ડીસાના સુપ્રસિદ્ધ નેત્ર વિશેષજ્ઞ અને રેટીના સ્પેશિયાલિસ્ટ ડો. જિગર કિશોરભાઈ અસ્નાનીએ વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને એક વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ દુર્લભ સફળતા પ્રાપ્ત કરનાર તેઓ ભારતના પ્રથમ રેટીના સ્પેશિયાલિસ્ટ આંખના સર્જન બન્યા છે.
ડો જીગર આશનાની એ તેમની ટીમનું સફળ નેતૃત્વનું ગૌરવ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા ગયેલી ટીમના તેમને લીડર બનાવવામાં આવ્યા હતા. આ જવાબદારી તેમણે હિંમત અને આત્મવિશ્વાસ સાથે નિભાવી. તેમના નેતૃત્વ, રાહબરી અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમે આ અપ્રતિમ અને જ્વલંત સફળતા મેળવી. ડો. જિગરની આ વિરલ અને અકલ્પનીય ઉપલબ્ધિ ડીસા, ગુજરાત અને સમગ્ર ભારત દેશ માટે અત્યંત પ્રેરણાદાયી અને ગૌરવશાળી ઘટના છે તેમની આ સિદ્ધિ બદલ
મુંબઈ નિવાસી વિશ્વવિખ્યાત રેટીના સ્પેશિયાલિસ્ટ ડો. નટરાજન સુંદરમે પોતાના સંદેશમાં ડો. જિગરને આ વિરલ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાના પ્રિય ફેલોની આ સફળતા બદલ અત્યંત અવર્ણનીય ખુશી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. ડો. નટરાજન સુંદરમે લોર્ડ શિવનો પણ આ સફળતા માટે આભાર માન્યો છે.
આ ભવ્ય સિદ્ધિને બિરદાવવા માટે આજે ડીસામાં જલારામ મંદિરથી સ્પોર્ટ્સ ક્લબ સુધી એક ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડીસાના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો અને અસંખ્ય લોકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી બાદ, ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો.