મન દુર્જન, સન સુજન છે, મન વેરી, મન મીત ! જીવનમાં મંગળ જાગે, મન જાે બને પુનીત !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પાટણ જિલ્લાના સમી ગામના ડૉકટર પિતા પુત્રના મહીલા દર્દીઓ સાથેના વિડીયો કલીપીંગ… અમદાવાદ શહેરમાં એસપી એરપોર્ટ વિસ્તારમાં ગાય સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરતાં પકડાયા તો જામનગરમાં ગોકુળનગર વિસ્તારમાં આવેલી જજીસ ક્રાઈટસ સ્કૂલના ટ્રસ્ટી કમ પ્રિન્સીપાલ ડેનીયલ આનંદરાયના વિદ્યાર્થીની સાથે અડપલાંના ચૌદ વર્ષની સજા એ પહેલાં આશારામ-નારાયણ-રામરહીમ-કેશવાનંદ-સ્વરૂપ કયોર સેકસ જેવા કિસ્સાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે હૃદય મન ખરેખર ધ્રુજી ઉઠે છે ને કહેવાનું હવે મન થાય છે કે માનવી ‘પશુ થાય તો ઘણું’ કોઈ હૃદયે વર્ષો પહેલાં કેટલાંક દ્રશ્યો જાેઈએ પોતાના હૃદયનો ઉભરો કાઢયો હતો કે માનવી માનવ થાય તોય ઘણું..ત્યારે આજે મારૂં હૃદય બેબાકળું બનીને પોકારે છે કે ‘માનવી પશુ થાય તો ઘણું..’ પૃથ્વીલોકની જીવસૃષ્ટી પર નજર કરજાે તો ખબર પડશે કે પશુ પક્ષીઓ જ નહીં, માનવી સિવાયની બીજી જીવજાતિ વસ્ત્રો નથી પહેરતી છતાં તેનાથી વિરૂદ્ધ જાતિ પર અધમ કૃત્ય કર્યું હોય તેવું જાેવા સાંભળવા નથી મળતું ત્યારે માનવી કરતાં આ પશુ પક્ષીઓનો ‘જીવ કયાંય ઉચ્ચ કક્ષાએ છે તેવું તો ચોક્કસ કહી શકાય ને ?’ માનવી ‘માનવ’ તો છે જ તેણે પશુ પક્ષીમાંથી કંઈક બોધપાઠ લેવાની જરૂર ઉભી થઈ હોય તેવું ચોક્કસ લાગે છે. આજકાલ ‘ગધેડાં’ તો બહુ રહ્યા નથી પરંતુ આ શ્રમજીવી પ્રાણીને ‘મુર્ખ’ તરીકે જ સમાજે વર્ણવ્યું છે પણ તમે તેને કયારેય ખરાબ હરકત કરતાં નહીં જાેયું હોય. ઉપરોકત ત્રણ કિસ્સામાં વિશ્વાસ, કાયદા અને શ્રદ્ધા ભક્તિની જયોતને લાંછન લાગે તેવા કૃત્યો જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે તેની અસર બહુ જ મોટીને ખરાબ માનવ હૃદય મન સુધી પહોંચે છે. આવા લોકોને જાહેરમાં ઉભા રાખીને સજા કરવી જાેઈએ કે જેથી બીજા લોકો કયારેય આવી હરકત ન કરે પણ આપણે લોકશાહીમાં જીવીએ છીએ એટલે કાયદાની કડીથી કયાંક જકડાયો…. બંધાયેલ જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરી છે તેના વિશ્વાસે સ્ત્રી પુરૂષ દર્દી તેનું શરીર ગમે તેવા સ્વરૂપે રજુ કરી દે છે. જેનો ગેરલાભ ઉઠાવી એ ડૉકટર અધમ કૃત્ય કરે ત્યારે ખરેખર…અબોલ પશુ અને અબુધ વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યને શું કહેશો ? તેમાંય ‘ગુરૂ’ ધર્મ શિક્ષણને કાયદાનો હોલ એ સમયે તો કડકમાં કડક એવી સજા કરવી જાેઈએ કે વર્ષો બાદ પણ લોકો એ ઘટનાને યાદ માત્રથી અધમ કૃત્ય કરતાં અચકાય. ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા છે. હિંદુ સંસ્કૃતિ ધર્મમાં ‘ગાય’ ને પવિત્ર માની માતાનું બિરૂદ આપ્યું છે. ગાય, ભેંસ, બકરી જેવા ગમે તે પશુ હોય તેની પર અત્યાચાર સૃષ્ટી વિરૂદ્ધનું માનવી કૃત્ય કરે ત્યારે એ માનવીને એમ કહેવાય કે તું માનવી થાય. માનવી તું પશુયોનિમાં પ્રગટ થાય ને તો આવું કૃત્ય ન કરે. એટલે હે માનવી ‘તું પશુ’ થાય તોય ઘણું છે. કારણ કે સમાજમાં ખરાબ વિકૃતિઓ તો ફેલાતી અટકે. માનવી માનવ થાય તો એ મદ, મોહ, અભિમાન, સ્વાર્થ જેવા અનેક દુષણો તો રહેવાના જ. હવે પછી ખરાબ માણસને કયારે એમ ન કહેતા કે માણસ થા.. અલ્યા તું ગધેડો થા તો ઘણું છે.. વાચક મિત્રો ખરેખર બહુ દુઃખ થાય છે કુદરતે આવી સરસ મજાની દુનિયામાં શ્રેષ્ઠ માનવ યોનિમાં જન્મ આપ્યો છે. બુદ્ધિ, ધનસંપત્તિ કેટલી બધી સુખ સાહ્યબીને શાસનકર્તા બનાવ્યો છે ત્યારે એક વિકૃતિથી આપણે ભટકી જઈએ છીએ. આશારામ, રામરહીમ ને સમી જેવા ડૉકટરો પ્રત્યે લોકો અતુટ શ્રદ્ધા, આસ્થા ધરાવતા થાય છે ને જ્યારે આ વિકૃત માનસ એ ભોળા, શિક્ષિત છતાં અંધ બનેલા લોકોની શ્રદ્ધા-આસ્થાનો પુરેપુરો ઉપયોગ કરીને જાગૃત સભાન બનવાની જરૂર છે. જેમાં બહુ કહેવાની જરૂર નથી પરંતુ નાનાં ભુલકાં મહીલા, યુવતીઓને આવા તત્વો વધુ શિકાર બનાવતા હોય છે એટલે એકાંતનો લાભ આવા અધમ કહેવાતા ‘ભગવાન’ ના અવતારો ના ઉઠાવી શકે તેવા સતત પ્રયત્નો કરો ને આ નાનકડી ચિંતન ચિનગારી છેવટે તો દિવ્ય જયોત પ્રગટાવવાનો એક નાનકડો પ્રયત્ન જ છે. કયાંક ઉચ્ચ અધિકારી કે નેતામાં કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિકતા જાેવા મળે ત્યારે તેને વંદન, અભિનંદનનું મન થાય છે પણ બહુ આવી આશા જાેવા મળતી નથી. જાગૃતિ દરેક બાબતમાં જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ કે બીજી સેવાઓ છેવટે તો આપણે જે ભોગ બનીએ છીએ ને ? આજે ગુરૂપુર્ણિમા ‘ગુરૂ-શિષ્ય’ ની ભાવના સાચા અર્થમાં ‘મોબાઈલ’ યુગમાં સાર્થક થાય તેવી આશા સહ અસ્તુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.