ડીસાની રાજપુર -કાંટ પાંજરાપોળમાં પશુ દવાખાનુ ખુલ્લુ મુકાયું

ડીસાની રાજપુર -કાંટ પાંજરાપોળમાં પશુ દવાખાનુ ખુલ્લુ મુકાયું

જીવદયા પ્રેમી સ્વ. ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું પણ ખાતમુહૂર્ત; બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર- કાંટ પાંજરાપોળમાં રખરખાવ કરવામાં આવતા હજારો અબોલ પશુઓની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે. જેનું આજે ઉદઘાટન કરી પાંજરાપોળના પ્રણેતા અને જીવદયા પ્રેમી સ્વ. ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડીસાની રાજપુર -કાંટ પાંજરાપોળ વર્ષ 1992 થી કાર્યરત છે આ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે. ત્યારે આ પાંજરાપોળમાં અવારનવાર વધુ બીમારી વાળા પશુઓને સારવાર માટે અન્ય પશુ દવાખાને લઈ જવા પડતા હતા. ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી. ત્યારે મુંબઈના જીવદયા પ્રેમી કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદાર દાનવીર શ્રેષ્ઠિ હસ્તીમલજી દોશી પરિવારનો સંપર્ક કરતા દોશી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું.  જ્યારે આજે વિશાળ દવાખાનું તૈયાર થઇ જતા તેનું શુભ ઉદ્ધાટન દાતા રમકુબેન છોગાલાલ કસાજી દોશી પરિવાર (હાડેચા વાળા) ના પરિવારજનોના હસ્તે ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ સાધુ, સંતો, જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

સાથે સાથે પાંજરાપોળના પ્રાણ અને અબોલ જીવોના તારણહાર એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વ. ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનુ પણ તેમના પરિવારજનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જૈન ગુરુ ભગવન્તો, જૈન શ્રેષ્ઠિઓ, જૈન સમાજના આગેવાનો, પાંજરાપોળના ટ્રસ્ટીઓ, કાંટ ગામના આગેવાનો તેમજ સાધુ સંતો વિશાળ સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *