પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનાં અધ્યક્ષસ્થાને દિશા મિટિંગ યોજાઈ હતી. દિશા મીટીંગમાં કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ(દિશા) કમિટીની બેઠકનું જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યુ હતુ. પાટણ સાંસદ ભરતસિંહડાભીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરી હતી.
બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.તેમજ અન્ય વિભાગો આઈસીડીએસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી,સર્વશિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારની) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદ દ્વારા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જીલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધીકારી સી.એલ.પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિતરહ્યા હતા.

