સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ

સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો ને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ-રિક્ષાનો વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો.

આ કાર્યક્ર્મમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન આજે છેવાડાના ગામો સુધી ફેલાયું છે. નાગરીકો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા પોતાના ઘરનો કચરો એકત્ર કરી કચરાપેટીમાં એકત્ર કરી સુકો અને ભિનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાને બદલે આ ઇ-રીક્ષા ઘરે-ઘરે કચરો એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે માટે સરકાર દ્વારા ઈ-રિક્ષા આપવામા આવી છે.

સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોમાં આ ઇ-રિક્ષા ફાળવાઇ છે. જેમા પેઢમાલા, ચાંદરણી, વાવડી, જવાનપુર, તાજપુરી, દેરોલ, ઢુંઢર, આડા હાથરોલ, રાજપુર(નવા), મુનપુર(રંગપુર), સાયબાપુર, મહાદેવપુરા(લો), સાચોદર, રામપુર(ધો), આગીયોલ, ભાવપુર, માંકડી, રાજપુર(ગાં), બલોચપુર, જોરાપુર, ખેડાવાડા, હુંજ, નવલપુર(તા), ચાંપલાનાર, સઢા, અદાપુર વગેરે ગામોના સરપંચની ઉપસ્થિતમાં ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *