જિલ્લા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કુલ 1830 સાયબર અરજીઓમાંથી 1619 અરજીઓનો નિકાલ

જિલ્લા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કુલ 1830 સાયબર અરજીઓમાંથી 1619 અરજીઓનો નિકાલ

બનાસકાંઠામાં 6 માસમાં 1830 લોકો સાયબર ફ્રોડનો શિકાર

સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૧૬૧૯ લોકોને તેરા તુજકો અર્પણ હેઠળ ૫૭,૪૧,૩૩૬ લાખ રિફંડ અપાવ્યા

બનાસકાંઠા જીલ્લામાં વધતા જતા સાયબર ફ્રોડના બનાવો વચ્ચે ભોગ બનેલ અરજદારોની ફ્રોડમાં ગયેલ રકમ પરત મળે તે રીતે કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના કરવામાં આવેલ છે. હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે દિન-પ્રતિદિન સાયબર ફ્રોડના બનાવો પણ ખૂબ જ વધી રહ્યા છે. જિલ્લાની અભણ અને ભોળી જનતા અજાણ્યા વ્યક્તિઓની સાથે લોભ, લાલચ- પ્રલોભન અથવા તો વિશ્વાસમાં આવી જઇને વિવિધ પ્રકારે સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે. તેથી ચોંકી ઉઠેલી સરકાર દ્વારા જો કોઇ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં.1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધવામાં આવે છે.

જે કમ્પ્લેન નોંધાતાની સાથે જ જિલ્લા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ભોગ બનેલ અરજદારના બેંક ખાતામાંથી ગયેલ નાણાં સામાવાળાના જેટલા બેંક એકાઉન્ટમાં ગયેલ હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરીને તેમાંની રકમ હોલ્ડ કરી દેવામાં આવે છે. જે હોલ્ડ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા જિલ્લા સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને ભોગ બનેલ અરજદારને પરત અપાવવામાં આવે છે. જે સંદર્ભે ગત ૧/૧/૨૦૨૫ થી ૩૦/૬/૨૦૨૫ દરમિયાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો દ્વારા કુલ ૧૮૩૦ અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ૧૬૧૯ સાયબર અરજીઓનો નિકાલ કરીને રૂપિયા ૫૭,૪૧,૩૩૬ લાખ જેટલી રકમ ટીમે અરજદારોને પરત અપાવેલ છે.

હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા અપીલ; બનાસકાંઠા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા છેલ્લા છ માસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને કુલ રૂપિયા ૫૭,૪૧,૩૩૬ લાખ જેટલી રકમ પરત અપાવીને ‘‘તેરા તુજકો અર્પણ’’ અભિયાન હેઠળ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે.જેથી રૂપિયા ઉપડી જતા નારાજ અરજદારોના ચહેરા ચમકી ઉઠ્યા હતા.ત્યારે સાયબર ટીમ દ્વારા આજના મોબાઈલ યુગમાં વિવિધ પ્રકારે ફ્રોડના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોને તેનાથી સચેત રહેવાની સલાહ આપી હેલ્પ લાઇન નંબર 1930 પર તરત સંપર્ક કરવા અપીલ પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *