પોતાની આગવી કલાશક્તિ થકી અનેક લોકોને હાસ્ય પીરસીને નિજાનંદી જીંદગી જીવતા સૂરતના કલાકાર પારસભાઈ પાંધી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અમારા ગુરૂજી પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજની દિવ્ય વાણી અનુસાર પરમ કૃપાળુ પરમાત્માએ દરેક વ્યક્તિને આ પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારનો રોલ ભજવવાની જવાબદારી આપી છે. પરમાત્માએ જે પણ જવાબદારી આપી છે તે કોઈપણ પ્રકારની ફરીયાદ કર્યા સિવાય જીવનને પ્રભુની પ્રસાદી સમજી વ્યવસ્થિત રીતે નિભાવવી એ મહત્વનું છે. પિતા રમેશભાઈ કાંતિલાલ પાંધી અને માતા ભારતીબેનના પરિવારમાં તા. ૧૩-પ-૧૯૯ર ના રોજ ગોંડલ ખાતે જન્મેલા પારસભાઈ પાંધી એક ઉત્કૃષ્ટ કક્ષાના હાસ્ય કલાકાર છે. પ્રાથમિક શિક્ષણ સુરત ખાતે, માધ્યમિક શિક્ષણ અમરેલી ખાતે અને એન્જીનીયરીંગ સુરત ખાતે કરી માત્ર ૧૬ વર્ષની ઉંમરથી જ સ્ટેજ કાર્યક્રમોની શુભ શરૂઆત કરનાર પારસભાઈ પાંધી આજે મોટા ગજાના કલાકાર બન્યા છે અને અનેક કાર્યક્રમો આપી રહ્યા છે. પૂજય જલારામ બાપામાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા પારસભાઈ એમની મુલાકાતમાં હંમેશા કહે છે કે તેમને મળેલી સફળતા એ પૂજ્ય જલારામ બાપાની માત્ર અસીમ કૃપા જ છે. ભગવદગીતાના તેઓ ખુબ જ સારા વાંચક છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ આર્થિક નબળી પરિસ્થિતિના કારણે તેમણે અધવચ્ચેથી છોડી દીધો હતો.જીંદગીને નિજાનંદથી માણવા માટે તેમણે વોચમેન, વેઈટર, ફેરીયો (પેપર નાખવા માટે), કુરીયરની ઓફિસે, ચપ્પલની દુકાનમાં, કોલ સેન્ટરમાં, ઝાંસીની રાણી સીરીયલમાં ચાપાણી આપવા સપોર્ટ બોય તરીકે,મોબાઈલ શો રૂમમાં એમ અનેક સ્થળે નોકરી પણ કરી. છેલ્લે તેમણે બેકરીની ફેકટરી બંધ કરી પોતાની કલાશક્તિને લોકો સમક્ષ વધારે ને વધારે લઈ જવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં આઈ.એ.એસ.કે આઈ.પી.એસ. અધિકારીઓના મોટીવેશન કલાસીસ હોય તેમાં પણ તેઓ ફેકલ્ટી તરીકે જાય છે. ગત મહિનામાં જ વલસાડ જિલ્લાના કલાસ-૧ અને કલાસ-ર અધિકારીઓના એક કાર્યક્રમમાં તેમણે ૩ કલાકનો પોતાનો પ્રોગ્રામ રજુ કર્યો હતો.જીંદગી સારાનરસા દિવસો દરેકને દેખાડે છે પરંતુ ગમે તેવી કઠીન પરીસ્થિતિમાં પણ કેમ કરીને આનંદ-નિજાનંદ-નિત્યાનંદમાં રહેવું તે શીખવું હોય તો પારસભાઈ પાંધી પાસેથી જ શીખવા મળે.લોકડાયરો કે હાસ્ય દરબારને ઈન્ટરનેશનલ કક્ષાએ લઈ જવાનું તેમનું અતિ મહત્વનું સપનું છે. ખુબ જ અલગારી, આનંદી અને ખુશમિજાજી નગરી સુરતમાં રહેતા પારસભાઈ પાંધીને સ્ટેજ કલાકારના માધ્યમથી સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.