અપંગ હોવા છતાં સંપૂર્ણ આત્મનિર્ભર બની પ્રેરણાદાયી જીવન જીવતા પાલનપુર-સુરતના કલ્પેશભાઈ ચૌધરી (જૈન)

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કયારેક એમ લાગે છે કે કુદરતનું કામ ચમત્કારો સર્જવાનું અને સૌને અચંબામાં નાખવાનું છે. કયારેક પહેલવાન જેવો લાગતો માણસ કશું જ ના કરી શકે તો કયારેક અપંગ વ્યક્તિ પણ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દે.પિતા નટવરલાલ ચીમનલાલ ચૌધરી (જૈન)અને માતા લલીતાબેનના પરિવારમાં તા.૮-ર-૧૯૭૯ ના રોજ પાલનપુર ખાતે જન્મેલા કલ્પેશભાઈ ચૌધરી ભલે અપંગ છે પરંતુ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ હાંસલ કરીને અનેકજનો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યા છે.કલ્પેશભાઈનાં ધર્મપત્ની દીપાલીબેન પટેલ જ્ઞાતિનાં છે અને અપંગ છે; છતાં પણ તેઓ કલ્પેશભાઈને પૂર્ણ સહકાર આપે છે. તેમનાં બેઉ બાળકો દક્ષલ (ધો.૧૦)અને હિતાર્થ (ધો.૬) સંપૂર્ણ સ્વસ્થ છે અને અભ્યાસમાં પણ તેજસ્વી છે.ધો.૧૦ સુધીનો અભ્યાસ પાલનપુરની પ્રખ્યાત વિવિધલક્ષી વિદ્યામંદિરમાં કરી કલ્પેશભાઈ પિતાના હીરાના વ્યવસાયમાં જાેડાયા.
ર૦૦ર થી કલ્પેશભાઈએ પોતાના વ્યવસાયની મંઝીલ શરૂ કરી અને હીરા ઘસવા તેમજ લેવડદેવડના વ્યવસાયનો અભ્યાસ કરી શુભ શરૂઆત કરી. પાલનપુરમાં પૂરતો સ્કોપ ના દેખાતાં અમદાવાદ ગયા અને ર૦૧૩ માં તેઓ સુરત ગયા.સુરતમાં પણ શરૂઆતમાં સર્વિસ કરી અને ત્યારબાદ માર્કેટમાં પ્રવેશ કર્યો.હીરા એસોર્ટની કામગીરી, વેલ્યુએશની કામગીરી, હીરાની ખરીદી એમ ક્રમશઃ કિસ્મત અજમાવતા ગયા. આજે તો તેમનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે. કલ્પેશભાઈની ઉંમર પાંચ મહીનાની હતી ત્યારે પોલીયોના ઈન્જેકશન લેવાથી બેઉ પગ તેમજ કમરથી નીચેના ભાગમાં તેમને તકલીફ થઈ અને તેઓ અપંગ બની ગયા.અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળના માધ્યમથી અમદાવાદ નજીકના મહેમદાવાદનાં બેઉ પગે અપંગ એવાં દીપાલીબેન સાથે પરિચય થયો અને બેઉ ર૦૦૪ માં લગ્નગ્રંથિથી જાેડાયાં. અપંગો માટે સતત સેવાકાર્યો કરતા કલ્પેશભાઈ ગ્લોબલ ગ્રુપ ફોર ડીફરન્સી એબલ (જી.જી.ડી.એ.) નામની અપંગોની રજીસ્ટર્ડ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ સંસ્થા ડીસેબલ વ્યક્તિઓને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેમાં મદદરૂપ થાય છે.કલ્પેશભાઈ ચૌધરીને અભિનંદન આપવા તેમનો મો.નં.૯૮૯૮૬૩૦૩૩૧ છે. આ સંસ્થા કોઈપણ પ્રકારના ડોનેશન ફી વગર ચાલે છે અને ફેસબુક ઉપર તેના ૪૧૦૦ જેટલા સભ્યો છે. તેમના વોટસગ્રુપમાં રપ૦ મિત્રો છે જેમાં અમદાવાદ, બનાસકાંઠાના પણ છે.