અધ્યાત્મને જીવનમાં ઉતારવું છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અધ્યાત્મને સમજવું કઠીન છે તેના કરતાંય ‘અધ્યાત્મને જીવનમાં ઉતારવું વધારે કઠીન છે’ ભજન-સત્સંગ કે કથા, વાર્તા સાંભળવા જઈએ ત્યારે તરબોળ કરી દે છે. આપણી વચ્ચે વચ્ચે ગવાતાં ભજનોના તાલે તાળી પાડીને નાચી ઉઠીએ છીએ. આપણે થોડી વાર પુરતા પૂર્ણ જ્ઞાની ભકત બની જઈએ છીએ પરંતુ કથા પુરી થાય, બહાર નીકળવાનો માર્ગ થોડો સાંકડો હોય તો જે ધક્કામુક્કીનાં દ્રશ્ય સર્જાય છે તે શું બતાવે છે ?
અમે નાના હતા ત્યારે અમારા ઘર માટે કે પાડોશીઓ માટે સોનાના દાગીના બનાવવા આપ્યા હોય ત્યારે જા દાગીના બરાબર ન બન્યા હોય તો એક કહેવત બોલાતી હતી.. કાં તો સોનું ખરાબ અથવા તો સોની મઘડ (અણ આવડતવાળો)
હવે મેં ઉપર નોંધ્યું છે તેમ હળવા મનથી વિચારીએ. કથા ખુબ સારી રીતે સાંભળી છે, વકતાએ પણ વ્યાસપીઠને અનુરૂપ જ્ઞાન સભર કથા સંભળાવી છે. આપણે તતક્ષણ તેમાં સૂર પુરાવતાં તાળીઓ પાડીને ભાવવિભોર થયા છીએ. છતાં પણ કથા પતે કે તરત જ સમાજમાં પ્રવેશીએ છીએ ત્યારે ! આપણા વર્તનમાં, કથાનાં પાત્રોને અનુરૂપ સહજ, સરળ જીવન વ્યવહાર કરતાં નથી આવડયું તો પેલી કહેવત જરા ફેરવીને લખું છું.
‘કાં તો કથા કરનાર મઘડ અથવા સાંભળનાર નઘરોળ’
વધારે સાંભળવાથી દ્રઢીકરણ થાય, યાદ રહે તેવું અમારા શિક્ષકો શીખવતા હતા પાઠ વારંવાર વાંચો, દાખલા વારંવાર ગણો, વિજ્ઞાનના પ્રયોગો વારંવાર કરો.. વગેરે.. પુનરાવર્તનથી દ્રઢીકરણ થશે.
જ્યારે કથાઓમાં વારંવાર દોડી દોડીને જનારાઓ, આગળની હરોળમાં બેસીને એક ધ્યાનથી કથા સાંભળીને કથાકાર સામે જાઈ જાઈને માથું ડોલાવતા શ્રોતાઓ, ‘આટ આટલી કથાઓની ભરમાર વચ્ચે પોતાના વર્તનને કે વાણીને કેમ સુધારી શકતા નથી ? (આ પ્રશ્ન હું પણ મારી જાતને પુછયા જ કરૂં છું)
વહેલી સવારથી રાત્રે ૧૧ કે ૧ર વાગ્યા સુધી અનેક ચેનલો (હા ! ધંધાદારી ચેનલો) ધંધાદારી કથાકારો અને ધંધાદારી આયોજકોનું અતિક્રમણ જાઈએ તેવું આપણું પરીવર્તન કરી શકયા નથી તો પછી આપણે (મારે પણ) આ વિશે વિચારવુ ંજ પડશે.
મારે મારૂં વર્તન વારંવાર ચકાસતા રહેવું પડશે કે મેં અત્યાર સુધી સાંભળેલી કથા, વાર્તાઓમાંથી સારી વાતો ગ્રહણ કરીને મારા વર્તનમાંં કાંઈક સુધારો કર્યો છે ? જા જવાબ હા માં મળે તો મારા આપને પ્રણામ છે અને જવાબ મેળવવામાં મોળા પડતા હોઈએ તો ચાલો અત્યારથી જ પ્રયત્ન શરૂ કરીએ. હું જ મારા જીવન પથનો માર્ગદર્શક બનીશ.
નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.