મનન કરે ચિંતન કરે, એ જ મનુજનો ધર્મ ! આંખ મીંચી પાછળ ચાલે એ પશુઓનાં કર્મ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

‘માર ડાલા દાયણ મોંઘવારીને’ પ્રજાના હૃદયમાં મોંઘવારી આવશે તેવી નવી ચેતના જગાવનાર આ ગીતના ગાયકોને ગવડાવનારા આજે સત્તાના સૂત્રો હાંસલ થતાં જ ગુમ થઈ ગયા છે. પેટ્રોલ,ડીઝલ, સોના ચાંદીમાં કોનો અને કયાંથી કરંટ લાગે છે એ હજુ સુધી કોઈ સમજી શકતું નથી.પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને આપણે સામાન્ય વાતમાં ન લઈ શકીએ.કારણ કે મોંઘવારીની આગમાં ભયાનક ભડકો કરવાનું કાર્ય જ પેટ્રોલ ડીઝલનું છે.ભારતની સરહદે નેપાળ, ચીન અવળચંડાઈ કરી રહ્યા છે.જેનાથી રાષ્ટ્રભક્ત જાખમમાં છે. પ્રજાએ મોંઘવારી સામે જ નજર રાખો તો આવા દેશો ઝડપથી આપણી જમીન સીમા હડપ કરી જશે.સૈનિકો પર અચાનક હુમલો કરી બેસે છે એટલે ડીઝલ-પેટ્રોલના ભાવ વધે છે તેનાથી ગભરાવવાની જરૂર નથી.સહનશÂક્ત કેળવવી જ પડશે.દેશહિતમાં જયારે સરકાર ઝઝુમતી હોય વિકરાળ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.ચીન નેપાળની અવળચંડાઈથી કયાં જવું ? ભારત સરકાર નમ્ર બનીને ચીન સાથે વાટાઘાટો કરે છે પણ આ ચીને તો જાણે ભારતને નબળું જ સમજયું છે ગલવાનમાં ભારતે ઉખેડી નાખેલી ચોકીઓ પાછી બનાવી પ્રજાએ એકદમ ઉકળીને એ નહીં પૂછવાનું કે આપણી સેના શું કરતી હતી ? આપણી સેના-સૈનિકો એટલા બધા બાહોશ છે કે તેમને જા થોડો ઈશારો મળે તો ચીનના કેટલાય ભાગોને ભારત બનાવી દે. આપણે ત્યાં હનુમાનજી અજરાઅમર છે એ ભુલવું ન જાઈએ પરંતુ આપણી કેટલી નબળાઈ છે. ચીન-પાકિસ્તાન ડોળા ના કાઢે તો આપણે સખણા રહેતા નથી એટલે જેમ નાના બાળકને સુવડાવવા માટે ઘોડીયાના ખોયાને બે ચાર થાપટ મારીને બોલે બચુડા સૂઈ જા, નહીંતર બાવો ઉપાડી જશે એમ આપણે પણ સરકાર પોતાના સ્વાર્થની હરકત કરે એટલે એકાદ આવી થાપટ મારી દઈ દેશભÂક્તના સૂત્રો, ગીતો ચાલુ કરી દે છે. એટલે આપણે એટલા બધા ભાવુક બનીન સુઈ જઈએ છીએ કે વળી પાછા બે પાંચ મહીના ભલે ને મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, બેકારીનું પ્રમાણ વધે.બોલે તે રાષ્ટ્ર વિરોધી અથવા સોનિયા રાહુલના બની જાય. બેટા કોઈ બોલે જ કયાંથી ? તમે બહુ ચિંતન મનન કરો છો એટલે જ આપણું ચિંતન ચાલે છે બાકી તો કેટલાયના હૃદયમાં પેટ્રોલ રેડાયું છે કે આ આપણા વિરોધનો છે. આપણે કોઈ પક્ષ બક્ષનું ચિંતન નથી કરવું આપણે આપણા વચ્ચે આપણને જ સતાવતી વાત કરીને હૃદય-મનને હળવું કરવું છે કે જેનાથી હૃદય-મનનો ભાર હળવો થાય. હૃદય-મન ભારે લઈને ફરીએ તો બ્લડપ્રેશર, ડાયાબીટીસમાં ખોટું ફસાઈ જવું અને બહાર તો નોવેલ કોરોના કોવિડ-૧૯ મોં ફાડીને બેઠો જ છે. રામદેવજી મહારાજ ઝડપભેર દવા બનાવીને બધું વેચી મારશે..કારણ કે તેઓ પ્રજાને પાંત્રીસ-ત્રીસ રૂપિયે પેટ્રોલ-ડીઝલ આપવાના હતા ને ?વાચક મીત્રો નોવેલ કોરોના કોવીડ-૧૯ ની ભારતમાં અસર બાદ અખબારી આલમ પણ કેટલાક સંકુચિત બની ગયા હતા. કેટલોક સમય ચિંતન રત્નકણીકા ન આવી શકી ને તેમાં આપણા મગનકાકા અને છગનીયો હમણાં કયાંક દેખાતા નથી હોં તેઓએ મોઢે માસ્ક પહેર્યું હોવાથી વધુ બોલતોય નથી ને દૂરથી સારા નવરાના હોજ લઈને રફુચક્કર થઈ જાય છે. મગનકાકા તો પોલીસનું કયાંક આજે સાયરન સાંભળી જાય તો ઘર બાજુ દોટ મુકે છે એટલે આ બે વ્યÂક્તઓ કયાંક ભેગા થતા અને હૃદયનો ઉભરો કાઢતા તેમાં આપણા હૃદય મનની વાત જાડાઈ જતી ને હાશકારો થતો. ખેર તેઓને પણ બોલતા કરીશું. આવતી કાલથી તપ-ભક્ત થકી મોક્ષની પ્રાપ્તિ કરવાનું મહાપર્વ ચાતુર્માસ શરૂ થાય છે.સાધુ, સાધ્વી ભગવંતો ચાર માસ જ્યાં હશે ત્યાં સ્થિર રહી માનવ ધર્મ જીવદયા, અહિંસાનો પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરે છે. આ પૃથ્વીલોક પર સંતો,મહંતો, સંન્યાસીઓની અનોખી દુનિયા છે પણ કયાંક આશારામ, કેશવાનંદ પ્રકરણો જયારે પ્રકાશમાં આવે ત્યારે દરેક સંતો, મહંતો ધર્મસ્થાનો પર જે કાદવ ઉછળે તેને ચોક્કસ બચાવી શકાય. બાકી તો સર્વે ભવન્તુ સુખીન.. જેવી પ્રાર્થના સહ સારૂં ચિંતન મનન કરીએ. બનાસકાંઠા જિલ્લા ભાજપ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવેના દુઃખદ અવસાનથી જિલ્લાએ કર્તવ્યનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે. પ્રભુ તેમના આત્માને શાંતિને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્ત અર્પે એ જ પ્રાર્થના સહ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.