લોકોમાં એચએમપીવી વાયરસના ભય વચ્ચે; ડીસાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ઉઠી

લોકોમાં એચએમપીવી વાયરસના ભય વચ્ચે; ડીસાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ઉઠી

ઋતુજન્ય શરદી, તાવ અને ખાંસીના દર્દીઓમાં વધારો : હાલમાં એચએમપીવી વાયરસનો લોકોમાં ભય ફેલાયો છે ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ બુધવારે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.જેમાં શિયાળા દરમિયાન ઋતુજન્ય બીમારીઓ જેવી કે શરદી તાવ ખાંસીના દર્દીઓ વધુ જણાયા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ આવનાર દર્દીઓને સારી સારવાર મળી રહે એ હેતુથી સુંદર વ્યવસ્થા કરીને દર્દીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

જેમાં સવારથી જ ડીસા સિવિલ હોસ્પિટલની કેસ બારી ઉપર કેસ કઢાવવા માટે દર્દીઓની લાઈનોની કતારો જોવા મળી હતી તેમજ ચકાસણી કરનાર ડોક્ટરના રૂમની બહાર પણ મોટી સંખ્યામાં દર્દીઓ લાઈનો લગાવીને ઉભા રહેલા જોવા મળ્યા હતા તેમજ છેલ્લા ઘણા સમયથી ડીસા સિવિલ અધિક્ષક તરફથી ડીસા સિવિલ હોસ્પિટલમાં બહારથી અને શહેરમાંથી આવનાર કોઈપણ દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ હેતુથી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં એચએમપીવી નામના વાયરસને લઇ લોકોમાં ભય ફેલાયો છે તેમજ તેના કેશ લઇને ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે જેમાં તાજેતરમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પણ એચએમપીવી નામના વાયરસનો દર્દી નોંધાયો છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોમાં આ વાયરસનું જોખમ વધુ છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *