કુલાનિ સમુપેતાનિ ગોભિઃ પુરૂષતોડર્થત ઃ ! કુલ સંખ્યાં ન ગચ્છાન્તિ યાનિ હીનાનિ વૃત્તતઃ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ગુજરાતમાં જુલાઈ માસના દિવસો પસાર થવા છતાં હજુ કેટલાક વિસ્તારો કોરાધાકોર ને કાળઝાળ ગરમી બફારાની ઝપટમાં સપડાયેલા છે.લોકો જ નહીં જીવ માત્ર ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કેટલાક હવામાનની ગતિને જાણનાર લોકો કહે છે. વરસાદ થોડા જ દિવસોમાં ધોધમારને તોફાની થશે.જેનાથી ગરમીથી ત્રસ્ત લોકો ઠંડક અનુભવી રહ્યા છે.પૃથ્વીલોક પરના પર્યાવરણનો જે વિસ્તારમાં માનવ શક્તિ દ્વારા આડેધડ વિનાશ થાય છે ત્યારે કુદરતી પ્રકોપનો સામનો જીવ માત્ર એ કરવો જ પડે છે.જેમાં કયાંક વરસાદ,ગરમી, ઠંડીનું પ્રમાણ વધુ તો કયાંક ઓછું તોફાની પવન,વાવાઝોડાં, ભૂકંપ, સુનામી જેવી આફતો તમે જાેતા હશો કે દુનિયાના ઘણા ભાગોમાં તારાજી વર્તાવે છે.માનવી સ્વાર્થ-અસંતોષના કારણે સરેઆમ કુદરતી નદી, પહાડો,જંગલો,તળાવો, ઝરણાં, પશુ-પંખીઓનો નાશ કરીને પોતે સુખી-સમૃદ્ધ બનવા માગે છે પણ આ આંધળી દોડધામ તેને ધનાઢય બનાવી નાખે છે પરંતુ શરીર અસ્વસ્થ રોગના ભરડામાં ફસાઈ રહ્યું છે. ડાયાબીટીસ, બીપી, કેન્સર, હૃદયરોગ, એસીડીટી,અલ્સર જેવા અનેક રોગોનું પ્રમાણ વધવા પાછળ માનવીય ખોટી હરકતો જ જવાબદાર છે. આજે ભારતમાં માનવી સમૃદ્ધ બન્યો છે કયાંય મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગરીબી જેવું નામોનિહાન નથી. લોકોના આરોગ્ય માટે અનેક પ્રકારના કાર્ડ આવી ગયાં છે. ગરીબો લોકોના ઘરમાં એસી,ફ્રીજ, ટીવી અને ગાડી, બાઈક આવ્યાં છે. કોઈને રોજગારીની જરૂર નથી. આજે રૂા.એક હજાર આપતાં કડીઓ, મજુર મળતાં નથી. એક ઘરમાં દશ જણા હોય તો સાંજ પડયે દશ હજારથી વધુ રકમનો પ્રવેશ થાય છે. ઘરે ઘરે વિજળી, પાણી, ને સસ્તા અનાજ ખાદ્ય ચીજવસ્તુઓનો પુરવઠો ગરીબ, બીપીએલને મળી રહ્યો છે. શાળા કોલેજમાં શિષ્યવૃત્તિને બીજા લાભોના ઢગલા થયા છે. સરકારની તમામ યોજનાના નાણાં લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. કયાંય એક રૂપિયાનો ભ્રષ્ટાચાર જાેવા મળતો નથી. તાલુકા કક્ષાએ આવક, જાતિના દાખલા, સોગંદનામા બહુ સરળતાથી થઈ રહ્યા છે.ગ્રામ પંચાયતો, નગર પાલિકામાં તલાટી, ગ્રામસેવકોને ચીફ ઓફિસરોને તેમના હાથના કર્મચારીઓ એક પણ પૈસા લીધા સિવાય ઝડપથી કામ કરી રહ્યા છે. એટલે હવે દેશ, રાજયમાં રામરાજય જેવો માહોલ સર્જાયો છે.