અરજદારો એ જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ,વારસાઈ હક્ક,પાણીની ટાંકી અને રોડ-રસ્તાના પ્રશ્નો રજૂ કયૉ. પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવારે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પાટણ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરેજિલ્લાના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા.
કાર્યક્રમમાં અરજદારો એ જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ, વારસાઈ હક્ક, પાણીની ટાંકી અને રોડ-રસ્તા માટેની વિવિધ અરજીઓ રજૂ કરી હતી. જિલ્લા કલેકટરે તમામ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત ફરિયાદ ના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.