જબ તક ચલેગી જીંદગી કી સાંસે કહી પ્યાર કહી ટકરાવ મિલેગા ! કહી મીલેગી જિંદગી મેં પ્રશંસા, તો કહીં ભાવનાઓ મેં દુર્ભાવ મિલેગા !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

દુષ્કાળમાં અધિક માસ વર્ષો જૂની કહેવત આ વર્ષે નોવેલ કોરોના કોવીડ ૧૯ માં અધિક આસોમાસ આવતાં ગુજરાતીઓના થનગનાટ આરાધના-ઉપાસનાનું પર્વ નવલાં નોરતાં-નવરાત્રી એક મહીનો દૂર ઠેલાઈ ગયાં ને હજુ એમાંય બધું ડામાડોળ છે જ આગામી દિવસોમાં પાર્ટી પ્લોટ, કલબોમાં ગરબા રાસ તો થશે નહીં તેથી પૂરી શકયતા વચ્ચે વળી પાછું લોકડાઉન આવશે તેવી અફવા પર રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પુર્ણ વિરામ હાલ પુરતું તો મુકયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોના કોવિડ-૧૯ ના સંક્રમણ બેફામ વધી રહ્યું છે ને ગત ર૪ મી માર્તના દેશમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પાંચસો હતી તે વધીને છ મહીનામાં પ૮ લાખથી વધુએ પહોંચી છે.સામે કાળઝાળ ગરમી, બફારા બાદ શિયાળો સુસવાટા મારતો આવી રહ્યો છે. તહેવારો, ઉત્સવોની હારમાળા પણ આવશે ત્યારે આ નોવેલ કોરોના કોવિડ-૧૯ ભારતમાં કેવી ભાંગફોડ કરશે એ તો સમય જ બતાવશે.દેશમાં મૃત્યુ આંક એકાણું હજારને પાર પહોંચ્યો છે જે ગંભીર બાબત છે.પ્રજા હજુ બેફીકર થઈને આડેધડ રખડી રહી છે.જયારે લોકડાઉનની જરૂર નહોતી ત્યારે લોકડાઉન કરીને લોકોને ધીબી નાખ્યા.બધી રીતે થાળી,વાજાને ડંકા વગાડયા હવે લોકડાઉન કરવા જાય તો અસર શું થાય ? ઘણા બધા પ્રશ્નો વચ્ચે શૈક્ષણિક કાર્ય બિલકુલ બંધ થયું છે. ભારતની ભાવી પેઢીનું શું ? શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ શિક્ષણની તપાસ બપાસ નહીં,વહીવટ બાબતે જ ખણખોદ સંગઠનો કે શિક્ષણવિદો, બુધ્ધિશાળીઓ કયાંય શિક્ષણની ખોદાઈ રહેલી ઘોર બાબતે સહેજ માત્ર ચિંતીત નથી.દેશનું ભાવી યુવા પેઢીમાં છે તો આજે બેકારીના ખપ્પરમાં નિરાશ થઈને વ્યસનો, હતાશામાં ધકેલાઈ રહ્યું છે તે અંગે સાચો સર્વે થતો નથી.શું ફકત નાણાંકીય બાબતો પાછળ જ આપણે પડયા રહીશું અને શિક્ષણને રાજકીય અખાડો બનાવી દીધો છે.કોણ બોલે ? આજ કોરોના કોવિડ-૧ડ માં રાજકીય મેળાવડા,રેલીઓ ધમાકેદાર થાય, ચૂંટણીઓને બીજા કામો બંધ નથી.ફકત શિક્ષણને તેમાંય વિદ્યાર્થીઓની અવગણના ઓનલાઈન શિક્ષણમાં જંગલમાં નાચે મોર કીસને દેખા ? એના જેવી વાતો છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકે હાથો મેં પલતા હૈ ચાણકયના આ શબ્દો યેનકેન પ્રકારે સાચા પડી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.