જાેકે સમગ્ર વિશ્વમાં એક સુરત શહેર જ એવું છે કે ત્યાં રહેતા મોટા ભાગના માણસો કાયમ માટે આનંદી હોય છે. સુરતના માણસોને મળવું કે સુરતના નાસ્તા કરવા એ જીંદગીનો એક મહામૂલો લ્હાવો છે. ભારત બહાર કાર્યક્રમો કરવા એને પારસભાઈ સફળતા નથી માનતા પરંતુ આપણા દેશની ભવ્યાતિભવ્ય સંસ્કૃતિને આપણા દેશના લોકો સમક્ષ જ રજુ કરીને મોજ કરવી અને મોજ કરાવવી તેમાં તેઓને વધારે આનંદ આવે છે. ગુજરાતમાં સ્ટેજ ઉપર માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, હકાભા ગઢવી, જીતુભાઈ દ્વારકાવાળા, ધીરૂભાઈ સરવૈયા, ગોપાળ બારોટ જેવા અનેક મોટા કલાકારો સાથે પોતાની કલા પીરસીને શ્રોતાઓને આનંદ કરાવી ચુકેલા પારસભાઈને સ્ટેજ સિવાય પણ વ્યક્તિગત રીતે રૂબરૂ મળીએ ત્યારે પણ તેમની વાતોમાંથી સતત આનંદ ઝરતો હોય છે.હાલ ર૮ વર્ષની ઉંમરે પહોંચેલા પારસભાઈ પાંધી છેલ્લા ૧૪ વર્ષથી સતત કાર્યરત છે. આગામી એપ્રિલ મહીનામાં લંડન ખાતે તેમના આઠ કાર્યક્રમ છે. તાજેતરમાં જ તા.૩-૧૧-ર૦૧૯ ને રવિવારે જલારામ જયંતિના પવિત્ર દિને તેઓ દિયોદર ખાતે તેમના કાર્યક્રમ અર્થે પધાર્યા હતા અને આજે ૧૯-૧૧-ર૦૧૯ને મંગળવારે તેમનો ડીસા અનંતરા હોટલ ખાતે કાનાબાર પરીવારની કથા નિમિત્તે કાર્યક્રમ છે. જાે કે તેઓ ડીસામાં પ્રથમ વાર આવી રહ્યા છે પરંતુ રઘુવંશી લોહાણા સમાજના હોવાને નાતે ડીસામાં જલારામ મંદિર છે તેનો તેમને વિશેષ આનંદ છે. સુરત ખાતે પણ તેઓ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે અનેક કાર્યક્રમો આપી ચૂકયા છે. સંઘર્ષ, સમજ, સહનશક્તિ સાથે ગાઢ નાતો ધરાવતા પારસભાઈ પાંધીએ જીંદગીનાં તમામ પાસાં જાેયાં છે પરંતુ પરમાત્મા કે જલારામ બાપા પ્રત્યેની તેમની શ્રદ્ધામાં સહેજ પણ ફેર પડયો નથી. ભુતકાળમાં કચ્છના એક સામાજીક પ્રવાસમાં પણ અમારે સાથે રહેવાનું બન્યું હતું. તેમને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૯૯૮૯૧૯૮૯૪ છે. તેઓ લોકડાયરા દરમિયાન તેમની ટીમ સાથે પણ ખુબ જ હળીમળીને રહે છે. હાસ્ય એ જીંદગીનું સૌથી મોટું ઔષધ છે અને હાસ્યની છોળોને લોકો વચ્ચે ઉડાડવાનું અને વહેંચવાનું કામ કરતા પારસભાઈ પાંધી પણ નિજાનંદી જીંદગી જીવી રહ્યા છે. તેમના આ લોકાભિમુખ કાર્યમાં તેમનાં ધર્મપત્ની નીરલબેન પાંધી તેમજ દિકરી માહી પાંધીનો તેમને હરહંમેશા સહકાર મળે છે. અનેક લોકોના જીવનને હાસ્યના માધ્યમથી ઉજાગર કરવાનું ઔષધીય, દૈવીય કાર્ય કરતા પારસભાઈ પાંધીને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.