વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે કુલપતિ કાર્યાલયમાં ધામા નાંખી રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કર્યું
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં એમ.પી.એડ. કોર્સના પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાતાં મંગળવારે વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે કુલપતિ કાર્યાલયમાં ધામા નાખ્યાં હતાં.આ દરમિયાન રજીસ્ટાર આવતાં વિદ્યાર્થીઓએ પોતાની રજુઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આ આવેદનપત્રમા વિધાર્થીઓએ જણાવ્યું હતું તે એમ.પી.એડ. કોર્સની પ્રવેશ નીતિ મુજબ 90% બેઠકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અને 10% બેઠકો બહારના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત છે પરંતુ વર્તમાન પ્રવેશ યાદીમાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે.
90% બહારના વિધાર્થીઓ અને માત્ર 10% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. કારણે 40 જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનું જણાવતા યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો. રોહિતભાઇ દેસાઈ એ વિદ્યાર્થીઓની રજૂઆત સાભળી આવેદનપત્રનો સ્વીકાર કરી તેમણે જણાવ્યું હતું કે પ્રવેશ યાદીમાં ખામીઓ જણાઈ છે.નવી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. જેમાં 90:10 ના ગુણોત્તરનું પાલન કરવામાં આવશે તેવી હૈયાધારણા વિધાર્થીઓને આપી વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો કાઉન્સિલ પાસેથી વર્તમાન 40 સીટોમાં 40% વધારો પણ માંગવામાં આવશે. અને આ બાબતે વિભાગના ડીન અને ફિઝિકલ ડાયરેક્ટર સાથે તેઓની ચર્ચા ચાલી રહી હોવાનું જણાવી આ મામલે કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