આજે બધા હક્ક માટે લડે છે પણ સમાજ પ્રત્યે કોઈ વફાદાર નહીં, ખેડૂતો, શિક્ષિત બેરોજગારો નાના મોટા ધંધાદારીઓની સમીક્ષા કરો તો આજે દુઃખી દુઃખી દબાયેલા છે.કયાં જઈ બોલે ? મોંઘવારીમાં મંદી નડી રહી છે, અર્થશાસ્ત્રની ભાષામાં એવું કહેવાય કે મંદીમાં ચીજવસ્તુઓના ભાવ ઘટે અને જે તે વસ્તુનો જથ્થો વધે હવે ભારતમાં મંદી કયાં ? ફકત કાગળ પર જ દેખાતી આ મંદી તેજીના નામે પ્રજાને લુંટી રહી છે. મંદીમાં ખિસ્સું ભરીને પૈસા લઈ જાઓ તો કોથળા ભરીને ચીજવસ્તુઓ મળે.આજે કોમર્સ, અર્થશાસ્ત્રનો કોઈ અભ્યાસુ હોય તો બજારની સ્થિતિ જાેયા પછી એમ કહે કે બજારમાં મંદી છે. કોરોના સંક્રમણનો ભય ને કેટલીક મર્યાદાઓના કારણે ગ્રાહકોની અવરજવર ઓછી ચોક્કસ છે.પણ મંદી તો ના જ કહેવાય.મોંઘવારી ઘટે તો મંદી છે તેવું કહેવાય લોકો પર તો બોજના ઢગલાં થાય છે.અહીં તમારે ને મંદીને શું લેવાદેવા ? ત્રણ હજારવાળું સોનુ આજે સાઈઠ હજારે પહોંચ્યું છે.આ તેજી કે મંદી પાંચ રૂપિયે કીલો વેચાણું લસણ આજે દોઢસોમાં ખેડૂતને ભલે ભાવ ન મળતા હોય પણ પ્રજા તો લુંટાય જ છે ને ? ગાય-ભેંસના દુધ,ઘી, દહીંની વાત જવા દો.મફતમાં મળતી છાશના અડધો લીટરના પંદર વીસ ચૂકવવા પડે છે.છતાં ખેડૂતો પશુપાલકોને ઢીંગો જ છે.શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવા છતાં વાલીઓએ તગડી ફી પ્રમાણપત્ર લેવા માટે ય શાળાઓને ચુકવવી તો પડે છે.કોણ બોલે ? નિર્દોષ ભાવે બોલવા જાય તો બિચારાના વગર જાેઈતા મોર બોલે, સોરી હવે ઈ ને બોલાય.. હમણાં તો વડાપ્રધાન અને મોર બંનેને પાકી ભાઈબંધી થઈ ગઈ તેમાં ખિસકોલી કંઈક રીસાઈ ગઈ હોય તેવું લાગે છે.

વાચક મિત્રો મેઘરાજા અંતિમ ચરણોમાં કયાંક ધબડાટી બોલાવે તેવું લાગે છે. મોંઘવારી, બેકારી, કોરોના, કોવિડ-૧૯ ના વાવાઝોડા વચ્ચે અચાનક મેઘરાજા એટલે કુદરતી આફત ત્રાટકે જ તો સજાગ બનીને રહેજાે. નોરતાં સુધી ઢોરઢાંખર સલામત જગ્યાએ બાંધવા બહુ બહાર રખડવું નઈ માસ્ક,સેનેટાઈઝીંગ, હાથ સાફ રાખો,સામાજીક અંતર જાળવી રાખશો. ધર્મ એ જીવન જીવાવની કળા છે તેની પાસેથી ઘણું જ શીખવા મળે છે.જાે તાલાવેલી હોય તો ? બાકી તો જયશ્રીરામ..ભારતમાતા કી જય.. જય જય ગરવી ગુજરાત..નોવેલ કોરોના કોવિડ-૧૯ ઝડપભેર વિશ્વમાંથી વિદાય લે તેવી પ્રાર્થના સહ અસ્તુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.