ર૦૧૪ માં આ સંસ્થા નિર્માણ પામેલ છે.અપંગ હોવા છતાં પણ ખુબ જ સારૂં ડ્રાઈવીંગ કરતાં કલ્પેશભાઈ ચૌધરીને અનેક સેલીબ્રીટીઓને મળવાનું બન્યું છે અને તેમનાં સેવાભાવી કાર્યોને લીધે અનેક સંસ્થાઓ તરફથી તેમને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર પણ મળેલ છે.૧૬-૪-ર૦૧૯ ના રોજ મુંબઈ ખાતે પૂજા બેેદીના વરદ હસ્તે તેમને ‘ભારત પ્રેરણા એવોર્ડ ’ મળેલ છે.વ્હીલચેર રેસમાં તેમણે ભાગ લીધેલ છે. દિવ્યાંગો માટેના ડાન્સ ઈવેન્ટનું તેઓ આયોજન કરે છે અને ભાગ પણ લે છે.ડાન્સના ખુબ જ અઘરા સ્ટેપ્સ તેઓ અપંગોને શીખવાડે છે.પોલીયો જેવા કુદરતી પડકાર સામે નિર્બળ ના બની મક્કમતાપૂર્વક સામનો કરનાર કલ્પેશભાઈ ચૌધરી હીરા ઉદ્યોગનો ચમકતો સિતારો છે અને પોતાનો ખર્ચ નીકળી શકે તે રીતે આત્મનિર્ભર બનીને નિજાનંદી જીંદગી જીવે છે.
ર૬ ફેબ્રુઆરી ર૦૧૭ ની ટાઈમ્સ કલબની ૧૬ મી કાર રેલીમાં કલ્પેશભાઈએ ભાગ લીધો હતો. ૯-૬-ર૦૧૮ ના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને ‘દિવ્યાંગ રત્ન એવોર્ડ’ આપવામાં આવેલ છે. કલગી ફાઉન્ડેશન દ્વારા પણ ર૦૧૮ માં તેમને ‘દિવ્યાંગ રત્ન એવોર્ડ’ મળેલ છે.૮-૧-ર૦૧૯ ના રોજ દીલ્હી ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમનું સન્માન થયું હતું અને વ્યવસ્થિત મુલાકાત થઈ હતી એ વખતે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા અને સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા. અમદાવાદના તત્કાલીન મેયર ગૌતમભાઈ શાહના વરદ્‌ હસ્તે ર૦૧૮ માં તેમને એવોર્ડ અપાયો હતો. ૧૪-૮-ર૦૧૮ ના રોજ અમિતાભ બચ્ચનના વરદ હસ્તે તેમનું સન્માન થયું હતું અને ૧૧-૧૦-ર૦૧૯ ના રોજ પણ ફરીથી મુંબઈ ખાતે અમિતાભ બચ્ચન સાથે તેમના નિવાસસ્થાને જ મુલાકાત થઈ હતી. ભવિષ્યમાં દિવ્યાંગો માટે જ કામ કરવું છે એવી ભાવના ધરાવતા કલ્પેશભાઈ દિવ્યાંગોનું કોઈ મજબુત સંગઠન નથી તેનાથી નારાજ છે. રાજયકક્ષાએ દિવ્યાંગોની ગણત્રી કરી તેમને આત્મનિર્ભર બનાવવા સામાજીક સંસ્થાઓ અને સરકારે પ્રયત્નો કરવા જરૂરી છે તેવું તેઓ માને છે. હાથમાં જ બ્રેક અને એકસીલેટર હોય તેવી તેમની ગાડી તેઓ ચારસો કી.મી.સુધી ચલાવી શકે છે. તેમનુ મુળ વતન બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા ગામ છે. સુરતમાં પદ્મશ્રી કનુભાઈ ટેલરની એક સંસ્થા દિવ્યાંગો માટે સરસ કામ કરે છે અને તેમની શાળા પણ ચાલે છે તેનાથી તેઓ ખુશ છે.વાતવાતમાં તેમણે બનાસકાંઠાના પદ્મશ્રી ગેનાજીને પણ યાદ કર્યા હતા.કલ્પેશભાઈ ચૌધરીની આગામી કામગીરી અને જીંદગી માટે અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.