમ કરવું.
મગનકાકા તમાર જવાનીમાં કાચીએ છુટો લોટો માર્યો તો ઈ વાત કરોને. ..અલ્યા છગનીયા શું અચાનક હજુય તને જુની વાત કાઢીને બેઠો.. હેડતો થા.. ઓયથી મારે શેતરે આજ જાવાનું શે.. જા તારો બાપલો આવી ટાઢમાં હેત પડયો તો બધું બાળીને ભુક્કો કરી નાખશે.. એઈ.ઈ.. કાકા ઈ વાત તો કરતા જાવો.. અલ્યા કવ શું છાનોમાનો જા આ તો તને મારા દલની વાત ઈ વખતે કરી હત હવે ચ્યો યાદ કરે શે જા હવ જા પરો એ આવજે.. આ વાત કોયને કરતો જઈ. કેચી કાકી એ તો તાર કાકીએ લોટો માર્યો ઈ..હે… કાકા એમાં શું હતું? અલ્યા કવ શું જા… મારે શેતરે જાવ શે… લો આવજા. હો… કાકા કાકીને રોમ રોમ કે જા હોંકે…
વાચક મિત્રો ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો ચમકારો લોકોને હેરાન કરી રહ્યો છે. રાજય સરકાર, ભ્રષ્ટાચારીઓ સામે બહુ કડક પગલાં ભરશે.. દારૂબંધી જેવાં હો એટલે ચેતતા રહેજા..બુટલેગરો નઈ પકડાય ન..ના.ના..ના.. ઝપટે ચડશે..જેમાં બહુ નહીં.. બસ આપણે આટલે અટકીએ..વધુ લખવું આવતા મંગળવારે ફરી મળીશું.. ઠંડી વધશે ને ગરમી આવશે.. કુદરત કુદરતનું કામ કરે જ છે આપણે ??


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.