વિકાસલક્ષી ગ્રાન્ટો, સીમેન્ટ, સળીયાને પાયા વગરના મજબુત કામોમાં ઝડપથી વપરાય છે. એસ.ટી.બસોની સુવિધા ગામડાં સુધી પહોંચી છે.ચારે બાજુ સંવેદનાસભર જ દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. કુપોષિત બાળકો કે મહિલા રહ્યાં જ નથી. કારણ કે સંજીવની દુધ, મધ્યાહન ભોજન, આંગણવાડી કેન્દ્રો મારફત હવે શુદ્ધ પૌષ્ટીક આહાર સેવાઓ મળી રહી છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર વધ્યો છે એ તો વિરોધ પક્ષની એક જાતની બબાલ છે.પહેલાં પગારો-મજુરી ઓછા હતા. આજે પગાર-મજુરી વધ્યા છે. બોલો કોને મોંઘવારી નડે છે. ઓફિસમાં કદાચ કોઈ ‘સાહેબ’ ગોગાબાપજી કે માતાજીના લાભાર્થે દાન પૂર્ણ સ્વરૂપે કંઈ લે તો બીચારાએ ધર્મનું કાર્ય જ કરી રહ્યા છે.એટલે બહુ રાડો પાડવી નહીં તમે શાસક પક્ષીના વિરોધી છો. એટલે જ આવી વાત કરો છો.બાકી દેશમાં કયાંય ગરીબી, ભુખમરો, મોંઘવારી, ભ્રષ્ટાચાર જ છે જ નહીં. આજે ગરીબોના ઝૂંપડામાં એસીની ઠંડી હવા આવે છે. તમે બહાર નીકળો તો ખબર પડે. પહેલાં ખેતરોમાંથી ચાલતા આવવું પડતું હતું આજે ગમે તે દિશામાંથી મોટરસાયકલ કે કાર ગાડી મળે છે. લોકો ઝડપથી દોડાદોડી ન કરે એટલા માટે બજેટમાં રૂપિયા એકનો સેસ નાખી ભાવમાં થોડી વૃદ્ધિ કરી છે જે વ્યવસ્થાનો ભાગ છે. લોકોને એકંદરે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભુખમરો બિલકુલ નડતો નથી. દર રવિવારે કે તહેવારોમાં મોટી હોટલો, પિકચર, થિયેટરમાં ટોળે ટોળાં જાય છે. એટલે દેશવાસીઓ આ રામરાજયમાં લીલા લહેર કરે, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ભુખમરાની બુમરાડ વિરોધ પક્ષની છે. દેશમાં કોઈ બેરોજગાર નથી. શ્રમકાર્ય કરે તેને નાણાં રોકડાં મળે જ છે. આળસુ બને તો કોઈ પૈસા ન આપે તે સ્વાભાવિક છે. આજે એમ. એ.બી.એડ.ગોલ્ડમેડાલીસ્ટ શ્રમકાર્ય કરી એસ.ટી. બસમાં કંડકટર કે ડ્રાયવર બની નાણાં રળી રહ્યા છે. બેરોજગારીની કોઈ સમસ્યા નથી. મા અમૃતમ્‌, સ્વાસ્થ્ય, સંજીવની ઘરનાં ઘર જેવી યોજનાઓ ઝડપભેર આગળ વધી રહી છે. વાચક મિત્રો આ વિચારો તમે સાચા સંપ્રદાયના વિરોધી છો. તમને સાચું કંઈ દેખાતું નથી. આજે સમૃદ્ધ ભારત બન્યું છે ને ટુંક સમયમાં ‘ભારત’ મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ત્યારે મધ્યમ વર્ગ જે સહનશીલ બની દેશને સહયોગ આપી રહ્યો છે તે બદલ ધન્યવાદ હજુ વધુ સહન કરવા તૈયાર રહેશેો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.