ડીસાના બલોધર ગામે અગાઉ ફૂડ પોઈઝનિંગથી 36 ગાયોના મોત નિપજ્યા હતાં.
પશુઓનું ટેગીંગ રસીકરણ અને ડીવમિંગ કરાવવું તેમજ ફાયર સેફટીના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવા તાકીદ કરાઈ
ફૂડ પોઇઝનિંગથી થતાં પશુ મરણ અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન અધિકારી દ્વારા માર્ગદર્શન અપાયું છે.ઘાસચારો એ પશુઓનો કુદરતી અને પોષણક્ષણ આહાર છે.જેથી પશુઓને નિરવવામાં આવતો ઘાસચારો નુક્શાનકારક તત્વો રહિત જંતુનાશક દવાઓના છટકાવ સહિત અને ફૂગવાળો કે બટાયેલો ન હોય તેવી કાળજી પશુપાલકોએ રાખવી જોઈએ પશુઓને જુવાર,મકાઈ,રજકો,બાજરી,ડાંગરનું પરાળ,દિવેલા,એરંડા,કોબીજ અને ફલાવર ના પણ બટાઈ ગયેલો ઘાસચારો,તેમજ જંતુનાશક દવાઓ છાટેલા પાકો પશુઓને ન ખવડાવવા પશુપાલન વિભાગે તાકીદ કરી છે.નિધલ્યા પહેલાની જુવાર કુમળી અવસ્થામાં કાપીને નિરવવામાં આવેલ જુવારમાં સાઈનાઈટ વધુ પ્રમાણમાં હોય છે.સામાન્ય રીતે ઝેર ની તીવ્ર અસર હોય ત્યારે પશુ 15 થી 20 મિનિટમાં મૃત્યુ પામે છે.
જ્યારે ઓછી અસર હોય તો પશુઓમાં શ્વાસોશ્વાસ ખૂબ વધી જાય છે.શરીરે તાણ આવે છે.પશુ આડું પડી ભાભરે છે ખુબજ આફરો ચડે છે.ડોળા પહોળા થઈ જાય છે અને પશુ થોડા સમયમાં જ મૃત્યુ પામે છે.મોડી સાંજે કાપણી કરેલો પુખ્ત જુવાર જ ખવડાવવી જોઈએ જેથી આ સમય દરમ્યાન ઝેરી તત્વનું પ્રમાણ ઓછું હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ પોઇઝનિંગ થી થતાં પશુ મરણ અટકાવવા માટે સુચનાઓનું પશુપાલકોએ જરૂરી કાળજી લેવા તાકીદ કરાઈ છે.તેમજ જિલ્લાના પાંજરાપોળ,ગૌશાળાઓને તમામ માર્ગદર્શન સુચનોનું પાલન કરવા બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો.મહેશ ગામી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

